Abtak Media Google News

વિંછીયા: લાયસન્સ ઘારક સહિત બે શખ્સો સામે નોંધાતો ગુનો

ફટાકડી સાથેના ફોટા વાયરલ કરવાનો શોખ ભારે પડયો

કોટડા સાંગાણીના પાંચ તલાવડાના શખ્સે સમાજમાં ભય પેદા કરવા 12 બોર  હથીયાર સાથે ફેસબુકમાં ફોટો શેર કર્યા

રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના  મોટી લાખાવડ ગામના પ્રૌઢનું લાયસન્સ વાળા હથીયારનો કોટડા સાંગાણી  તાલુકાના પાંચ તલાવડા ગામના શખ્સે ફોટો પાડી પોતાના ફેસબુક આઈડીમાં ફોટા અપલોડ કરતા  બંને શખ્સ સામે  એસ.ઓ.જી.એ. ગુનોનોંધી ધરપકડ  કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ જિલ્લામાં સોશ્યલ મિડીયામાં  લાયસન્સ  વગર હથીયાર સાથે ફોટો અપલોડ કરી સમાજમાં   ભય અને ધાક જમાવતા શખ્સો સામે કડક   હાથે કામગીરી  કરવા એસ.પી.જયપાલસિંહ રાઠૌરે આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી. ના પી.આઈ.  કે.બી.જાડેજા સહિતના સ્ટાફે  કામગીરી  હાથ ધરી હતુ.  ત્યારે કોટડા સાંગાણી તાલુકાના પાંચ તલાવડા ગામના સંજય સવા   મેણીયા નામનો શખ્સે ફેસબુકમાં પોતાની  આઈ.ડી.માં 12 બોર હથીયાર  વાળો ફોટો  અપલોડ કર્યાનું   અને પોતાની પાસે લાયસન્સ  ન હોવાનું  ધ્યાને આવતા તેની અટકાયત કરી પૂછપરછ  કરતા આ હથીયાર વિંછીયા તાલુકાના મગન  આંબા મેણીયા  સહિત બંનેની અટકાયત કરી   ગુનો નોંધી  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી  પી.એસ.આઈ. બી.સી.મિયાત્રા, કે.એમ.ચાવડા,  હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ   અગ્રાવત,   વિજયભાઈ વેગડ,   કોન્સ્ટેબલ રણજીતભાઈ  ધાંધલ,  કાળુભાઈ  ધાંધલ અને અમીતભાઈ સુરૂ  બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.