Abtak Media Google News

આધારને માન્ય ન રખાતા અરજદારોમાં ભારે રોષ

RTOમાં આધાર કાર્ડની માન્યતાને લઈને છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ભારત સરકાર દ્વારા આધાર કાર્ડને માન્ય પુરાવા તરીકે ગણવા જાહેરનામુ બહાર પાડ્યા બાદ પણ RTOમાં તેને માન્ય પુરાવા તરીકે ગણવામાં આવતો ન હતો. આ અંગે અનેક રજૂઆતો બાદ આધાર કાર્ડને માન્ય પુરાવો ગણવામાં આવશે તેમ જણાવાયું હતું. પરંતુ આધારને માત્ર જન્મના પુરાવા તરીકે જ RTOમાં માન્ય ગણવામાં આવે છે. સરનામાના પુરાવા તરીકે આધાર હજુ પણ RTOકચેરીમાં માન્ય પુરાવો ગણાતો ન હોવાની ચોંકવાનારી માહિતી રાઈટ ટુ ઈન્ફર્મેશનમાં બહાર આવી છે. જેથી જો સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ રજૂ કરવામાં આવે તો તેની સાથે સરનામાનો બીજો પુરાવો પણ રજૂ કરવાનો રહેશે તેમ સ્પષ્ટ જણાવાયું છે. RTOમાં આધાર કાર્ડને માન્ય રાખવામાં આવતું ન હતું. ભારત સરકાર દ્વારા આધાર કાર્ડને માન્ય રાખવામાં આવે તે અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. પરંતુ તેનો અમલ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો ન હતો. એક બાજુ ભારત સરકાર દ્વારા RTOની ફીમાં વધારો કરતું જાહેરનામુ બહાર પાડ્યું તેનો રાજ્યની RTOકચેરીમાં તાત્કાલીક અમલ કરી દેવાયો હતો. પરંતુ આધાર કાર્ડને માન્ય રાખવા અંગેના જાહેરનામાનો અમલ કરાયો ન હોઈ રોષ ફેલાયો હતો. આ અંગે ઉચ્ચ કક્ષાએ અનેક રજૂઆતો કરવામાં આવી હતી.  આ દરમિયાન રાજ્ય સરકારમાં અનેક રજૂઆતો બાદ આધાર કાર્ડને માન્ય પુરાવો ગણવાનું નક્કી કરાયું હતું અને વાહન વ્યવહાર મંત્રીએ પણ આધારને માન્ય ગણવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ ત્યાર પછી પણ હજુ આધાર કાર્ડને સરનામાના માન્ય પુરાવા તરીકે RTOમાં માન્ય રખાતું ન હોવાનું બહાર આવ્યું છે. જેના પગલે આ અંગે આરટીઆઈમાં માહિતી મગાઈ હતી. જેમાં ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવતી વખતે અરજદાર પાસે માત્ર આધાર કાર્ડ હોય તો જન્મના પુરાવા તરીકે તથા રહેણાંકના પુરાવા તરીકે આધાર કાર્ડ માન્ય રાખવામાં આવે છે કે કેમ તેના જવાબમાં જણાવાયું હતું કે, જન્મના પુરાવા તરીકે આધાર કાર્ડ માન્ય રહેશે પરંતુ રહેણાંકના પુરાવા તરીકે અન્ય માન્ય પુરાવા સાથે વધારાના પુરાવા તરીકે માન્ય રહેશે. ડ્રાઈવિંગ લાયસન્સ ધરાવનાર વ્યક્તિનું સરનામું બદલાયું હોય તો સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ માન્ય રહેશે કે કેમ તેના જવાબમાં આરટીઆઈમાં જણાવાયું હતું કે, માત્ર આધાર કાર્ડ સરનામું બદલવા માટે પુરતો પુરાવો નથી. આમ, સરનામા તરીકે આધાર કાર્ડને હજુ સુધી RTOમાં માન્યતા મળી નથી. એટલે કે એક જ પુરાવો જે જન્મ તારીખ માટે માન્ય ગણાય છે પરંતુ સરનામા માટે માન્ય ગણવામાં આવતું ન હોઈ છઝઘની કામગીરીમાં આવતા લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.