Abtak Media Google News

ગૂગલ બાદ હવે ભારત સરકાર ફ્રિ-વાઈફાય સેવા આપવા માટે યોજના બનાવી રહી છે. ભારત સરકાર ડીજીટલ વિલેજ પ્રોગ્રામ હેઠળ દેશભરના ગામડાનાં ૧,૦૫૦ ગામડામાં ફ્રી વાઈ-ફાઈની સુવિધા આપવા માટે તૈયારી કરી રહી છે. આગામી ૬ મહિનામાં દરેક ગામનું પોતાનું વાઈ-ફાઈ હોટસ્પોટ હશે, જે સ્પેશિયલ ટાવર પર લાગેલું હશે. જેનાથી ગામડામાં રહેનાર લોકો પોતાના મોબાઈલ ફોન કનેક્ટ કરીને ઈન્ટરનેટ ચલાવી શકશે.

 લોકોને જરૂરી કામ માટે ફ્રીમાં ઈન્ટરનેટની સુવિધા આપવા માટે તે સિવાય આ અભિયાનનું લક્ષ્‍ય અને એજ્યુકેશન જેવી સુવિધાઓ પૂરી પડવાનો પણ છે. આ યોજનાને ફાઈબર ઓપ્ટિક ઈન્ટરનેટ કેબલ દ્વારા ફ્રીમાં ઈન્ટરનેટ કેબલ દ્વારા દેશભરમાં સ્થાપિત કરવાની યોજના છે

નવેમ્બરમાં થયેલ નોટબંધી બાદ લગભગ ૮૬ ટકા કેશ કાગળનાં ટુકડા (૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની નોટ) માં બદલાઈ ગઈ હતી. તેવામાં લોકો સુધી ઈન્ટરનેટ પહોંચાડવું જરૂરી બની ગયું છે. ફ્રી વાઈ-ફાઈ હોટસ્પોટ સિવાય ટેલીમેડિસીન, ટેલીએજ્યુકેશન, LED લાઈટિંગ અને સ્કીલ ડેવલોપમેન્ટ જવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.

વર્તમાનમાં ગૂગલે દેશનાં ૧૦૦ રેલ્વે સ્ટેશનોમાં ફ્રી વાઈ-ફાઈની સેવા ઉપલબ્ધ કરાવી રહી છે. સરકાર ફાઈબર ઓપ્ટિક ટેકનોલોજીનાં વિકલ્પો પર પણ વિચાર કરી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.