સાવરકુંડલા-રાજુલા હાઇવે પર સિંહે પશુના ટોળા પર હુમલો કર્યોનો વિડિયો વાયરલ

ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઈ 

 

અબતક, ચેતન ગઢીયા

રાજુલા

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સાવરકુંડલા – રાજુલા હાઇવે પર આવેલા જાબાળ ગામે બસ સ્ટેશન પાસે રાત્રીના સમયે એક સી સી ટીવી કેમેરામા સિંહે માલ પશુ ઢોર ના ટોળા પર હુમલો કરી મારણ કર્યુ તેવા દ્ર્શ્યો નો વિડીઓ સી સી ટીવી કેમેરા મા રેકોર્ડ થઈ ગયો હતો અને વાઈરલ  થયો છે સી સી ટીવી પર ના ફુટેજમા સિંહે માલ ઢોરના ટોળા પર હૂમલો કરી એક ઢોરનુ મારણ કર્યુ તેવા દ્ર્શ્યોનો વિડીઓ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે માલ ઢોર બીકના માર્યા આમ તેમ જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે

રાજુલા જાફરાબાદ ખાંભા સાવરકુંડલા પંથકમાં અવાર નવાર આવા બનાવો બનતા રહે છે અને લોકોના માલ ઢોર નુ મારણ કરતા હોય છે ત્યારે વન વિભાગ આ અંગે પુરતું ધ્યાન આપવુ જોઈએ અને લોકોના કીમતી પશુધન ની સલામતી માટે કાળજી રાખવી જોઈએ અને મારણ કરી મોત થયા હોય તેવા પશુ ધન નુ યોગ્ય વળતર પણ જેમ બને તેમ જલદી આપવુ જોઈએ