Abtak Media Google News

ખેડુતોમાં ભારે રોષ: હજારો લીટર પાણી વહી ગયું

ધંધુકા પાસે થી પસાર થઇ વલ્લભીપુર જતી બ્રાન્ચ નર્મદા કેનાલ ના સાયફન માં પડયું ગાબડું હતું.  ગાબડું પડતાં ખેડૂતો ના ખેતરો માં પાણી ફરી વળતા કપાસ તેમજ અન્ય પાકો ધોવાતા થયું હતું.  એક બાજુ ઓછા વરસાદ ના કારણે ખેડૂતો પરેશાન ,જયાં કેનાલ ના પાણી થી પાક બચાવતા  ખેડૂતો ને કેનાલ નુ સાયફન તૂટતાં ઊભા પાક ધોવાયા છે. ખેડૂતો ના ખેતરો માં પાણી ફરી વળતા રાતે પાણી એ રોવા નો વારો આવ્યો છે. ધંધુકા પાસે થી પસાર થઇ વલ્લભીપુર જતી કેનાલ મા મસમસ્તું ગાબડું પડતાં હજારો લિટર પાણી વહી ગયું તંત્રની નબળી કામગીરી ના કારણે ખેડૂતો મા ભારે રોષ ફેલાયો છે. હજુ કેનાલો મા ગાબડાં ઓ પડવા નો દોર યાવત. નર્મદા કેનાલની માયનોર કેનાલો ના કામ મા નબળો માલ વાપર્યા ના ખેડૂતો ના આક્ષેપો છે. નર્મદા કેનાલ બનતી હતી ત્યારે અનેક નબળાં કામ તું હોવા ની રજૂઆત કરવામાં આવી હતી છતાં ધ્યાન નાં આપતા હાલ ગાબડાં પડી રહ્યાં છે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.