Abtak Media Google News

આજ રોજ ભારતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજ રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત સહકારથી સમૃદ્ધિ કાર્યકર્મમાં હાજરી આપી હતી અને નવા લીક્વીડ નેનો યુરીયા ખાતર પ્લાન્ટનું ઉદ્ધાટન કરેલ

Screenshot 10 15

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહનું સંબોધન આ કાર્યકર્મમાં ખાસ ઉપસ્થિત રહીને પોતાના મંતવ્યમાં નીચે મુજબની વયક્ત્વ આપેલ હતું

આજે 2 કાર્યક્રમ એક સાથે થઈ રહ્યા છે

એક કાર્યક્રમ સહકારી આગેવાનોની હાજરીમાં થઈ રહ્યો છે

ઈફકોના નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ અને શરૂઆત થઈ

સહકાર ક્ષેત્રે ગુજરાત મોડલ સફળ
Screenshot 8 16

પેક્સ થી ઍપેક્ષ સુધી ચાલતી સહકારી વ્યવસ્થા ગુજરાતમાં છે

સહકારી આંદોલનની શરૂઆત સરદાર પટેલ, મોરારજી દેસાઈ એ કરી હતી
સરદાર પટેલ અને ત્રિભુવનદાસ પટેલનું સહકારી બીજ આજે વટ વૃક્ષ બન્યું છે

હું નાની ઉમ્મરે સહકાર ક્ષેત્રમાં આવ્યો

નરેન્દ્ર મોદીએ સહકારી ક્ષેત્રની વર્ષો જૂની માંગ પુરી કરી અને સહકાર મંત્રાલય બનાવ્યું
આ મંત્રાલય આવનારા 100 વર્ષ સુધી સહકારી ક્ષેત્રમાં પ્રાણ ફૂંકશે
સહકારી સુગર મિલોની વ્યવસ્થામાં સુધાર કર્યો

સહકારી ક્ષેત્રની પર લાગતો સરચાર્જ 12 % માંથી ઘટાડી 7% કર્યો

સહકારી ક્ષેત્ર પરનો વેટ ઘટાડીને 18.5% માંથી 15% કર્યો
Screenshot 7 22

ક્રેડિટ ગેરેન્ટી ફંડની બધી યોજનાઓ સહકારી બેંકો મારફતે લાગુ થશે

હજુ ઘણા નિર્ણયો પાઇપલાઇન માં છે

સહકારી ક્ષેત્રની ડેટા બેંક આજ સુધી નહોતી, હવે એ તૈયાર કરી રહ્યા છીએ

ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનો માટે આજે કોઈ વ્યવસ્થા નથી

અમુલ આ માટે પહેલી લેબોરેટરી ગાંધીનગર સ્થિત પ્લાન્ટમાં બનાવશે

જેનો સીધો લાભ ખેડૂતોને મળશે
સહકારી ક્ષેત્રની ભરતી પ્રક્રિયામાં પણ બદલાવ આવશે

5 ટ્રીલિયન ડોલર અર્થતંત્ર નું સ્વપ્ન સાકાર કરવામાં સહકાર વિભાગ મહત્વની ભૂમિકા ભજવશે

નેનો યુરિયાથી 100% ઉપજ વધારવામાં લાભ મળશે


ભારતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજ રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત સહકારથી સમૃદ્ધિ કાર્યકર્મમાં હાજરી આપી હતી નીચે મુજબનું વ્યક્તવ્ય આપેલ
Screenshot 4 34

 

ગુજરાતના 6 ગામોમાં સહકારી ક્ષેત્રની યોજનાઓ લાગુ થશે

આજે ખેડૂતો યુરિયા લેવા જાય છે એ સ્થિતિ અને હવે નવી સ્થિતિની કલ્પના કરો

યુરિયાની એક બોરીની તાકાત નેનો યુરિયાની અડધા લિટરની બોટલ બરાબર છે

કેટલો ખર્ચ ઘટી જશે અને નાના ખેડૂતોને કેટલો મોટો લાભ થશે

ક્લોલના આધુનિક પ્લાન્ટની કેપેસિટી 1.5 લાખ બોટલની છે

આવા 8 નવા પ્લાન્ટ દેશ ભરમાં બની રહ્યા છે

આનાથી વિદેશથી આવતા યુરિયા પરનું ભારણ ઘટશે

ભવિષ્યમાં બીજા નેનો ફર્ટિલાઈઝર બનશે તેવી આશા છે

ફર્ટિલાઈઝર નો ઉપયોગ કરતો ભારત સૌથી મોટો બીજો દેશ છે અને ઉત્પાદન કરતો ત્રીજો દેશ છે

યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફર્ટિલાઈઝરમાં ભાવ વધારા છતાં ખેડુતો પર મુશ્કેલી નથી આવવા દીધી

Screenshot 6 28

યુરિયાની એક બેગ 3500 રૂ ની પડે છે જે ખેડૂતોને ફક્ત 300 રૂ. માં આપીએ છીએ

3200 રૂ. થી વધુ સબસીડી સરકાર આપે છે

અમારી પહેલાની સરકારોને DAP પર ફક્ત 500 રૂ સબસીડી નો બોજ હતો

અમારી સરકારને DAP ની 50 કિલોની બેગ પર 2500 રૂ. સબસીડીનો બોજ છે

ગયા વર્ષે 1.60 લાખ કરોડની સબસીડી ફર્ટિલાઈઝર પર ખેડૂતોને આપી છે

આ વર્ષે આ સબસીડી 2 લાખ કરોડને પાર થશે.

ખેડૂતોના હિતમાં જે પણ જરૂરી છે તે કરીશું, કરીએ છીએ અને કરતા રહીશું

પણ આપણે 21 મી સદીમાં વિદેશો પર નિર્ભર રાખીએ છીએ એના પર વિચારવું પડશે

આ લાખો કરોડો વિદેશમાં કેમ જાય? એનો લાભ ખેડૂતોને ન થવો જોઈએ?

ગુજરાતનો ખેડૂત પ્રગતિશીલ છે

પ્રાકૃતિક ખેતી તરફ ગુજરાતના નાના ખેડૂતો વળ્યા છે, તેમને અભિનંદન આપું છું

આત્મનિર્ભરતામાં મુશ્કેલીઓનો અંત છે અને ગુજરાતના સહકારી ક્ષેત્ર એ આ જોયું છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.