Abtak Media Google News
  • હવે મોર્ડન કપડા ખરીદવા મેટ્રો શહેર સુધી ધક્કા નહીં થાય

રાજકોટ રંગીલું શહેર તરીકે ઓળખાય છે . એટલુજ નહિ અંહી વસવાટ કરતા લોકો ખાવા,પીવા, હરવા – ફરવાના શોખીન છે. એટલુજ નહિ કપડાના પણ શોખીન છે. ત્યારે આજના સમયમાં રાજકોટમાં દરેક સુવિધા ઉપલબ્ધ છે પરંતુ આજે પણ મહિલાઓએ ડિઝાઇનર કપડાં પહેરવા માટે અથવાતો તેની ખરીદી કરવા માટે અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં જવું પડે છે. જે ખર્ચાળ અને સમય પણ માંગી લ્યે છે. આ તમામ પાસાઓને ધ્યાને લઈ રાજકોટ ખાતે ” મોન્સુન ડિઝાઇનર સ્ટોર ” શરૂ થયો છે. મોન્સુન ડિઝાઇનર સ્ટોરના મીનલબેન રાજગુરુએ જણાવ્યું હતું કે, આ સોપાન શરૂં કરવા પાછળનો મુખ્યહેતુ એજ જ છે કે , એકજ સ્થળ ઉપરથી દરેક વસ્તુ લોકોને મળતી રહે. જેથી દિલ્હી, મુંબઈ સુધી જવાનો ધક્કો લોકોને ન ખાવો પડે.

Advertisement

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હવે સમય પાકી ગયો છે કે રાજકોટ શહેરને અપગ્રેડ કરવામાં આવે અને એ તમામ વસ્તુઓ રાજકોટ ખાતે મળે જેના માટે લોકોએ અન્ય શહેરોમાં ધકો ખાવો ન પડે. રાજકોટ દરેક ક્ષેત્રે ડગલેને પગલે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે પહેરવેશમાં પણ રાજકોટનું એક અલગ જ સ્થાન ઉભું થાય તે મુખ્ય હેતુ છે. બીજી તરફ રાજકોટની મહિલાઓ શોપિંગ કરવા માટે હરહમે તત્પર રહેતી હોય છે કારણ કે તે શોપિંગ કરવા માટે અત્યંત શોખીન પણ છે જેથી હવે મોનસુન ધ ડિઝાઇનર શોપ જે રાજકોટ ખાતે શરૂ થયો છે તે તેમના માટે વન સ્ટોપ સોલ્યુશન સાબિત થશે.

&Quot;Monsoon Designer Store&Quot; Has Become A Center Of Attraction For Women Who Love Clothes With More Than 70 Brands Under One Roof.
“Monsoon Designer Store” has become a center of attraction for women who love clothes with more than 70 brands under one roof.

મીનલબેન રાજગુરુએ જણાવ્યું હતું કે આ સ્ટોર ખુલતા જ માત્ર રાજકોટ નહીં પરંતુ જામનગર, મોરબી જેવા શહેરોની મહિલાઓ પણ માત્ર રાજકોટ આવી તેમની મનપસંદ અને તેમના ચોઈસ મુજબની ખરીદી કરી શકશે. વધુમાં તેઓ જણાવ્યું હતું જે કપડાનું કલેક્શન રાખવામાં આવ્યું છે તેમાં બ્રાઇડલ વેર, સેમી ફોર્મલ, બ્રેત, હળવા કપડાઓ, સમર વેર સહિતની વિશાળ રેન્જ ઉભી કરવામાં આવી છે. રાજકોટ શહેર હર હંમેશ મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે ત્યારે રાજકોટમાં ઘણા ખરા ડિઝાઇનર આવે છે પરંતુ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે તેનો લાભ મળી શકતો નથી. ત્યારે મોનસુન ધ ડિઝાઇનર શોપ ખાતે આ તમામ ડિઝાઈનરો તેમના ડિઝાઇનિંગ કરેલા કપડાઓ તથા અન્ય વસ્તુનું શોકેસ પણ કરી શકશે.

સ્ટોર પર “પોપ અપ્સ” પણ કરવામાં આવશે

સ્ટોરના સંચાલક અને સ્થાપક મીનલબેને જણાવ્યું હતું કે મોન્સૂન ડિઝાઇનર સ્ટોર ખાતે પોપ અપ્સ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેમાં અન્ય બ્રાન્ડ અથવા તો ચીજ વસ્તુઓ ને સ્ટોર પર સોકેસ કરવામાં આવશે. હાલ ત્રણ દિવસ માટે એકાયા સ્ટોરની વસ્તુઓ લોકો માટે મૂકવામાં આવી છે, સાડીની એક સૌથી મોટી બ્રાન્ડ છે. તો સાથ પંચરત્ન જ્વેલર્સને પણ પોપટ માટે સ્થાન આપવામાં આવ્યું છે જ્યાં તેને પોતાની જ્વેલરી નું સોકેસ કર્યું છે.

70 પ્લસ ડિઝાઇનિંગનું વિશાળ કલેક્શન: મીનલબેન રાજગુરુ

મોનસુન ડિઝાઇનર શોપના મીનલબેન રાજગુરુએ જણાવ્યું હતું કે રાજકોટ ખાતે શરૂ થયેલ આ સ્ટોરમાં 70 થી વધુ ડિઝાઇનિંગ કપડાઓનું વિશાળ કલેક્શન ઉભું કરવામાં આવ્યું છે. જે દર મહિને બદલાતું રહેશે જેથી મહિલાઓને ઘણો સારો ચાન્સ અને સારી તક મળી શકે નવા વસ્ત્રોની ખરીદી કરવા માટે. અત્યાર સુધી વિશાળ રેન્જ તો જોવા મળતી હોય છે પરંતુ સમયાંતરે જે ડિઝાઇનમાં બદલાવ આવવો જોઈએ તે પ્રકારના કપડાનું

ચલણ એટલે કહી શકીએ કે વેચાણ રાજકોટમાં ખૂબ ઓછું થતું હતું પરંતુ હવે આ ભૂતકાળ બની જશે કારણ કે મોનસુન ડિઝાઇનર સ્ટોર પર દર મહિને નવી નવી ડિઝાઇનોનું કલેક્શન રાખવામાં આવશે જેથી મહિલાઓ સારી રીતે પસંદ કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.