Abtak Media Google News

રાજકોટમાં 10 થી વધુ બ્લડબેન્કમાં વર્ષે 3 લાખથી વધુ લોકો રક્તદાન કરે છે

વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા વર્ષ 2022ની થીમ ’લોહી આપો અને વિશ્વને ધબકતું રાખો’ એવી રાખવામાં આવી છે. સમાજમાં આ બાબતને લઈને જાગૃતતા કેળવવાનાં હેતુથી અને ’પોતે બચી ગયા છીએ તો અન્યોને પણ બચાવીએ’ એવા હેતુથી દર વર્ષે 14 જૂનના દિવસે “વિશ્ર્વ રક્તદાન દિવસ” ઉજવવામાં આવે છે.

Advertisement

રાજકોટના પૂર્વ સાંસદ  અને ડો. વલ્લભભાઈ કથીરિયા જણાવે છે કે, મેં 1972માં કોલેજમાં એડમિશન લીધું ત્યારે પ્રથમ વખત રક્તદાન કર્યૂં હતું ત્યારથી લઈને આજ સુધીમાં મેં 130 વખત રક્તદાન કર્યું છે. અને રક્તદાન કરતો રહીશ. લોહી આપવાથી નુકસાન નથી થતું એટલે રક્તદાન કરવામાં કોઈ વાંધો નથી. આજની સશક્ત અને દેશને નવી રાહ ચિંધનાર યુવાપેઢીએ જન્મદિવસ, લગ્નની તિથિ, વડિલોની પૂણ્યતિથિ કે કોઈ ધાર્મિક તહેવારોની ઉજવણી કે અન્ય કોઈ પ્રસંગોએ રક્તદાન કરીને અન્ય લોકોને મદદરૂપ થવું જોઈએ.

રાજકોટ શહેરમાં અંદાજિત 10 જેટલી બ્લડબેંક છે. જેમાં સરેરાશ 100 જેટલા લોકો દરરોજ રકતદાન કરતા હોય એ મુજબ પ્રતિવર્ષ અંદાજિત 3 લાખથી વધુ લોકો રક્તદાનની પ્રવૃતિ સાથે જોડાયેલા છે. આમ જોઈએ તો ડો. વલ્લભભાઈ કથીરિયા,  સાગરભાઈ જેવા અનેક રક્તદાતાઓના લીધે અગણિત લોકોની મહામુલી જીંદગી બચી શકી છે, સલામ છે આવા રકતદાતાઓને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.