Abtak Media Google News

અબતક,રાજકોટ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત ઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર 19 ક્રિકેટ ટુર્નામેન્ટનાં ફાઈનલ મેચમાં રાજકોટ ડિસ્ટ્રીકટ ટીમે રાજકોટ રૂરલને 41 રન પરાજય આપી ચેમ્પિયનશીપ હાંસલ કરી લીધી છે.

ફાઈનલમાં રાજકોટ ડિસ્ટ્રીકટ ટીમ એના સુકાનીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સમર ગજજરે 117 બોલમાં 18 ચોગ્ગા અને પાંચ સિકસરની મદદથી 159 રન ફટકાર્યા હતા. જયારે સુકાની હર્ષ વર્ધન રાણાના 132 બોલમાં 12 ચોગ્ગાની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં 3 વિકેટનાં ભોગે 335 રનનો તોતીંગ જુમલો ખડકયો હતો 336 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી.

ફાઈનલમાં રાજકોટ ડિસ્ટ્રીકટ ટીમ-એ તરફથી સમર ગજજર અને હર્ષ વર્ધન રાણાએ ફટકારી સદી

રાજકોટ રૂરલની ટીમે પણ બરાબરની ટકકર આપી હતી. ભાગ્યરાજસિંહ ચુડાસમાનાં 105 રનના સહારે 294 રન ખડકયા હતા જોકે પુરી ટીમ 48.4 ઓવરમાં ઓલ આઉટ થઈ જતા રાજકોટ ડિસ્ટ્રીકટ ટીમએ ઈન્ટર ડિસ્ટ્રીકટ અંડર 19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પીયન બની હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.