Abtak Media Google News

થોડા સમય પહેલા જ કાર્તિક આર્યન અને તેની ટીમ ગોંડલમાં શુટિંગ માટે રાજવી પેલેસ આવી પહોંચી હતી. ત્યારે આજે ફરી એક વખત કાર્તિક આર્યન રાજકોટ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. કાર્તિક આર્યનને જોવા માટે અને સેલ્ફી લેવા માટે ફેન્સ ઉમટી પડ્યા હતા. તસવીરોમાં જોઈ શકો છો કે કાર્તિક આર્યન પોતાના સફેદ ટી-શર્ટમાં ફેન્સ વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. કાર્તિક આર્યન પોતાની આગામી ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’ માટે રાજકોટમાં આવ્યા હતા. સત્ય પ્રેમ કી કથા ફિલ્મમાં ચોકલેટી હિરો કાર્તિક આર્યન અને અભિનેત્રી કિયારા અડવાણી સહિતના કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે. અત્યારે આ ફિલ્મનું શૂટિંગ ગોંડલના ઐતિહાસિક પેલેસમાં ચાલી રહ્યું છે.

કાર્તિક આર્યન અને કીયારા અડવાણી ભૂલ ભુલૈયા ૨માં પણ જોવા મળ્યા હતા ત્યારે હવે આ ફિલ્મમાં પણ ધૂમ મચાવશે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ગુજરાતી પરિવાર આધારિત હોઈ શકે છે. જેમાં ગુજરાતી કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાએ કિયારા અડવાણીના પિતા તરીકેનો રોલ ભજવી શકે છે.

આ ફિલ્મના સ્ટંટ દ્રશ્યોનું પણ ફિલ્માંકન કરવામાં આવશે.કાર્તીક આર્યન સાથે અભિનેત્રી કીયારા અડવાણી, સુપ્રસિધ્ધ ગુજરાતી નાટક ગુજ્જુભાઇથી જાણીતા થયેલા અભિનેતા અને ફિલ્મ સ્ટાર સિધ્ધાર્થ રાંદેરીયા, સુપ્રીયા પાઠક, રાજપાલ યાદવ સહીતના કલાકારો આ ફિલ્મમાં ચમકવાના છે અને ફિલ્મના શુટીંગ માટે તેઓનું આગમન થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.