Abtak Media Google News

“વ્હાલમ જાઓને” ફિલ્મના કલાકારો અબતકના આંગણે

પ્રતિક ગાંધી, દિક્ષા જોશી, ટીકુ તલસાણીયા જેવા જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકામાં,  ફિલ્મને મળી રહ્યો છે પ્રેક્ષકોનો ભરપૂર પ્રેમ, 

વ્હાલમ જોઓ ને’ ફિલ્મના કલાકારો અબતક હાઉસની મુલાકાત લીધી હતી ત્યાં જેમણે ફિલ્મ વિશે મુક્ત મને વાત કરી હતી. આ સાથે રાજકોટના આર વર્લ્ડ સિનેમા ખાતે ફિલ્મનું પ્રિમિયર યોજાયું હતું જેમાં ફિલ્મના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. 4વિં નવેમ્બરના રોજ રિલિઝ થયેલી અર્બન ગુજરાતી ફિલ્મ ’વ્હાલમ જોઓ ને’ એ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ  છે. જીઓ સ્ટુડિયો હેઠળ ની, પૂનમ શ્રોફ અને પાર્થ ગજ્જર દ્વારા નિર્મિત આ ફિલ્મની વાર્તા રાહુલ પટેલ દ્વારા લખવામાં આવી છે. વ્હાલમ જાઓ ને એકસંપૂર્ણ કૌટુંબિક મનોરંજન છે, જે દરેકના ખૂબ જ દિલથી મજા કરાવશે – યુવા કિશોરોથી લઈને યુવાનો અને દાદા-દાદી પણ તેનોઆનંદ માણશે.

Dsc 1303

જેમાં મુખ્ય કલાકારોની ભૂમિકામાં પ્રતિક ગાંધી,  દીક્ષા જોશી , ટીકુ તલસાણીયા, સંજય ગોરાડિયા, કેવિન ડેવી, જયેશ મોરે, કિંજલ પંડ્યા અને પ્રતાપ સચદેવ પણ છે. હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું સંગીત સંગીતકાર જોડી સચિન-જીગર દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે, જેમણે હિન્દી અને ગુજરાતી સિનેમા માટે બહુવિધ હિટ ગીતો કંપોઝ કર્યા છે.

ફિલ્મમાં રીનાની ભૂમિકા ભજવનાર મુખ્ય અભિનેત્રી દીક્ષા જોષી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ હંમેશાથી અલગ અલગ પાત્રો ભજવવા માગતા હતા પહેલા તેમણે એક ગ્રામ્ય છોકરીનું પાત્ર ભજવ્યું તો અહીંયા તેઓ એક એક ત્રાસદાયક ગર્લફ્રેન્ડ ની ભૂમિકામાં જોવા મળશે. વધુમાં તેમને જણાવ્યું હતું કે ફિલ્માં તેઓ એક ફેશન ડિઝાઈનર બનવા માંગતા હોય છે પરંતુ તેની નીજી જીંદગીમાં આરામદાયક કપડાંને પોતાની ફેશન માને છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે તેમનો પહેલો અનુભવ કોમેડી ફિલ્મમાં કામ કરવાનો ખૂબ જ સુંદર રહ્યો અને આગળ જઈ ને તેઓ જૂદા જૂદા પ્રકારના પાત્રો ભજવવા ઈચ્છે છે.

ફિલ્મમાં અભિનેત્રીના પિતાની ભૂમિકા ભજવનાર ખ્યાતનામ કોમેડી અભિનેતા ટિકુ તલસાણીયએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એમને ખુશી છે કે આજે લોકો ગુજરાતી ફિલ્મોને પ્રેમ આપતા થયા છે, અર્બન ગુજરાતી ફિલ્મો નવી નવી વાર્તાઓ સાથે આવતી થઈ છે ત્યારે  વ્હાલમ જાઓને એક પારિવારિક ફિલ્મ છે જેથી દરેક વ્યક્તિ પોતાનાં પરિવાર સાથે બેસીને આ ફિલ્મને માણી શકે છે.આ ફિલ્મમાં કોમેડીથી ભરપૂર છે  આ સાથે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મો ખૂબ જ પ્રશંસક કામગીરી કરી રહી છે ત્યારે હવે વધુને વધુ આવી ફિલ્મો બનતી રહે.

ફિલ્મના લેખક રાહુલ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજકાલની જનરેશનમાં રીલેશનશીપને લઈ યુવાનોમાં ઘણી બધી સમસ્યાઓ થતી રહેતી હોય છે ત્યારે એ ઘટનાઓને વણીને “વ્હાલમ જાઓને”ના રૂપમાં એક કોમેડી ફિલ્મ બનાવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પેહલા તેમણે ઘણાં ટીવી શોમાં કાર્ય કર્યુ છે ત્યારે આ તેઓની પહેલી   ગુજરાતી ફિલ્મ છે. આ સાથે તેઓ નજીકના ભવિષયમાં વેબ શો શીમારુ એપ પર  ગોટી સોડા ભાગ 3 અને 4 તેમજ ઓટીટી પ્લેટફોર્મ પર “વ્હોટ ધ ફાફડા” નામની વેબ સિરીઝ આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.