Abtak Media Google News
  • સોશિયલ મીડિયામાં  ડમી એકાઉન્ટ બનાવી કૃત્ય આચરતો

વેરાવળની પરણીતાનું ડમી અકાઉન્ટ બનાવનાર જામનગરના શખસને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયોસોશીયલ મીડિયા ફેસબુક પર ઓળખ છુપાવી વેરાવળની પરણીતાનું ફેક આઈ.ડી. બનાવી પજવણી કરતાં જામનગરના ઈસમને સાયબર ક્રાઇમ ટીમે ટેક્નીકલ સર્વેલન્સના આધારે પકડી ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર,ગીર સોમનાથ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસટીમને વેરાવળના શીવજીનગર વિસ્તારના આઝાદ સોસાયટીમાં રહેતા તબીબ હિતેષ દુર્લભદાસજીમુલીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમના પત્ની ના નામે ફેસબુક સોશીયલ મીડીયા ઉપર ખફમવફદશ ઝ” વાળી ખોટી

આઇ.ડી. બનાવી તે આઇ.ડી.માંથી તેમના મિત્રો તેમજ સગા-સબંધીને રિક્વેસ્ટ મોકલી આઇ.ડી.માં ફોલોવર્સ બનાવી તથા ફેમિલી ફોટા અપલોડ કરી, તેમજમેસેજ કરી કોઈ અજાણ્યો ઈસમ પોતાની ઓળખછુપાવી મારી પત્ની માધવીને હેરાન પરેશાન કરવા અનેસમાજમાં બદનામી થાય તેવુ કૃત્ય કરી રહ્યો હતો.ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળતા જ સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ટેકનીકલ સર્વેલન્સના આધારે માહિતી એકઠી કરી ફરીયાદીની પત્નીના નામનું આઇ.ડી. બનાવનાર આરોપી નામે કીર્તિકુમાર મણિલાલ પટેલ (રહે.જામનગર)ને પકડી પાડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગીર સોમનાથ ખાતે ગુન્હો નોંધી ડિટેક્ટ કર્યો છે.હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આઈ. ટી. એક્ટની કલમ 66(ભ) અને 66(મ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.