Abtak Media Google News
  • વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રમત-ગમતના મેદાનોમાં પોતાનું કૌવત બતાવવાનો અવસર પ્રાપ્ત થશે : કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટસ ફેસીલીટી ઉપલબ્ધ  વિદ્યાર્થીઓ શિક્ષણ, સંશોધન, સ્ટાર્ટઅપ, ઈનોવેશન અને સ્પોર્ટ્સમાં અગ્રેસર રહે એ માટે યુનિવર્સિટી કટિબદ્ધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા સત્રથી સ્પોર્ટસની આંતર કોલેજ કક્ષાની તમામ સ્પર્ધાઓનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવાનો વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબ દ્વારા કરવામાં આવેલ છે.

ભારતના  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના “ખેલો ઈન્ડિયા” ના વિચારને મુર્તિમંત કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી  દ્વારા આ નિર્ણય કરવામાં આવેલ છે.

આજે ભારતના રમતવીરો ઓલમ્પિક ગેમ્સમાં આજે ગોલ્ડમેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરી રહ્યા છે.

ગુજરાત રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ  દ્વારા પણ રાજયકક્ષા એ વિવિધ રાજયકક્ષાના રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે અને ગુજરાતના યુવાનોને સ્પોર્ટ્સ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ રમત-ગમતમાં આગળ આવે અને પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી પોતાને ગમતી રમતોમાં ભાગ લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા એ નામના મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ ઉજાગર કરે એવા શુભ આશયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સ્પોર્ટ્સ માટેની સંપૂર્ણ સુવિધાઓ રહેલી છે. કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વીમીંગ પુલ, ટર્ફ હોકી ગ્રાઉન્ડ, લોન ટેનીસ ગ્રાઉન્ડ, જ્યાં રણજી ટ્રોફી રમાએલ છે એવું સીઝન ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્વામી વિવેકાનંદ ઈન્ડોર સ્ટેડીયમ, એથ્લેટિક્સ રમતોનું ગ્રાઉન્ડ જેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટસ ફેસીલીટી ઉપલબ્ધ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રમત-ગમતના મેદાનોમાં પોતાનું કૌવત બતાવવાનો અવસર પ્રાપ્ત થાય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓલમ્પિક કક્ષાની રમતોમાં ભાગ લે એવી આશા સાથે આ વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવેલ છે.

આ નિર્ણયથી રમતપ્રેમી વિદ્યાર્થીઓના જુસ્સામાં વધારો થશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ ઉજાગર કરશે.

તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ એ રાષ્ટ્રીય કક્ષા એ “ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી” રમતોમાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી સીલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

નાર્ગાજુનના ઉપન્યાસમાં વ્યકત લોક સંસ્કૃતિ વિષયે ‘પીએચડી’ થયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હિન્દી ભવનના વિદ્યાર્થીની વૈભવી નીતિનકુમાર મહેતા એ પીએચ.ડી. માર્ગદર્શકશ્રી ડો. કમલેશભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ નાગાજુન કે ઉપન્ગયાસો મે વ્યકત લોક-સંસ્કૃતિ વિષય પર મહાશોધ નિબંધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂ કરેલ હતો.

આ મહાશોધ નિબંધને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્વીકારી અને વૈભવી નીતિનકુમાર મહેતાને હિન્દી વિષયમાં *પીએચ.ડી. ની પદવી* એનાયત કરવામાં આવેલ છે.

વૈભવી નીતિનકુમાર વ્યાસને પીએચ.ડી. મહાશોધ નિબંધ તૈયાર કરવામાં હિન્દી ભવનના અધ્યક્ષ પ્રો. બી.કે. કલાસવા , પીએચ.ડી. માર્ગદર્શક ડો. કમલેશભાઈ દેસાઈ, ડો. એન.ટી. ગામીત, ડો. શૈલેશભાઈ મહેતાનું માર્ગદર્શન મળેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.