Abtak Media Google News
  1. મેષ (અ,લ,ઈ) :(શુભ રંગ : લાલ શુભ રત્ન :મૂંગા,રેડ કોરલ  , શુભ અંક : ૯)

વિક્રમ સવંત ૨૦૮૦  મેષ રાશિના જાતકો માટે મધ્યમ પરિણામ આપતું ગણી શકાય, વર્ષ દરમિયાન ગુરુ મહારાજ પહેલા અને બાદમાં બીજા સ્થાનમાંથી પસાર થાય છે  જ્યારે શનિ મહારાજ અગીયરમાં  સ્થાનેથી પસાર થાય છે. સારી બાબત એ છે કે આ વર્ષની અંદર પનોતીની નકારાત્મક અસર નથી, રાહુ મહારાજ  બારમે છે જે વર્ષ દરમિયાન કોર્ટ કચેરીની બાબતો અને કાયદાકીય બાબતો થી સાવધાન રહેવાનું સૂચવે છે બારમે રાહુ બંધનયોગ કર્તા બનતો હોય કોઈની જામીનગીરીમાં ના પડવા સલાહ છે. આ વર્ષમાં  મેષ રાશિના જાતકોને  પ્રગતિ નો અનુભવ થાય, જે નોકરી શોધતા હોય તેમને સારી તકો પ્રાપ્ત થાય વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે. શનિ મહારાજ આવકસ્થાનમાં થી પસાર થતા હોવાથી મહેનતનું સારું પરિણામ આપે. આ વર્ષે પ્રોપર્ટી અંગે મહત્વના નિર્ણયો ન લેવા સલાહ છે. પ્રણય માર્ગે પણ કડવા અનુભવ થાય, આ વર્ષમાં સંભાળવા જેવું ગણી શકાય. અંગત વ્યક્તિઓ સાથે વિવાદ ટાળવા,  વળી નોકરિયાત વર્ગે ઉપરી અધિકારીઓ સાથે જીભાજોડી ના કરવા સલાહ છે. આ ઉપરાંત કોર્ટ-કચેરી બાબતમાં સંભાળવું પડે. તમારી આવક નું આયોજન કરવું આ વર્ષે તમારા માટે જરૂરી રહેશે, આ ઉપરાંત  નાણા ઉછીના ન આપવા ખાસ સલાહ છે. આ વર્ષ દરમિયાન તમે એકંદરે ધીમી પ્રગતિ અનુભવી શકશો વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે વિદેશ જવા ઇચ્છતા મિત્રોએ પણ થોડી રાહ જોવી પડશે પણ જવાનું થઇ શકે છે મેષ રાશિ  માટે આ વર્ષ મધ્યમ ઉપરાંતનું ગણી શકાય.

  1. વૃષભ (બ,વ,ઉ) :(શુભ રંગ : ચળકતો સફેદ , શુભ રત્ન : ઓપલ, ડાયમંડ શુભ અંક : ૬)

વૃષભ રાશીના જાતકો માટે આ વર્ષ ઘણું સારું છે. આ વર્ષે ગુરુ બારમા અને પહેલા સ્થાન માંથી પસાર થઇ રહ્યા છે માટે આ વર્ષ તમને મેં મહિનાથી અનુકૂળ જોવા મળશે। ખાસ કરીને વિવાહયોગ્ય મિત્રો ને સારા યોગ બને છે, વળી આ ગુરુ તમામ રીતે  સારું  પરિણામ આપે  છે. તમે ઘરનું મકાન બનાવવા ઈચ્છતા હો તો આ વર્ષે તમારી આશા પૂર્ણ થઇ શકે છે, વળી પ્રોપર્ટી બાબતમાં તમે આ વર્ષે ભાગ્યશાળી રહેશો જો કે તમે હાલમાં પનોતીની અસરમાં નથી એ સારી બાબત છે પણ માનસિક પરિતાપ રહ્યા કરે આનંદ મળે તો પણ તમે તેની અનુભૂતિ ન કરી શકો. શનિ મહારાજ વધારે મહેનત એ ઓછું પરિણામ આપતા જોવા મળે મિત્રો સાથી સંગાથી ની મદદ મળી રહે. સારા સંબંધો બંધાય તમામ ભૌતિક સુખ પ્રાપ્ત થાય અને પરિવાર સાથે તમે આનંદ માણી શકો, જો કે તો પણ તમને ક્યાંક ને ક્યાંક કોઇ વસ્તુની કમી ખટક્યા કરે આ વર્ષે સુખી થવા માટે તમારે ભગવાન લક્ષ્મીનારાયણ અને  શિવની આરાધના કરવી જોઈએ જેથી લાભ થશે  અને તમે આનંદદાયક જીવન જીવી શકશો. નવી વસ્તુની ખરીદી પણ કરી શકશો ખાસ કરીને જમીન માંકન વાહન સુખ તમારે સારું રહેશે વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં સારું પરિણામ મળે.  વિવાહ માટે સમય સારો છે ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા  મિત્રો માટે પણ સમય શુભ ગણી શકાય.સ્ત્રી વર્ગ માટે આ વર્ષ ઉત્સાહજનક રહેશે. વિજ્ઞાનના ક્ષેત્રે રહેલા મિત્રોને પણ સારું રહેશે.

  1. મિથુન (ક,છ,ઘ) :(શુભ રંગ : લીલો , શુભ રત્ન : પન્ના, એમરાલ્ડ.   શુભ અંક : ૫ )

આ વર્ષ દરમિયાન શનિ મહારાજ તમારા નવમાં સ્થાન માંથી પસાર થઇ રહ્યા છે જેથી તમારું મન થોડું આધ્યાત્મિક  વલણ અપનાવતું જોવા મળે જો કે  પનોતીની  અસર ન હોવાથી તમે આગળ વધી શકશો. નોકરિયાત વર્ગ થોડી કાળજી રાખવી પડશે. સ્ત્રી વર્ગ માટે આ વર્ષ મધ્યમ પસાર થાય. દશમે રાહુ કેરીઅર અંગે દોડધામ રખાવે  ક્યારેક  કારણ વગરના પ્રશ્નો થતા જોવા મળે. શંકા-કુશંકા થયા કરે આ વર્ષ ગુરુ મહારાજ  અગિયારમા અને બારમા  સ્થાનમાં થી પસાર થતા હોવાથી બહુ આવક આપી ખર્ચ પણ કરાવશે વર્ષ ની શરૂઆતમાં કમાયેલા પૈસા મેં માસથી વાપરવાના આવશે. કાર્યક્ષેત્રે સંઘર્ષ થી સિદ્ધિ પ્રાપ્ત થશે તે સમજીને ચાલવું પડશે આ વર્ષમાં તમે બેસી રહેશો તો નહિ ચાલે.  વિવાહ યોગ્ય મિત્રો એ થોડી રાહ જોવી પડશે. વિદ્યાર્થી વર્ગે વધુ મહેનત કરવી પડશે. વિદેશ જવા  ઈચ્છતા  મિત્રોને સારું  જણાશે. સ્ત્રી વર્ગ માટે આ વર્ષ મધ્યમ રહે છે.

 

  1. કર્ક (ડ,હ) :(શુભ રંગ : ક્રીમ, સફેદ , શુભ રત્ન : મોતી , પર્લ    શુભ અંક : ૨ )

વિક્રમ સવંત ૨૦૮૦  તમારા માટે મધ્યમ ઉપરાંતનું ગણી શકાય વર્ષની શરૂઆતમાં રાહુ મહારાજ તમારા ભાગ્ય  સ્થાનમાંથી પસાર થઇ રહ્યા છે જેથી  નુકસાન કે હાનિ ના પ્રસંગો બનતા જોવા મળે માટે અગમચેતી વાપરીને કોઈ મોટા સાહસ આ વર્ષે ન કરવા સલાહ છે. ખાસ કરીને આ વર્ષે તમારે રાહુ અને શિવપૂજા કરીને રાહુના દોષનું શમન કરવું જોઈએ. શનિ મહારાજ  આઠમાં સ્થાનેથી પસાર થઇ રહ્યા છે જે નાની પનોતી આપે છે  તે ક્યારેક તબિયતના પ્રશ્નો ઊભા કરે છે, વળી સામાજિક અને કૌટુંબિક ક્ષેત્રે પણ તમારે કાળજી રાખવી પડે. દશમે અને અગિયારમે  થી પસાર થઈ રહેલા ગુરુ મહારાજ અને તમારા માટે સાનુકૂળ છે જે મિત્રો વિવાહ યોગ્ય છે તેમને સારી વાત આવી શકે છે  પ્રણય  માર્ગે પણ સારું રહેશે. વિદ્યાર્થી વર્ગને પણ અભ્યાસમાં સારી અનુકૂળતા છે ખાસ કરીને જે લોકો ઉચ્ચ અભ્યાસ કરવા માગે છે તેમને તથા સંશોધન ક્ષેત્રે રહેલા મિત્રોને પણ આ વર્ષ સારું રહેશે.  માર્કેટિંગ અને કલ્પના જગત સાથે જોડાયેલા લોકો કવિઓ લેખકો માટે પણ આ વર્ષ સારું રહેશે. સ્ત્રી વર્ગ માટે આ વર્ષ પરિવર્તનનું રહેશે. વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે આ વર્ષ સારું છે આર્થિક બાબતોમાં પ્રગતિ જોવા મળશે. પ્રોપર્ટી અંગે મધ્યમ રહેશે. જમીન મકાન વાહન સુખ સારું રહેશે.

  1. સિંહ (મ,ટ) :(શુભ રંગ : રાતો, નારંગી , શુભ રત્ન : માણેક, રુબી,   શુભ અંક : ૧  )

વર્ષની શરૂઆતથી  જ  તમે આઠમે રાહુ થી પીડાઈ રહ્યા છો, માનસિક વ્યગ્રતા રહે છે. રાહુ તમારા જીવનમાં અચાનક પરિવર્તન આપતા જોવા મળશે વળી ધનસ્થાનમાં કેતુ ધન બાબતે ક્યારેક અસંતોષ અપાવે અને કૌટુંબિક ચિંતા પણ રહે.તમારે હાલ શનિની પનોતી નથી જેથી તમે આ વર્ષે સારી પ્રગતિ કરી શકશો. સાતમે થી પસાર થતા શનિ મહારાજ તમારા ધાર્યા કામ પાર પાડવા દેશે સારું જાહેરજીવન આપશે પણ ભાગીદારીમાં કાળજી રાખવી પડશે અને દામ્પત્યજીવનમાં પણ સમજીને ચાલવું પડશે. વિક્રમ સવંત ૨૦૮૦ તમારા માટે શુભ પુરવાર થશે જે મિત્રો નોકરી-ધંધો શોધે છે તેમને પણ ખૂબ લાભ થશે.  સ્ત્રીવર્ગ માટે ખૂબ ઉત્સાહજનક  છે વિદ્યાર્થીવર્ગ માટે મધ્યમ છે, વેપારીને લાભ આપતો વર્ષ છે વિદેશ જવા ઈચ્છતા લોકોએ થોડી રાહ જોવી પડે વિવાહ યોગ્ય મિત્રો એ પણ થોડી રાહ જોવી પડે. પરંતુ એકંદરે વર્ષ તમારા માટે સારું અને લાભદાયક રહેશે.

  1. કન્યા (પ ,ઠ ,ણ ):(શુભ રંગ : લીલો , શુભ રત્ન : પન્ના, એમરાલ્ડ.   શુભ અંક ૫ )

આપના આઠમાં અને નવમા સ્થાનમાંથી પસાર થતા ગુરુ મહારાજ તમને શરૂઆતમાં તકલીફ પછી મેં માસથી બધી રીતે સાનુકૂળ રહેશે. લગ્ન અને સંબંધો બાબતમાં તમને ઘણી અનુકૂળતા રહેશે તમે ધારો તો ઘરનું મકાન બનાવી શકશો! જમીન મકાન વાહન સુખ સારું રહેશે. તમે ઘણા પ્રશ્નોનું નિરાકરણ કરી શકશો, તથા શત્રુ પર વિજય મેળવી શકશો. કોર્ટ-કચેરીમાં કોઈ કેસ ચાલતા હોય તો તેમાં પણ તમે વિજય પ્રાપ્ત કરી શકશો. છઠે થી પસાર થતા શનિ મહારાજ તબિયત ની કાળજી લેવાનું સૂચન કરે છે અને સાતમે થી પસાર થતા રાહુ મહારાજ અંગત જીવનમાં કાળજી લેવા બાબતે પ્રેરણા આપે છે!! જો કે આ વર્ષે કન્યા રાશિના જાતકોએ નોકરી-ધંધામાં સ્થિરતા માટે મહેનત કરવી પડશે તથા ઉપરી અધિકારી સાથે સબંધ ન બગડે એની કાળજી લેવી પડશે. વિદ્યાર્થીવર્ગને આ વર્ષ એકંદરે અનુકૂળ રહેશે પરંતુ વેપારીવર્ગે નવી ખરીદીમાં કાળજી રાખવી પડે તથા સંબંધોના ક્ષેત્રે પણ સમજી વિચારીને ચાલવું પડે. વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય મધ્યમ ગણી શકાય. કન્યા રાશિ માટે વિક્રમ સંવત ૨૦૮૦  મધ્યમ ઉપરાંતનું  ગણી શકાય.

  1. તુલા (ર,ત) :(શુભ રંગ : ચળકતો સફેદ , શુભ રત્ન : ઓપલ, ડાયમંડ શુભ અંક : ૬)

આ વર્ષ દરમિયાન શનિ મહારાજ પાંચમા સ્થાનેથી પસાર થઈ રહ્યા હોવાથી તમારા માટે ઘણા શુભ પુરવાર થશે આ વર્ષે તમારી પર કોઈ પનોતીની અસર નથી, વળી શનિ મહારાજ તમારા માટે યોગકારક થતા હોય તેની ઉર્જા તમને પ્રાપ્ત થશે અને ધીમે-ધીમે તમે પ્રગતિ કરી શકશો જો કે ગુરુ મહારાજ તમારા સાતમા અને આઠમાં  સ્થાનમાંથી પસાર થઇ રહ્યા છે તેથી મેં માસ પછી તેમનું બળ ઓછી થશે, આર્થિક આયોજન કરવું જરૂરી બનશે,ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે, અને આ વર્ષે નાણાની ધીરધાર બાબતમાં તમારે ખૂબ કાળજી લેવી પડશે. રાહુ  મહારાજ  તમારા માટે જ્યારે આ વર્ષે તમારા છઠા માંથી પસાર થઇ રહ્યા છે તેથી તમે શત્રુ પર વિજય મેળવી શકો, કોર્ટ કચેરીમાં વિજય મેળવી શકો જો કે રાહુના કારણે તમને ક્યારેક અચાનક ફટકા લાગતા જોવા મળે. પરંતુ વર્ષ ૨૦૮૦  એકંદરે તમારા માટે શુભ પુરવાર થનાર છે. ખાસ કરીને સ્ત્રી વર્ગ માટે ઘણું લાભદાયક છે ,વિદ્યાર્થીવર્ગ માટે મધ્યમ છે, નોકરિયાત વર્ગ માટે મધ્યમ ઉપરાંતનું ગણી શકાય, જ્યારે વેપારી વર્ગ માટે ઘણું સારું છે. આ વર્ષ દરમિયાન તમે ઘરના ઘર લઈ શકશો નવી વસ્તુની ખરીદી કરી શકશો. મિત્રો  પણ સહાય કરતા રહેશે। જે મિત્રો વિવાહ યોગ્ય છે તેમને થોડી રાહ જોવી પડશે અને ખાસ કરીને તમને આ વર્ષે નવા મિત્રો મળશે તમે સારા સંબંધો નો આનંદ પ્રાપ્ત કરી શકશો અને પરિવાર સાથે પણ તમે આનંદ માણી શકશો. વિક્રમ સવંત ૨૦૮૦  તુલા રાશિના જાતકો માટે ઘણી નવી ભેટસોગાદો લઈને આવી રહ્યું છે.

  1. વૃશ્ચિક (ન ,ય ) :(શુભ રંગ : લાલ શુભ રત્ન :મૂંગા,રેડ કોરલ , શુભ અંક : ૯)

આ વર્ષે ગુરુ મહારાજ છઠે અને સાતમે થી પસાર થઈ રહ્યા છે જે તમને શરૂઆતમાં હાનિ બાદ ઘણા લાભ પણ અપાવનાર છે. શનિ મહારાજ ચોથા  સ્થાનમાંથી પસાર થઇ રહ્યા છે જેથી તમારે નાની  પનોતી ની અસર છે. જે વધુ મહેનતે ઓછું પરિણામ આપનાર બને છે  રાહુ મહારાજ તમારી રાશિથી પાંચમા  સ્થાનમાં પસાર થઇ રહ્યા છે  જેના કારણે  તમને ગેસ એસીડીટી જેવી  તકલીફ પડતી જોવા મળે. કારણ વગર પ્રશ્નો ઉભા થાય. જશ  ના મળે. સંતાન અંગે ચિંતા રહે. આ વર્ષે તમારે વાદ-વિવાદથી દૂર રહેવું પડશે. અને આર્થિક વ્યવહારોમાં  પણ સાવધાની રાખવી પડશે. પનોતી નો તબક્કો હોવાથી તમારે વધુ સંઘર્ષ કરવો પડશે, ખાસ કરીને વેપારી મિત્રોને વધારે મહેનત કરવી પડે . વિદ્યાર્થીવર્ગને પણ વધુ મહેનતની જરૂર રહેશે. સ્ત્રી વર્ગ માટે આ વર્ષ મધ્યમ રહે ખાસ કરીને જે લોકો વિવાહ યોગ્ય છે તેમને સારી વાતો આવી શકે છે. અને વિદેશ જવા ઇચ્છતા  મિત્રો માટે આ વર્ષ મધ્યમ રહેશે. આ વર્ષે તમારે થોડી સાવધાની રાખવી પડશે. એકંદરે વિક્રમ સંવંત ૨૦૮૦ તમારા માટે શુભ પુરવાર થનાર છે.

  1. ધન (ધ ,ભ ,ફ ,ઢ ):(શુભ રંગ : આઈવરી,ક્રીમ,પીળો શુભ રત્ન :પોખરાજ, યેલો સેફાયર , શુભ અંક : ૩ )

ધન રાશી ના માલિક ગુરુ મહારાજ વર્ષ દરમિયાન પાંચમા અને છઠા  સ્થાન માથી પસાર થઈ રહ્યા છે જે સાનુકૂળ અને બાદ માં પ્રતિકૂળ બને છે .આ સમગ્ર વર્ષ દરમિયાન તમે પનોતી ની અસર માં નથી  વળી ગુરુ મહારાજ જે તમારા રાશિ સ્વામી છે તેપાંચમા અને છઠા સ્થાનમાં થી પસાર થઈ રહ્યા છે  રાહુ મહારાજ ચોથેથી પસાર થાય છે જે જમીન મકાન વાહન સુખમાં થોડી કમી લાવે છે. પ્રોપર્ટી અંગે નિર્ણય લેતા પહેલા ખુબ વિચાર કરવો. વીલ વારસાના પ્રશ્નોમાં વિલંબ થાય.તમારા રાશિ સ્વામી ગુરુ વર્ષની શરૂઆતમાં  સાનુકૂળ છે  ખાસ કરીને વિવાહયોગ્ય મિત્રો ને સારી વાત આવી શકે છે!!  પ્રણય માર્ગે  મધ્યમ અનુભવ થાય વિદ્યાર્થીવર્ગે ને મહેનતનું સારું પરિણામ મળે ઉચ્ચ અભ્યાસ કરતા મિત્રોએ થોડો સંઘર્ષ કરવો પડે. ધંધા અને રોજગારમાં પણ તકલીફ પડતી જોવા મળે. મકાન બનાવવા માટે થોડી રાહ જોવી પડશે, વેપારી વર્ગે આ વર્ષે ખૂબ સાવધાની થી ચાલુ પડશે, અને  નોકરિયાત વર્ગે પણ સમજી વિચારીને ચાલવું પડે તથા ઉપરી અધિકારી સાથે મતભેદ નિવારવા પડે. વિક્રમ સંવત ૨૦૮૦   ધન રાશિ માટે ઘણા પડકારો લઈને આવી રહ્યું છે જેને પહોંચી વળવા માટે તમારે કમર કસવી પડે તથા દરરોજ નવા પડકાર ઝીલવા તૈયાર રહેવું પડશે આ વર્ષે સુખાકારી માટે તમારે ગુરુ મહારાજની અને શિવ પૂજા કરવી પડે અન્યથા વારંવાર મુશ્કેલી આવતી જણાય.

  1. મકર (ખ ,જ ) :શુભ રંગ : ડાર્ક, ઘેરા રંગ,કાળો શુભ રત્ન :નીલમ, બ્લુ સેફાયર , શુભ અંક : ૮ )

મકર રાશિના જાતકો પણ શનિની સાડાસાતી માં થી પસાર થઈ રહ્યા છે, જેના કારણે બિનજરૂરી ખર્ચા અને  સંઘર્ષ રહ્યા કરે.રાહુ મહારાજ ત્રીજેથી પસાર થાય છે જે ભાઈ ભાંડુ અંગે ચિંતા રખાવે. પાડોશમાં કઈને કઈ તકલીફ જોવા મળે વળી કેટલાક મૂંઝવતા પ્રશ્નો સામે આવતા જોવા મળે કેતુ ભાગ્યમાં હાથમાં આવેલી તક ગુમાવવાનો વારો આવે અન્ય પર વધુ પડતા વિશ્વાસે ના ચાલવા સલાહ  છે. જો કે રાહુ ક્યારેક અચાનક લાભ આપતા પણ જોવા મળશે!   આ વર્ષે ગુરુ મહારાજ ચોથે અને પાંચમેથી  પસાર થતા હોવાથી લાભદાયક રહેશે ખાસ કરીને જે લોકો વિવાહ યોગ્ય છે તેમની સારી વાત ચાલી શકે છે. પ્રણય માર્ગે સારા અનુભવ કરી શકો. વિદ્યાર્થી વર્ગને પણ લાભ થાય. સ્ત્રી વર્ગ માટે આ વર્ષ ઉત્સાહજનક રહે. વેપારી અને નોકરિયાત વર્ગ માટે મધ્યમ રહે. સમયાંતરે લાભ મળી રહે પરંતુ પનોતી  માંથી પસાર થઇ રહ્યા હોવાથી તમને મળતા લાભ વિલંબ થી મળે. આ વર્ષે તમે કોઈ પ્રોપર્ટી વસાવી શકો, પરંતુ વ્યગ્રતા  રહ્યા કરે. આ વર્ષે તમે મુસાફરી પણ કરશો યાત્રા પ્રવાસ પણ કરશો. એકંદરે આ વર્ષ તમારા માટે મધ્યમ ઉપરાંતનું ગણી શકાય

  1. કુંભ (ગ ,સ,શ ) :(શુભ રંગ : ડાર્ક, ઘેરા રંગ,કાળો  શુભ રત્ન :નીલમ, બ્લુ  સેફાયર , શુભ અંક : ૮ )

વિક્રમ સંવત ૨૦૮૦ માં તમારી રાશિ પર થી જ  પસાર થતા શનિ મહારાજ તમને સાડાસાતી આપે છે પરંતુ સફળતા અપાવનાર બને છે. વળી આ વર્ષે તમે આર્થિક લાભ પણ પ્રાપ્ત કરી શકશો ગુરુ મહારાજ પણ આ વર્ષે મધ્યમ ઉપરાંત પરિણામ આપનાર બને છે તો રાહુ મહારાજ વાણી સ્થાનમાં ક્યારેક બોલવામાં ચૂક કરાવે અને પૈસા બાબતે ચિતના કરાવનાર બને છે આ વર્ષે કોઈને નાણાં ના ધીરવા સલાહ છે ગ્રહો તમારા માટે મધ્યમ ઉપરાંતના રહેનાર છે ,જોકે કાર્યક્ષેત્ર ની અંદર તમને પ્રગતિ કરાવનાર છે બીજે થી પસાર થતા રાહુ મહારાજ પરિવાર  અંગે ક્યારેક પ્રશ્નો કરાવે છે વળી સ્થાન ફેર ના પણ યોગ બની રહ્યા છે, આ વર્ષે તમે જંપીને બેસી નહીં શકો કંઈક ને કંઈક કામ અંગે  દોડધામ રહેશે. આ વર્ષે તમે ઘણા મહત્વના કામ પાર પાડી શકશો તથા તમારું મકાન લઈ શકશો. સ્ત્રી વર્ગ માટે આ વર્ષ ઘણું મહત્વનું બની રહેશે. વિદ્યાર્થીઓને પણ આ વર્ષ સારું પુરવાર થશે. કલા વિજ્ઞાન સાથે જોડાયેલા લોકોને પણ આ વર્ષ સારું રહેશે. વેપારી વર્ગ માટે નોકરિયાત વર્ગ માટે મધ્યમ ઉપરાંતનું ગણી શકાય, જો કે વિદેશ જવા ઈચ્છતા  મિત્રોએ થોડી રાહ જોવી પડશે.

  1. મીન (દ ,ચ ,ઝ ,થ) :(શુભ રંગ : આઈવરી,ક્રીમ,પીળો  શુભ રત્ન :પોખરાજ, યેલો સેફાયર , શુભ અંક : ૩ )

વિક્રમ સંવત ૨૦૮૦ મીન રાશિના જાતકો માટે ઘણા ઘટનાક્રમ આપનારું છે, સારા નરસા અનેક બનાવોમાંથી તમારે પસાર થવું પડશે, સાડા સાતી અને તમારી રાશિ પર થી પસાર થઇ રહેલા રાહુ મહારાજ આ વર્ષને વિશેષ બનાવે છે અને વિશેષ ખર્ચ પણ કરાવે છે. તમારા દિમાગમાં એક સાથે અનેક વિચાર પ્રગટ થશે, વ્યસનથી દૂર રહેવું જરૂરી બનશે, જે મિત્રો વિવાહ યોગ્ય છે તેમને એપ્રિલ પછી સારી વાત આવી શકે છે, વિદ્યાર્થીવર્ગને ખૂબ સફળતા મળે, ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ કરતા મિત્રો ને પણ સારી એવી સફળતા પ્રાપ્ત થાય. નવા ધંધા રોજગાર મળે. જીવનમાં નવી તકો ઊભી થતી જણાય. નવા મિત્રો પણ પ્રાપ્ત થાય. યાત્રા પ્રવાસ થાય ખાસ કરીને વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો છે. બારમેથી પસાર થતા શનિ મહારાજ બિનજરૂરી વ્યય કરાવે, અને પ્રથમ  સ્થાનમાંથી પસાર થતા રાહુ મહારાજ તમને પરેશાન કરતાં જણાય, આંતરિક સંબંધોમાં ધ્યાન રાખવું પડે. વેપારી વર્ગ માટે વર્ષ સારું રહે. નોકરિયાત વર્ગ ને પણ લાભ દાયક.પરિશ્રમ, સાહસ વધશે. પોતાની પ્રશંસા, માન-સન્માન, પ્રતિષ્ઠા વધશે. જ્ઞાન, અનુભવ, કામકાજની જિજ્ઞાસા, નિર્ણયોનો લાભ વિશેષ રહેશે. તકોનો ઉપયોગ કરી શકો તો સારું રહેશે. માનસિક, વૈચારિક પ્રભાવ વધશે. આર્થિક પક્ષ ઉત્તમ. આવક, રોકાયેલા પૈસા અન્ય નવા સ્ત્રોત બનશે. રોકાણ ધારણાથી પણ લાભ થશે. વિશેષ ધાર્મિક યોગોથી પૂર્ણતા રહેશે. માન-સન્માન, પ્રશંસાના પાત્ર રહેશો. વ્યવસાયિક દ્રષ્ટિએ ઉત્તમ. પોતાની સ્થિતિ, વ્યવસાયમાં લાભ.  મહેનત, પરિશ્રમ અનુભવનો પૂરો લાભ મળી શકશે. એકંદરે  વિક્રમ સંવત ૨૦૮૦ તમારા માટે ઘણું શુભ પુરવાર થશે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી…૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.