લગ્નની લાલચ આપી તરૂણીનું અપહરણ કરી નરાધમે હવસનો શિકાર બનાવી: બેની ધરપકડ

શાપરમાં  13 વર્ષની કિશોરીનું રિક્ષામાં અપહરણ કરી મિત્ર સાથે રૂમની વ્યવસ્થા કરી આચર્યું દુષ્કર્મ

અબતક,રાજકોટ

શાપરમાં રહેતી 13 વર્ષની તરુણીનું રાજકોટમાં ગોકુલધામ વિસ્તારમાં રહેતા શખ્સ લગ્નની લાલચ આપી સગીરાને ફસાવી તેનું અપહરણ કરી બે દિવસ સુધી રૂમમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીને રૂમની વ્યવસ્થા તેના મિત્રએ કરી આપી હતી. આ બનાવની જાણ કિશોરીના પરિવારજનોને થતા તેને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખસોની ધરપકડ કરી છે.

મહિલા પોલીસે આ અંગે ભોગ બનનાર 13 વર્ષની તરૂણીની માતાની ફરીયાદ પરથી આકાશ દંતાણી (રહે, ગોકુલધામ આવાસ કવાર્ટર) અને તેના મિત્ર જયપાલ ચનીયારાની સામે અપહરણ, દુષ્કર્મ, પોકસો અને એટ્રોસીટી સહીતની કલમ હેઠળ ગુનો દાખલ કરી બને આરોપીને સકંજામાં લઈ પુછપરછ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, ભોગ બનનાર કિશોરી ગઈ તા.24માં ગોંડલ ચોકડીએ હતી ત્યારે આરોપી આકાશે તેને રિક્ષામાં બેસાડી અપહરણ કર્યા બાદ તેના મિત્ર આરોપી જયપાલને બોલાવી રૂમની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. આથી તેણે રૂમની વ્યવસ્થા કરતા આરોપી આકાશે તરૂણીને ત્યાં લઈ જઈ દુષ્કર્મ આચર્યનું હતું.જે બનાવની જાણ કિશોરીના પરિવારજનોને થતા તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.