ચૂડાના મોજીદડ ગામે મહિલા આગેવાનના મકાનમાં વિજીલન્સનો જુગારનો દરોડો

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દસ શકુનીઓને રૂ. 9.54 લાખના મુદામાલ સાથે દબોચ્યા

તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખના ઘરે વિજીલન્સની ટીમ ત્રાટકતા રાજકિય અને પોલીસ બેડામાં ખળભળાટ

ચુડા તાલુકાના મોજીડદ ગામે ચુડા તા.પંચાયતના ઉપપ્રમુખ વર્ષાબા જાદવના ઘરમાં બાતમીના આધારે વિજીલન્સ ટીમનો દરોડો પાડતાં રોકડ રકમ રૂ. 1,62,000, મોબાઈલ.નંગ – 10 કિ.રૂ .41000,ફોર વ્હીલ 2 કિ.રૂ. 7,50,000, પ્લાસ્ટિક ખુરશી તેમજ ટેબલ પંખો કિ.રૂ.1100 મળી કુલ મુદામાલ રૂ. 9,54,150 ના મુદ્દામાલ સાથે મહિલા ઉપપ્રમુખના પતિ લગધીર ઉફ લાખા દેવુભાઈ જાદવ રહે. મોજીડદ, યુવરાજ ઉફ ટીકા મનુભાઈ સોલંકી.રહે જોબાળા, કરશન અરશીભાઈ વસોયા રહે.નાગનેશ,શાહબુદીન કરીમભાઈ દેસાઈ. રહે.રાણપુર ,હેમુ પુનાભાઈ રોજાસરા. રહે. બોટાદ, દેવેન્દ્ર સુરેશભાઈ પરમાર. રહે. ચુડા, વના વિભાભાઈ ગાંગડીયા. રહે. વાગડ, જયશુખ ભગવાનભાઈ પટેલ. રહે. નાગનેશ, અજીત નાગરભાઈ પરાલીયા. રહે. અણીયારી, યુનુશ ઉમરભાઈ દેસાઈ. રહે. રાણપુર, સહિતને વિજીલન્સ ટીમે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ચૂડા તાલુકાના મોજીડદ ગામે ભાજપના કાર્યકર અને ચુડા તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખના પતિ લગધીર ઉર્ફે લાખા દેવુભાઇ જાદવ રાજકીય હોદ્દાનો ઉપયોગ કરીને પોતાના જ ઘરમાં ટેબલ ખુરશી, પંખા સહિતની સુવિધાઓ સાથે જુગારધામ ચલાવતો હતો. છેલ્લા ઘણા સમયથી ધમધમતા જુગારધામમાં સુરેન્દ્રનગર,બોટાદ સહિતના જિલ્લામાંથી શકુનિઓ જુગાર રમવા આવતા હોવાની ચર્ચાઓ જોર પકડયું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ તંત્રના રાજમાં ખુલ્લેઆમ જિલ્લામાં ગુનાખોરીનો આંક તેમજ જિલ્લામાં કાર્બોસેલ રેતી અને જુગારની ખાનગી ક્લબો છેલ્લા બે માસથી શરૂ થઈ ગઈ છે ત્યારે શું સુરેન્દ્રનગર પોલીસ અજાણ હોઇ શકે ખરી ત્યારે હાલમાં વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં રાજકીય લોકો પણ આવા અવળા ધંધા કરતા હોવાનું હાલમાં બહાર આવ્યું છે ત્યારે હાલમાં જ જાહેર જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે કે આમાં પોલીસ તંત્ર નો સપોર્ટ હોય તો જ આવી મોટી કલાક ચાલુ થઈ શકે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને ભારે માઝા મૂકી છે ત્યારે હાલમાં જાણવા મળી રહેલ વધુ વિગતો અનુસાર માં સુરેન્દ્રનગર શહેરમાં પણ ગામડાઓના ખેતરોમાં મોટા પાયે જુગારની કલબ ચાલતી હોવાનું હાલમાં લોકોમાં ચર્ચાઇ રહ્યું છે

થાનમાં પણ જુગાર ચાલુ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. થાન તાલુકા માં અનેક પ્રકારની અનેક ફરિયાદો દિન-પ્રતિદિન ઊઠે છે ત્યારે હજુ તાજેતરમાં જ ત્યાં આપી આપીને એલસીબી અને થાન પીઆઇ નો ચાર્જ તેમની પાસે હતો ત્યારે અનેક આવી ચર્ચા ની વિગતો બહાર આવતા તેમની પાસેથી થાન પીઆઇ નો ચાર્જ લઇ અને ત્યાં નવા પીઆઇની બદલી કરવામાં આવી ત્યારે હાલમાં વધુમાં જાણવા મળતી હાલમાં ચુડામાં દરોડા પડ્યા છે જુગારના ત્યારે આ લાઈન ના અનુભવી વ્યક્તિઓ જણાવતા હતા કે થાનમાં પણ જુગાર ચાલુ થઇ ગયો છે અને છેલ્લા કેટલાક દિવસોથી જ્યાં વરલી મટકા અને પત્તા પ્રેમીઓનો જુગાર રમાઈ રહ્યો હોવાની હાલમાં જાણકાર વર્તુળો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં વિજિલન્સ થાનમાં તપાસ કરે તો ત્યાં પણ જુગારના અડ્ડાઓ ચાલુ થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે થાનમાં કાર્બોસેલ નો વહીવટ ના કાળા કરતૂતો પણ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે જ્યારે અનેક શાખાના અને માંધાતા પોલીસ દ્વારા વહીવટી કરવામાં આવી રહ્યા છે ત્યારે વિજિલન્સ તેની પણ તપાસ કરી.અને કેટલા ખાડા કાયદેસર છે અને કેટલા બિનકાયદેસર છે જેની તપાસ હાથ ધરવામાં આવે તો અને ખાખી ને કાળો દાગ લાવી શકે છે