Abtak Media Google News

કિસાન મોરચા પ્રમુખ તથા જિલ્લા સંઘ ના કારોબારી સભ્ય વિજયભાઈ કોરાટે  જણાવ્યું કે ગુજરાત ૫ વર્ષના સરાસરી ૯.૫% ના કુલ વિકાસ દર થી પ્રગતિ કરે છે તેમાં ખેતી વિકાસ નો ફાળો ૧૦% થી ૧૪ % ના દરે છે.કારણ કે  સરકાર બજેટ માં અનેક વિધ જોગવાઈ કરી ખેતી ને પ્રોત્સાહિત કરે છે. કૃષિ ક્ષેત્ર માટે વિવિધ ફાળવણી આ પ્રમાણે છે.

આ બજેટ માં ૦ વ્યાજ થી કિસાનોને લોન મળવાની જોગવાઈ છે.જે માટે ૫૦૦  કરોડ, સૌની યોજના ફેસ ૨ માટે ૨૬૧૬ કરોડ, સિંચાઈ ક્ષેત્ર નર્મદા ડેમ પ્રોજેકટ ૬૯૪૫ કરોડ ફાળવ્યા છે, ૬૧૭૪ ગામો દુષ્કાળ ગ્રસ્ત  જેમાં૧૬.૨૭ લાખ ખેડૂત ને સહાય માટે ૧૫૫૭ કરોડ રકમચૂકવાઈ. વધુ ૨૨૬૫ કરોડ ની વધુ જોગવાઈ.

ઉપરાંત આ વિસ્તાર માં ૨ રૂ.પ્રતિ કિલોગ્રામ થી સૂકું ઘાસ વિતરણ, ૩૧૯ કરોડ પાણી નો સંગ્રહ વધારવાના કામો માટે, પશુ પાલકો માટે ૩૦૦ કરોડ . દૂધ પાવડર નિકાસ માં સબસીડી, ૧.૬૨ લાખ પશુ માટે ૩૫ રૂ.પ્રતિ પશુ પ્રમાણે ૪૦ કરોડ સહાય થઈ  છે તે હજુ ચાલુ રહેશે, ઉત્પાદન ઝડપી મુખ્ય મથકોએ પહોંચે તે માટે ગ્રામ સડક યોજના માં ૨૦૦૦ કરોડ, ગુજરાત માં પ્રથમ અને ભારત માં બીજો  ખારા પાણી માંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ ૭૫૦ કરોડ ખર્ચ થી જોડિયા માં થશેઉપરાંત બીજા ૭ પ્લાન્ટ માટે મોજણી કામ ચાલુ છે, હાલોલ માં ઓર્ગેનિક યુનિવર્સીટી ની સ્થાપના થશે, વન ટાઈમ માફી યોજના તળે ૬.૭૪ ખેડૂતો ને લાભ મળશે, ૨૨૭૫ કરોડ ડીપ સીસી લાઈન માટે,  કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર ની કિસાનો ને રોકડ સહાય ઉપલબ્ધ થતા કિસાનો ની રોકડ  જરૂરિયાત માં મોટી રાહત થશે, બાગાયત ઉત્પાદન ૨૪૩ ગ્રામ પ્રતિ દિન હતી તે આ વર્ષે ૫૬૪ ગ્રામ પ્રતિ દિન થઈ છે.જેમાં ગુજરાત પ્રથમ છે. ૨૦૨૨ સુધીમાં કૃષિ ઉત્પાદન ડબલ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.