Abtak Media Google News

કાળીચૌદસના દિવસે મહાકાળી અને હનુમાનજી રક્ષણ કરશે. કાળીચૌદસ ઉગ્ર દેવી દેવતાની સાધના માટે તુરંત ફળ આપતો દિવસ અને રાત્રી છે, જેમાં પણ શુભ મુહર્ત અનેરી સિદ્ધિ આપે છે. આ માટે જ કાળીચૌદશની સાધના મંત્ર પ્રયોગ, યંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી રાક્ષસ ભૂત અંધકાર, પ્રેત પિશાચ રાત્રિ, ભય નાશ પામે છે.

Advertisement

આ વર્ષે કાળી ચૌદસ આસો વદ-14 શનિવારે હોવાથી દુર્લભ સિદ્ધિયોગ થાય છે,  ચૌદસ અને શનિવાર હોવાથી સિદ્ધિ યોગ થાય છે અને સાથે કાળી ચૌદસ સ્વયં એક સિદ્ધિ પ્રાપ્ત કરાવતો પર્વ છે. આજના  દિવસે અને રાત્રે મહાકાળી પૂજા, હનુમાનજીની પૂજા, ભૈરવ પૂજા અને તંત્ર યંત્ર મંત્ર સાધના તેમજ અન્ય ઉગ્ર દેવી દેવતાની સાધનાનો પર્વ છે.

આ સમય સુધીમાં સાધના મશીનરી, યંત્રપૂજા કરવી ઉત્તમ ગણાય છે.Y Min 1 4

કાળી ચૌદશના દિવસ અને રાત્રિએ કરેલી પૂજા કે સાધના સહસ્ત્ર ગણું ફળ આપે છે. મંત્ર વગર દેવીની પૂજા શકય નથી, ધર્મ અનુસાર મંત્ર જ આપણું રક્ષણ કરે છે. આ માટે જ કાળીચૌદશની સાધના મંત્ર પ્રયોગ, યંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી રાક્ષસ ભૂત અંધકાર, પ્રેત પિશાચ રાત્રિ, ભય નાશ પામે છે . આપત્તિ, સંકટ સામે રક્ષણ મળે અને શક્તિની પ્રાપ્તિ થાય છે.

કાળીચૌદસે મહાકાળી ભૈરવ,રુદ્ર, હનુમાનજી જેવા ઉગ્ર દેવી -દેવતાઓની પૂજા પ્રાર્થના સાધના કે મંત્ર ઉપાસના કરવામાં આવે છે. આ દિવસ અને રાત્રિને સિદ્ધદાયી માનવામાં આવે છે. તેથી જ આદિ અનાદિ કાળથી કાળીચૌદસે તંત્ર -મંત્ર -યંત્ર સિદ્ધિપ્રયોગો વિશેષ પ્રયોગો સાધનાઓ થાય છે અને ફળદાયી હોવાથી તેનું અનેરું મહત્ત્વ પણ છે.

સામાન્ય લોકો પણ કાળી ચૌદસના દિવસે મહાકાળી, હનુમાનજી અને ભૈરવ ની અનેક ઉપાસના કરી કૃપા મેળવી શકે છે. મહાકાળી સ્વરૂપ ભલે ભયંકર વિકરાળ લાગે પરંતુ તે ભક્તોનું સદાય શુભ કરવા વાળી છે . ઉપરોક્ત સાધનામાં મહાકાળી ના મહામંત્ર ની સાધના શ્રેષ્ઠ ગણાય છે.

દિવાળીના એક દિવસ પહેલાં કાળી ચૌદશનો તહેવાર ઊજવવામાં આવે છે, જેને નરક ચૌદશ અથવા નાની દિવાળી પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે યમરાજને પ્રણામ કરીને દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે. Images 2

કાળી ચૌદશના શુભ મુહૂર્ત

શનિવારે સાંજે 6.05 વાગ્યા સુધી ધનતેરસ છે અને ત્યારબાદ કાળીચૌદશ શરૂ થશે. આ દિવસે ભય, કષ્ટ, વિઘ્ન દૂર કરવા માટે મહાકાળી, હનુમાનજી, બટુક ભૈરવ, કાલભૈરવની પૂજા અને આરાધના કરવાનું મહત્ત્વ છે.

આ દિવસે શહેરનાં તમામ હનુમાનજી મંદિર અને શનિદેવજી મંદિરોમાં પૂજન, યજ્ઞ અને હવનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કાળીચૌદશના દિવસે પૂજા-અર્ચના અને સાધના કરવાથી સહસ્ત્રગણું ફળ મળે છે.

દીપદાન અને યમ પૂજન

આસો મહિનાની ચૌદશ તિથિએ યમરાજને પ્રસન્ન કરવા માટે સૂર્યાસ્ત પછી દક્ષિણ દિશામાં દીપદાન કરવાથી ક્યારેય અકાળ મૃત્યુ આવતું નથી અને જાણ્યે-અજાણ્યે કરેલાં દરેક પાપ પણ દૂર થાય છે. પ્રસન્ન થઇને યમ આરોગ્ય અને લાંબી ઉંમરના આશીર્વાદ આપે છે, જેથી પરિવારમાં કોઇપણ પ્રકારની પરેશાની આવતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.