Abtak Media Google News

અનેકવાર રજુઆત કરવા છતાં આ પ્રશ્નનો કોઈ નિવેડો ન આવ્યો : રહેણાંક વિસ્તારની સાવ નજીક જ બ્લાસ્ટીંગ થતુ હોવાથી લોકો ભયના ઓથાર હેઠળ

મોરબીના ધરમપુર ગામમાં રહેણાંક વિસ્તારોની તદ્દન નજીક આવેલી પથ્થરોની ખાણમાં બ્લાસ્ટીંગ થવાથી લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ત્યારે આ અંગે ગામના સરપંચે અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ નિવેડો આવ્યો ન હોવાથી ગ્રામજનોમાં તંત્ર સમક્ષ ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

મોરબી તાલુકાના ધરમપુર ગામમાં ૧ કિમીની ત્રીજીયામાં પથ્થરોની ખાણોમાં બ્લાસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.

આ બ્લાસ્ટીંગથી પથ્થરોના નાના નાના ટુકડાઓ બંદૂકની ગોળીની માફક લોકોના ઘરો સુધી આવે છે. જેથી આ બ્લાસ્ટીંગથી ગ્રામજનો પર જીવનું જોખમ તોળાઈ રહ્યુ છે. ઉપરાંત બ્લાસ્ટિંગના અવાજનો ઘોંઘાટ પણ અસહનીય હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

ખાણોમાં પથ્થરો કાઢવા માટે કરવામાં આવતા બ્લાસ્ટીંગથી ગામના મકાનોને ભારે નુકશાન પહોંચી રહ્યું છે. આ બ્લાસ્ટિંગના કારણે તમામ ગ્રામજનો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.

આ મામલે ગામના સરપંચે તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી ગ્રામજનોમાં તંત્ર માટે ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે.

ગ્રામજનોના પ્રશ્ન સામે તંત્ર હકારાત્મક વલણ અપનાવીને ગામની ૧ કિમી ત્રીજીયાના અંદરના ભાગે થતા બ્લાસ્ટીંગ પર પ્રતિબંધ લાદવાનો  નિર્ણય લે તેવી ગ્રામજનો માંગ ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.