Abtak Media Google News

એ.સી.પી. પી.આઇ. સહિતના સ્ટાફનું લોકોએ ફુલ વરસાવી તાલીઓ પાડી આભાર વ્યકત કયો

લોકડાઉનમાં મુંજકા ગામે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પેટ્રોલીંગ દરમ્યાન ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવ્યા છે. એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મીઓ પર ફૂલ વરસાવી, થાળી તેમજ તાલીઓ વગાડી પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. લોકડાઉન દરમ્યાન સ્થાનિક પોલીસ સ્ટેશન યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફ તથા એસીપી દિયોરા સરની ટિમ દ્વારા લોકડાઉનની કડક અમલવારી બદલ તેમને બિરદાવવામાં આવ્યા છે. કોરોના વોરીયર્સ પોલીસ અધિકારીની ટિમ ને ક્રિષ્ના હોટેલ ગ્રુપ મહેશભાઈ બોરીચા, પ્રવીણભાઈ સેગલિયા, કાથડભાઈ સેગલિયા, વિનુભાઈ મિયાત્રા, મનુભાઈ સેગલિયા, રમેશભાઈ હૂંબલ, રમેશભાઈ સેગલિયા, રાજેશભાઈ સેગલિયા, સંજયભાઈ બોરીચા દ્વારા બિરદાવવામાં આવ્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.