Abtak Media Google News

ચાર કિલો અખાદ્ય ખોરાકનો નાશ ત્રણ પેઢીઓને લાઇસન્સ સંદર્ભે નોટિસ

વન વીક, વન રોડ અંતર્ગત આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના હનુમાન મઢી ચોકથી રૈયા ચોકડી સુધીના વિસ્તારમાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ખાણીપીણીની અલગ-અલગ 31 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 4 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરી ત્રણ પેઢીઓને ફુડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી છે. હરભોલે ડેરી ફાર્મમાંથી લૂઝ ફ્રૂટ્સ શ્રીખંડનો નમૂનો લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત કોઠારીયા મેઇન રોડ પર હુડકો ક્વાર્ટરમાં સુંધાગ ડેરીમાંથી લૂઝ કેશર શ્રીખંડ, કનેરીયા ઓઇલ મીલની બાજુમાં કૃપાનિધી સ્વિટમાંથી લૂઝ ફ્રૂટ્સ શ્રીખંડ અને સીદુરીયા શોપિંગ સેન્ટરમાં આવેલી શ્રી નીલકંઠ ડેરી ફાર્મમાંથી લૂઝ મેંગો શ્રીખંડના નમૂના લઇ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યા છે. બે દિવસ પૂર્વે કાલાવડ રોડ પર પ્રેમ મંદિર હોર્ક્સ ઝોનમાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

જેમાં 26 સ્થળે ચેકીંગ દરમિયાન 25 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરી સાત પેઢીને નોટિસ ફટકારવામાં આવી હતી. મારૂતિ નગર મેઇન રોડ અને કોઠારીયા રોડ પર અલગ-અલગ 18 દુકાનોમાં ચેકીંગ દરમિયાન 14 કિલો વાસી ખોરાકનો નાશ કરી 9 પેઢીને નોટિસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.