વિજયભાઇ રૂપાણી અને વજુભાઇ વાળાને પ્રથમ હરોળમાં સ્થાન

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલને વડાપ્રધાનની બાજુમાં બેસાડાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે જસદણના આટકોટ ખાતે શ્રી કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે પધાર્યા છે સ્ટેજ પર વડાપ્રધાનની સાથે પ્રથમ હરોળમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાને સ્થાન આપવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલને વડાપ્રધાનની આજુબાજુ માં સ્થાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રથમ હરોળમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, પુરૂષોતમભાઇ રૂપાલા, કેન્દ્રીય રાજયમંત્રી ડો. મહેન્દ્રભાઇ મુંજપરા, રાજય સરકારના પ્રવકતામ અને કેબિનેટ મંત્રી જીતુભાઇ વાધાણી, રાજયમંત્રી ઋષિકેશભાઇ પટેલને સ્થાન આપવામાં આવ્યું હતું.

સ્ટેજ પર વડાપ્રધાન સાથે બીજી હરોળમાં કે.ડી. પરવાડીયા હોસ્5િટલના ટ્રસ્ટી અને પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો. ભરત બોધરા ઉપરાંત રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, જામનગરના સાંસદ પુનમબેન માડમ, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા, કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક અને રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયા ને સ્થાન આપવામાં આવ્યું હતું.