Abtak Media Google News

વિજય એટલે, વિકાસ અને વિશ્વાસ થકી જનતામાં યશ પ્રાપ્ત કરનાર રાજપુરૂષ

ભાજપના અગ્રણી, પક્ષના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ-ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ ધ્રુવે ૬૩મા જન્મદિન નિમિતે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને શુભકામનાઓ પાઠવતાંની સાથે તેમનો આછેરો પરિચય આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે, છેલ્લાં બે વર્ષથી ગુજરાતનું મુખ્યમંત્રીપદ શોભાવી રહેલા શ્રી વિજયભાઈ રમણીકલાલ રૂપાણીનો જન્મ બીજી ઓગષ્ટ ૧૯૫૬ના રોજ બર્માનાં રંગૂન શહેરમાં થયો હતો. તેમનો ઉછેર જૈન પરિવાર અને ભારતીય પરંપરામાં થયો હોવાથી વિનમ્રતા, ભાઈચારો, જીવદયા, સાદગી, શાંતિ, સદ્દભાવ, સમર્પણ જેવા ગુણો તો તેમણે ગળથૂથીમાં જ મળ્યા હતાં. પિતાશ્રી રમણિકલાલભાઈ રૂપાણી પણ આરએસએસ સાથે જોડાયેલા હતા.

Advertisement

મુખ્યમંત્રીપદનો તાજ પહેરતાની સાથે જ વિજયભાઈએ ગુજરાતને ફરી વિકાસની દિશામાં દોડતું કર્યું. ગૌહત્યા વિરોધી કાયદો હોય કે, દારૂબંધીનાં કાયદાનું કડક પાલન હોય ફાસ્ટ-ટ્રેક મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ ઝડપી અને મક્કમ નિર્ણયો લીધા. મોટાભાગની પ્રક્રિયાઓ ઓનલાઈન લાવ્યા. પ્રજાનાં પ્રશ્નો સમજીને અનેક લોકકલ્યાણકારી યોજનાઓ જાહેર કરી તેનો તાત્કાલિક અમલ કરાવ્યો. સમગ્ર રાજ્યની પ્રજા માટે સંવેદનશીલતાનો સાગર છલકાવનાર મુખ્યમંત્રીએ રાજકોટ કા બેટા, ગુજરાત કા નેતાનું બિરુદ મેળવી રાજકોટનું નામ રોશન કર્યું છે. રાજકોટ પર પણ વિજયભાઈએ વહાલનો વરસાદ વરસાવ્યો છે.

નવું રેસકોર્ષ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નવું બસપોર્ટ, આજીમાં પાણી, સિવિલ હોસ્પિટલનું નવિનીકરણ, ઓવરબ્રીજ, અટલ સરોવર વગેરે. નરેન્દ્રભાઈ મોદીનાં નક્શે કદમ ચાલીને વિજયભાઈ રૂપાણીએ પોતાનાં પક્ષ અને પ્રજા પ્રત્યેનાં પ્રેમને વફાદારીપૂર્વક સાબિત કરતા તમામ જવાબદારીઓ પારદર્શકતાથી પ્રસંશનીયરૂપે અદા કરી છે. વિજયભાઈ વિકાસ અને વિશ્વાસનો પર્યાય બન્યા છે. વિજયભાઈની આગેવાનીમાં ભારતીય જનતા પક્ષની સરકારમાં ગુજરાત વિકાસની તમામ ક્ષિતિજો પાર કરી વિકસિત ગુજરાત બનવા તરફ દોટ મૂકી રહ્યું છે. જુગ જુગ જીવો વિજયભાઈ!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.