Abtak Media Google News

શાપર, જેતપૂર, ગોંડલ અને જસદણમાં દરોડા: રોકડ, મોબાઈલ અને કાર મળી રૂ.4 લાખનો મુદામાલ કબ્જે

શ્રાવણીયા જુગારની મોસમ પૂર બહાર ખીલી છે. રાજકોટ જિલ્લામાં જેતપૂર, જસદણ, શાપર અને ગોંડલ પોલીસે દરોડા પાડી જુગટુ ખેલતા 28 શકુનીને ઝડપી લઈ રોકડ, આઠ મોબાઈલ અને કાર મળી રૂ.4.85 લાખનો મુદામાલ કબ્જે કર્યા છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ-જુગારનો કડક અમલ કરવા એસ.પી. બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે શાપર પોલીસ મથકના પી.એસ.આઈ. કુલદીપસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે લોધીકા તાલુકાના ઢોલરા ગામે રહેતા રોહીત છગન ભુવાનો શાપર-વેરાવળ ખાતે એક્ષલન્ટ એન્જીનીયરીંગ નામના શેડમાં જુગાર રમાતો હોવાની કોન્સ્ટેબલ રોહીતભાઈ બકોત્રાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો દરમિયાન જુગાર રમતા રોહીત છગન ભુવા, રમેશ રવજી ગજેરા, વિજય પરષોતમ સારીખડા, ભગવાનજી વિઠ્ઠલ આરદેશળા, વલ્લભ ચકા, ગાંગળડયા, જસ્મીનમણી કણસાગરા, મયુર દિનુ કછોડ અને દિલીપ ધીરૂ વેકરીયાની ધરકકડ કરી રોકડ 45000, આઠ મોબાઈલ અને કાર મળી રૂ.4 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

જેતપૂર તાલુકાના હરીપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે વિરપૂર પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી દિનેશ ભુપત રાઠોડ, ચંદુ મંગા ભોળાતરા, ધવલ રમેશ ગુજરાતી, હિતેષ પાંચા સોલંકી અને અનીલ મહેશ સોલંકીની ધરપકડ કરી રૂ. 16880ના મુદામાલ કબ્જે કર્યો છે.

જયારે જસદણના નાની લાખાવડ ગામે ભાવેશ ગાંડુ સાપરાના મકાનમાં જુગાર રમાતા ભાવેશ સાપરા, નવનીત દાહ ખચીયા, પ્રકાશ દાહા મેર, રાજેશ રમેશ મેર, સંજય લઘુ રાઠોડ, છગન હરી રોજાસરા અને મહેશ છગન રોજાસરાની ધરપકડ કરી જુગારના પટમાંથી રૂ.12750નો મુદામાલ કબ્જે કર્યો છે.

આ ઉપરાંત ગોંડલ હાઈવે પર આવેલા નવા યાર્ડ પાસે જુગાર રમાતો હોવાની સીટી પોલીસ મથકના કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા રમણીક કાંતી રાજયગુરૂ, હનીફ સુલેમાન શેખા, ઈકબાલ કાસમ ખલીફા, રમેશ મોહન મીઠાપરા, ઈકબાલ દાઉદ કટારીયા, જગદીશ નથુ શાપરા, ખમીશ ઓસમાણ ધીંગરા, રીયાઝ રજાક કાદરી, જયંતિ ગોકળ પરમાર અને હરી બધા રાઠોડની ધરપકડ કરી રોકડ 10000નો મુદામાલ કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.