Abtak Media Google News

સૌરાષ્ટ્રે ટોસ જીતી પ0 ઓવરમાં પ વિકેટના ભાગે ર84 રન કર્યા હતા

નવી દિલ્હીના પાલમ એરફોર્સ કોમ્પ્લેક્ષ મેદાન ખાતે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટ 2020-21 કવાર્ટર ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર સામે મુંબઇનેા 9 વિકેટે વિજય થયો હતો.સૌરાષ્ટ્રે ટોસ જીતી સૌરાષ્ટ્રે પ0 ઓવરમાં પ વિકેટના ભાગે ર84 રન કર્યા હતા સમર્થ વ્યાસે 71 દડામાં 7 ચોકકા અને 4 છગ્ગા સાથે નોટઆઉટ 90 રન કર્યા હતા. ચિરાગ જાનીએ 38 દડામાં પ ચોકકા અને એક છગ્ગા સાથે નોટ આઉટ પ3 રન કર્યા હતા. વિશ્ર્વરાજસિંહ જાડેજાએ 69 દડામાં 4 ચોકકા અને એક છગ્ગા સાથે 53 રન કર્યા હતા. શમ્સ મુલાણીએ બે વિકેટ લીધી હતી. શિવમ દૂબે, તનુષ તથા પ્રશાંત સોલંકીએ એક એક વિકેટ લીધી હતી.285 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી મુંબઇ ટીમે 41.5 ઓવરમાં 1 વિકેટના ભોગે લક્ષ્યાંક પાર કરી મેચ જીતી લીધો હતો. પાર્થિવ શોએ 1ર3 દડામાં ર1 ચોકકા અને 7 છગ્ગા સાથે નોટઆઉટ 185 રન કર્યા હતા.

યશસ્વી જયસ્વાલે 104 દડામાં 10 ચોકકા અને એક છગ્ગા સાથે 75 રન કર્યા હતા. મુંબઇ ટીમનો 9 વિકેટે વિજય થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.