Abtak Media Google News

રાજકોટ જિલ્લ્લામાં તેમજ શહેરમાં શાળા, કોલેજો, યુનિવર્સિટી વગેરે સ્થળોએ યોગ શિબિર યોજાશે

સમગ્ર ગુજરાતમાં 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સુચારૂ આયોજન નિમિત્તે એક વીડિયો કોન્ફરન્સ ગાંધીનગરથી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને રાજ્યભરના જિલ્લા કલેક્ટર ીઓ, મ્યુ.કમિશ્નર ઓ સાથે યોજાઈ હતી. આ કોન્ફરન્સનું સંચાલન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવ  અશ્વિનીકુમારે કર્યું હતું. આ વિડિઓ કોન્ફરન્સમાં રાજકોટથી જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તેમજ ડે. મ્યુ કમિશ્નર  આશીષકુમાર જોડાયા હતા.

ગૃહ રાજ્યમંત્રી  હર્ષભાઇ સંઘવીએ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવા સંગઠનો, વિદ્યાર્થીઓ તથા જાહેર જનતા વધુને વધુ યોગ શિબિરમાં ભાગ લે તેવી સૂચના ઉચ્ચ અધિકારી ઓને આપી હતી. મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, દરેક ગામડાં- શહેર – નગર, શાળા – કોલેજો – યુનિવર્સિટી ખાતે યોગ શિબિર યોજવાની રહેશે. આ  ઉજવણીમાં સરકારના આયુષ, આરોગ્ય, પોલીસ સહિતના વિવિધ વિભાગોએ પણ સુચારુ રીતે અમલીકરણ કરવાનું રહેશે. યોગ શિબિરની જિલ્લા કક્ષાએ કલેકટર , શહેર કક્ષાએ મ્યુનિસિપલ કમિશનર ને, તાલુકા કક્ષાએ મામલતદારને જવાબદારી સોંપાઈ હતી.

રાજકોટ જિલ્લામાં તેમજ શહેરમાં પણ (રેસકોર્ષ મેદાન, રણછોડદારસ બાપુના આશ્રમ, નાના મૌવા રોડ, શાસ્ત્રી મેદાન, શાળા, કોલેજો, યુનિવર્સિટી વગેરે સ્થળોએ) ખાતે પણ યોગ શિબિર યોજાશે.રાજકોટ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સુચારૂ આયોજન માટે સંબંધિત અધિકારીઓ સાથેની બેઠક કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ તા.14 ના સાંજે પ કલાકે કલેકટર કચેરી ખાતે યોજશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.