નવરાત્રી મહોત્સવ અંતર્ગત અકિલા બેસ્ટ ઓફ બેસ્ટમાં વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિ

ખેલૈયાઓએ ‘બાઇ-બાઇ નવરાત્રી’માં મચાવી ‘ધૂમ’

નવરાત્રીને વિદાય કરવા અકિલા ટીમ દ્વારા ગુરૂવારની રાત્રે 150 ફુટ રીંગ રોડ પર સોનલ ગરબા મેદાનમાં અકિલા બેસ્ટ ઓફ બેસ્ટ પ્રિન્સ-પ્રિન્સેસ યોજાયેલ. ઝગમગતા ડ્રેસ, આંખો આંજતી રોશની અને આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે ખેલૈયાઓ મેદાનમાં આવી ગયા હતા. અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા અને અન્ય મહાનુભાવો પૂર્વ મેયર ધનસુખ ભંડેરી, મેયર પ્રદિપ ડવ, બિલ્ડર એસો.ના અગ્રણી પરેશ ગજેરા, નીતિન નથવાણી, ઉદ્યોગપતિ ભરતભાઇ વાંસજાળીયા, શિવશકિત ડેરીવાળા જગદીશ અકબરી, ડો. અનિલ દશાણી દ્વારા શ્રધ્ધાપૂર્વક માતાજીની આરતી કરવામાં આવેલ.

મોડી રાત સુધી મન મૂકીને રમવાની ખેલૈયાઓની ઇચ્છા અધૂરી રહેલ પણ આયોજનને બિરદાવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મૌલેશભાઇ ઉકાણી – બાન લેબ, કોર્પોરેશનના શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ, ભુપતભાઇ બસીયા, અશોકભાઇ પરસાણા, રાજુભાઇ પરસાણા, કિશોરભાઇ બાંભણીયા, નીલદીપભાઇ તળાવીયા, દિનેશભાઇ પરસાણા, દિપકભાઇ ખરેડી, દિપકસિંહ જાડેજા (ખરેડી), દેવાંગભાઇ માંકડ, જયેશભાઇ ઉપાધ્યાય, ડો.અમીતભાઇ હપાણી, ડો. બબીતાબેન હપાણી, ડો.વેકરીયા, સંજય અજુડીયા, વિજયભાઇ બોરીચા, બાલાભાઇ વાછાણી, અજીતભાઇ વાંક, ગોપાલ અનડકટ, પાર્થરાજસિંહ ગોહિલ – ડીસીપી, પી.આઇ. બી ટી ગોહિલ, કમલેશ મીરાણી, મહેશ રાજપૂત, વિભાસભાઇ શેઠ, અનિલભાઇ દેસાઇ, કમલેશભાઇ શાહ, મયુરભાઇ શાહ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને અકિલા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા અશોક બગથરીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, આશિષભાઇ વાગડીયા, ભુપતભાઇ બસીયા, મિલનભાઇ કોઠારી, જગદીશભાઇ પટેલ, જયેશભાઇ સોરઠીયા, દિપેન તન્ના, રોહિત પટેલ, પારસભાઇ રાઠોડ, જય ખારા, સુખદેવસિંહ ઝાલા, પારસ સંઘાણી, સુરૂભા જાડેજા, કિશન સખીયા, બાલાભાઇ વાજા, યોગેશ બગથરીયા, પ્રશાંત ગોંડલીયા, નિરવ વાઘેલા, ધવલ પરમાર અને સંદિપ બગથરીયાએ જહેમત ઉઠાવી હતી.