Abtak Media Google News

માર્ચ સુધીમાં ૩૬ હજાર કિ.મીના ફાઇબર પથરાઇ જશે !!!

કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયાને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે ડિજિટલ ઈન્ડિયા તરફ સૌથી વધુ અગ્રેસર હોય તેવું ગુજરાત રાજય ફાઈબર નેટવર્કની મદદથી તમામ ગામડાઓને ગુંથી લેવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ ફેઈસ પૂર્ણ થતાની સાથે જ બીજા ફેઈસમાં ૩૬,૦૦૦ કિલોમીટરમાં ફાઈબર નેટવર્ક પાથરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે જેમાં હાલ૨૦,૦૦૦ કિલો મીટર જેટલાના ફાઈબર નેટવર્કને  ગુંથી લેવાયા છે ત્યારે બાકી રહેતું ફાઈબર નેટવર્ક આગામી માર્ચ-૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરી દેવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

7537D2F3 5

ભારત નેટ ઈનીસીએટીવ અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજય સરકાર પોતાના ગામડાઓને વધુ એડવાન્સ બનાવવા માટેની પણ કામગીરી હાથધરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રથમ ફેઈસમાં ૧૬,૦૦૦ કિલોમીટરમાં ફાઈબર વાયર સ્થાપવામાં આવ્યા છે જેનાથી ૬,૪૦૦ ગ્રામ પંચાયતોને કનેકટ કરી દેવામાં આવી છે ત્યારે બીજા ફેઈસમાં બાકી રહેતા ગામડાઓને આવરી લેવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલ પર્પલ્સ વ્હીકલને આ કાર્યમાં લગાવી દેવામાં આવ્યું છે જેથી ખુબ ઓછા સમયમાં સંપૂર્ણપણે કામગીરી પૂર્ણ કરવામાં આવે ત્યારે હાલ રાજયનાં ૭૬૯૨ ગામડાઓને ઓપ્ટીકલ ફાઈબર કનેકટીવીટીથી જોડવામાં આવ્યા છે જયારે બીજા ફેઈસમાં ૩૬૫૧ ગ્રામ પંચાયતોને આવરી લેવાનું પણ જણાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા સમગ્ર રાજયનાં ગામડાઓને ફાઈબર નેટવર્કથી ગુંથી લેવા માટેનો જે ટાર્ગેટ સમય આપવામાં આવ્યો હતો તેના એડવાન્સમાં હાલ ગુજરાત સરકાર ચાલી રહ્યું છે ત્યારે સેક્ધડ ફેઈસ પૂર્ણ થતાની સાથે જ કુલ ૧૪,૦૦૦ ગ્રામ પંચાયતો બ્રોડબેન્ડથી કનેકટ થઈ જશે અને સ્માર્ટ સ્ટેટ તરીકે ગુજરાત પણ વિકસિત થશે.

હાલ સરકારી સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ તમામ ગ્રામ પંચાયતોને ૧૦૦ એમબીપીએસ બેન્ડવીથ આપવામાં આવશે જેને વધારી ૧ જીબીપીએસ સુધી લઈ જઈ શકાશે. અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાત રાજય ખુબ જ આગળ ચાલી રહ્યું છે અને ગામડાઓને સ્માર્ટ બનાવવા માટે સૌપ્રથમ પહેલ પણ કરી છે. ફાઈબર નેટવર્કથી ગુજરાતનાં તમામ ગામડાઓને જોડી દેવામાં આવશે ત્યારબાદ આ તમામ ગામડાઓ ગાંધીનગર ઈ-સર્વિસ મારફતે જોડી દેવાશે જેથી ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ ઘેર બેઠા જ મળી શકશે અને તે અંગે તેઓને માહિતગાર પણ કરવામાં આવશે તેમ સાયન્સ અને ટેકનિકલ એજયુકેશનનાં સચિવ હારિત શુકલાએ જણાવ્યું હતું. ગામડાઓ ફાઈબર નેટવર્કથી સુસજજ થતાની સાથે જ ગામડાની શાળાઓ, કોલેજો તથા હોસ્પિટલોને અનેકગણો ફાયદો પહોંચશે. સરકારનું મુખ્ય લક્ષ્યાંક છે કે રાજયમાં લોકોને ઈ-એજયુકેશનની સેવાઓ પૂર્ણત: મળી શકે. લોકોનું સ્વાસ્થ્ય ઈ-હેલ્થ મારફતે જળવાય શકે અને ખેડુતોને ખેતીલક્ષી તમામ યોજનાઓ ઈ-એગ્રીકલ્ચર મારફતે મળી શકે. આ કાર્ય માટે સરકારે બીજા ફેઈસને પૂર્ણ કરવા માટે ૧૯૪૩ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જયારે પ્રથમ ફેઈસ માં ૫૦૦ થી ૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.