Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત રાત્રે ગુજરાત આવી પહોંચ્યા બાદ આજે સવારે તેઓ મહાત્મા મંદિર પહોંચ્યા હતા. જ્યાં મોઝામ્બિકના રાષ્ટ્રપતિ અને  તિમોર-લેસ્ટે દેશના રાષ્ટ્રપતિ સાથે બેઠકનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હવે બપોરે 3 કલાકે વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ-શોનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે રોડ શો પણ યોજવાના છે.

મહાત્મા મંદિર ખાતે મોઝામ્બિક અને તિમોર-લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે બેઠકો યોજી: બપોરે 3 કલાકે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ-શોનું ઉદ્ઘાટન: સાંજે 5:30 કલાકે યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે રોડ શો યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મીએ રાત્રે ગાંધીનગર આવી પહોંચ્યા હતા. તેઓ વાઇબ્રન્ટ અંતર્ગત દેશ અને ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સાહી કંપનીઓ સાથે વાટાઘાટો કરવાના છે. જેમાં વિશ્વમાં સેમીકંડક્ટર ક્ષેત્રે કામ કરતી નામાંકિત કંપની માઇક્રોન ટેકનોલોજીના સીઇઓ સંજય મેહરોત્તરા સાથે પણ વાતચીત કરવાના છે. ગુજરાતમાં માઇક્રોન નવી સેમીક્ધડક્ટર એસેમ્બલ અને ટેસ્ટ ફેસેલિટી ઉભા કરે તેવી શક્યતા છે. જાપાનની સુઝુકી મોટરના પ્રેસિડન્ટ તોશી હીરો સુઝુકી સાથે પણ ચર્ચા કરવાના છે. યુએઇની ડી.પી. વર્લ્ડ સાથે પણ વડાપ્રધાન મિટિંગ યોજવાના છે. ડી.પી. વર્લ્ડના ગ્રૂપ ચેરમેન સુલતાન એહમદ બિન સુલાયેમ સાથે મોદી વન ટુ વન મિટિંગ કરવાના છે.

Aap Will Make A Special Strategy For Gujarat In The Lok Sabha Elections.
AAP will make a special strategy for Gujarat in the Lok Sabha elections.

આજથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આજે સવારે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જૈસિંટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. તેમનું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. બાદમાં ભપેન્દ્ર પટેલ અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ બાય કાર ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી મિટિંગ માટે મહાત્મા મંદિર પહોંચ્યા છે. મિટિંગ બાદ નરેન્દ્ર મોદી ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે અને પછી બપોર પછી 5 વાગ્યે અમદાવાદમાં રોડ-શો યોજશે.

તિમોર-લેસ્ટે દેશના પ્રેસિડન્ટ જોસ-રામોસ હોરતા પણ મહાત્મા મંદિર આવી પહોંચ્યા છે. તિમોર-લેસ્ટે કે જે ઇસ્ટ તિમોર તરીકે પણ ઓળખાય છે તેનો વિસ્તાર માત્ર 14874 સ્કવેર કિલોમીટર છે અને તેની વસતી માત્ર 13.40 લાખ છે. આ દેશના પશ્ચિમ ભાગનો વહિવટ ઇન્ડોનેશિયા સંભાળે છે અને દક્ષિણમાં તેના પડોશમાં ઓસ્ટ્રેલિયા છે.

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કંપનીઓના સીઇઓ સાથે વાટાઘાટો કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટમાં આવનારી વિશ્વની ટોપ કંપનીઓની સીઇઓ સાથે વાટાઘાટો કરવાના છે. જેમાં જાપાનની સુઝુકી મોટર, યુએસએની માઇક્રોન ટેકનોલોજી સહિતની કંપનીના સીઇઓનો સમાવેશ થાય છે.

મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જોઇએ તો સવારે 8 વાગ્યે મોઝામ્બિકના રાષ્ટ્રપતિનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયુ હતું. 9.30 વાગ્યે પીએમ મોદીની તિમોર-લેસ્ટે દેશના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજાઈ હતી. બપોરે 12.15 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજાઈ હતી. હવે બપોર પછી 3 વાગ્યે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ-શોનું પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન થવાનું છે.  બપોર પછી 5.30 વાગ્યે યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન અને રોડ-શો યોજાવાનો છે. રાતે 10 વાગ્યે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પિટર ફિયાલાનું આગમન થવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.