Abtak Media Google News

અબતક, નવીદિલ્હી

કહેવાય છે કે વિશ્વ એક કુટુંબ છે અને તે ભાવનાને ભારત ખરા અર્થમાં સાર્થક કરતું હોય છે, આ તકે ગુરુદેવ કુટુંબકમ ની ભાવના સાથે ભારત ચાલી રહ્યું છે. હાલ સમગ્ર વિશ્વ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે એટલું જ નહીં ડિજિટલ કરન્સી પણ પોતાનું પ્રભુત્વ સમગ્ર વિશ્વ પર પાથરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માહિતી આપતા કહ્યું હતું કે ડિજિટલ અને ક્રિપટોકરન્સી દેશની લોકશાહીને સંપૂર્ણ રીતે તાકાત સ્વ-પર આવશે જેના માટે વૈશ્વિક ફલક ઉપર યોગ્ય નિયંત્રણો અને નીતિ નિયમોને અમલી બનાવવા ખૂબ જ જરૂરી છે.

પહેલાના સમયે દરેક વસ્તુ જેમ કે મીડિયા દેશની સીમા પૂરતું જ સીમિત હતું પરંતુ હાલના સાંપ્રત સ્થિતિ માં મીડિયા અથવા તો ડિજિટલ મીડિયા વિશ્વના કોઈપણ ખૂણે થી નિહાળી શકાય છે જેથી હવે ડિજિટલ મીડિયા અને કોઈપણ સીમાનો બાધ રહેતો નથી. એટલે જો યોગ્ય નિયમો અને નિયંત્રણો લાદવામાં આવે તો ખરા અર્થમાં ડિજિટલ દરેક દેશની લોકશાહીને તાકાત સ્વ.વી બનાવવામાં સંપૂર્ણ રીતે મદદરૂપ થઇ શકે છે.

 વૈશ્વિક સ્તરે નિયંત્રણો અને યોગ્ય નીતિ નિયમો બનાવવા ખૂબ જ જરૂરી 

યુએસ સમિટ ફોર ડેમોક્રેસી કાર્યક્રમમાં ભારત તરફથી વડાપ્રધાન મોદીએ પ્રતિનિધિત્વ કર્યું હતું અને જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ એક સાથે જોડી અને ટેકનોલોજી અને વિસ્તારવા માટે વૈશ્વિક નિયમો બનાવવા જોઈએ જેના કારણે લોકસાહિત્ય મજબૂત અને તાકાતવર બની શકે. એટલું જ નહીં તેઓએ એમ પણ કહ્યું હતું કે ડિજિટલ ટેકનોલોજીને કોઈપણ રીતે નજર અંદાજ ન કરી શકાય કારણ કે ડિજિટલ આગામી સમય નું એક પ્રબળ માધ્યમ છે જેને દરેક દેશે સ્વીકારવું પડશે અને તે મુજબ આગળ વધવું પડશે. કે વડાપ્રધાન મોદીએ ભારતની પરંપરા અંગે પણ માહિતી આપતા જણાવ્યું હતું કે પરંપરાગત દેશ હોવાના કારણે ભારત સતત બદલાવ તરફ આગળ વધી રહ્યું છે અને ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ હોવાનો ગર્વ પણ મહેસુસ કરાવ્યો હતો. એટલું જ નહીં તેઓએ કહ્યું હતું કે ભારત હેલ્થ એજ્યુકેશન અને લોકોના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર અને પ્રયત્નશીલ રહે છે ત્યારે હાલ જે રીતે ડિજિટલ કરન્સી નું પણ ચલણ વધ્યું છે તેને નકારી શકાય નહીં પરંતુ તેના માટે વિશ્વ સમુદાયે યોગ્ય નીતિ નિયમોને ઘડવા પડશે અને તે દિશામાં સતત આગળ વધવું પડશે.

સમિટમાં વડાપ્રધાન મોદીએ લોકશાહી અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે અન્ય દેશોની સરખામણીમાં ભારત અલગ હોવાના ઘણા કારણો છે જેમાં પ્રથમ તો ભારત દેશમાં અનેક વિધ પાર્ટીઓ છે જે ચૂંટણી લડી શકે છે સાથોસાથ સ્વતંત્ર ન્યાય પ્રણાલી અને ફ્રી મીડિયા જેથી દેશને પોતાના વિચારો મુક્ત મને રજૂ કરી શકે છે ત્યારે જો આ તમામ સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો લોકશાહી સંપૂર્ણ રીતે મુકત બની શકે છે અને હવે નો સમય ડિજિટલ હોવાના પગલે ભારત દેશ ડિજિટલ ને પણ વધુને વધુ પ્રાધાન્ય આપી રહ્યું છે અને તે દિશામાં યોગ્ય નીતિ નિયમો પણ બનાવી રહ્યું છે એટલું જ નહીં ડિજિટલ ઇન્ડિયા ને વેગવંતુ બનાવવા માટે સર્વપ્રથમ જે પારદર્શકતા દાખવવી જોઈએ તે પણ દાખવવામાં આવી રહી છે અંતમાં તેઓએ એમ પણ કહ્યું હતું કે આવનારા સમયમાં ભારત દેશ ડિજિટલ અને ક્રિપ્ટકરન્સી ને યોગ્ય રીતે સરિતા કરવા માટે નિયંત્રણ અને નીતિ નિયમો બનાવશે. એટલું જ નહીં દરેક વિશ્વ સમુદાયે આ પદ્ધતિને અપનાવી અને પોતાના લોકશાહીને તાકાતવરબનાવવી જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.