Abtak Media Google News

વાઈબ્રન્ટ સમિટના 20માં વર્ષની ઉજવણીમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા: છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 70 હજારથી વધારે સરકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરશે, જાહેર સભાને સંબોધશે તેમજ રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટનુ ખાતમુર્હૂત અને લોકાપર્ણો કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મીએ ગુજરાતના બોડેલીમાં જાહેરસભાને સંબોધશે. જેમાં છેલ્લી ઘડીએ પીએમઓએ ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ બદલ્યો હતો. તેમજ વાઈબ્રન્ટ સમિટના 20મા વર્ષની ઉજવણીમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ગુજરાત વાઈબ્રન્ટ સમિટનું અમદાવાદના ટાઉનહોલમાં ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી સપ્ટેમ્બરને બુધવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વેળા તેઓ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 70 હજારથી વધારે સરકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરશે, જાહેર સભાને સંબોધશે, રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટનુ ખાતમુર્હૂત અને લોકાપર્ણો કરશે. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે 28મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત વાઈબ્રન્ટ સમિટના 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દિવસે અમદાવાદના ટાઉનહોલમાં તેની ઉજવણીનું આયોજન છે. આથી, સંભવત: વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

અગાઉ છોટાઉદેપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બીજી ઓક્ટોબરે યોજાવાનો હતો. પરંતુ, તેમના કાર્યાલય દ્વારા બુધવારે બીજી ઓક્ટોબરને બદલે 27મી સપ્ટેમ્બરની સુચના આપતા છોટાઉદેપુર જિલ્લા તંત્રમાં અને અહીં રાજ્ય સરકારમાં આયોજનને લઈને દોડધામ શરૂ થઈ છે. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી રહેતા ગુજરાતમાં વિશ્વભરમાંથી મુડી રોકાણ આકર્ષવા વર્ષ 2003ની 28મી સપ્ટેમ્બરે અમદાવાદમાં ટાઉનહોલમાં પ્રથમ વખત વાઈબ્રન્ટ ગુજરાત: ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કર્યુ હતુ.

આગામી સપ્તાહે તેના બે દાયકા અર્થાત 20 વર્ષ પૂર્ણ થશે છે. આથી, છેલ્લી ઘડીએ છોટાઉદેપુરમાં બીજી ઓક્ટોમ્બરે યોજનારો કાર્યક્રમ 27મી સપ્ટેમ્બરે લઈ જવાતા પીએમ મોદી અમદાવાદમાં વાઈબ્રન્ટ સમિટના બે દાયકાની ઉજવણીમાં પણ ઉપસ્થિત રહેશે તેમ મનાય છે. અલબત્ત આ અંગે સત્તાવારપણે કોઈ જ સમર્થન મળ્યુ નથી.

અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગાંધી જયંતિના પાવન દિવસે અર્થાત બીજી ઓક્ટોબરના રોજ ગુજરાતની મૂલાકાતે આવશે. દરમિયાન પીએમઓ દ્વારા છેલ્લી ઘણીએ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી બીજી ઓક્ટોબરના બદલે 27મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતની બે દિવસની મૂલાકાતે આવશે. તેઓ છોટાઉદેપુરના બોડેલીમાં એક વિશાળ જાહેરસભા સંબોધે તેવી સંભાવના છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે પીએમ અમદાવાદની મૂલાકાત લેશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટને બે દાયકા પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા 28મી સપ્ટેમ્બરના રોજ “સમિટ ઓફ સક્સેસ” શિર્ષક હેઠળ તેની ઉજવણી કરવામાં આવશે. જેમાં નરેન્દ્રભાઇ સામેલ થાય તેવી સંભાવના રહેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.