Abtak Media Google News

પડધરીમાં સાત વર્ષ પહેલા લુંટ કરનાર આરોપી પડકાયો

રાજકોટ ગ્રામ્યમાં પેરોલ ફલો સ્કોર્ડની ટીમે ગઇકાલે ગુના આચરી નાસ્તા ફરતા આરોપીઓ પર ગઇકાલે ધોંસ બોલાવી હતી. જેમાં તેને વીંછીયા અને ધ્રોલમાં 1પ વર્ષ પહેલા ચોરી કરી નાસ્તા ફરતા અલીરાજપુરના બે તસ્કરોએ પકડી પાડી જેલ હવાલે કર્યા છે.

જયારે પડધરીમાં સાત વર્ષે પહેલા લુંટ કરી તે ગુનામાં નાસતા ફરતા અલી રાજપુરના આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

વિગતો મુજબ એલસીબી વી.વી. ઓડેદરાની સુચના હેઠળ પેરોલ ફલો સ્કોડની ટીમનો સ્ટાફ ફરાર આરોપીઓને પકડી પાડવા સતત પ્રયત્નશીલ છે. ત્યારે વિંછીયા અને જામનગરમાં આજથી 1પ વર્ષ પહેલા ચોરી કરી નાસ્તા ફરતો અલીરાજપુરના નેતસિંગ ઉર્ફે મગન ધના બુદણીયા અને નવલ ધના બુદણીયાની દાહોદ ખાતેથી ધરપકડ કરી તેને વીછીયા પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે.

જયારે પડધરીમાં આજથી સાત વર્ષ પહેલા લુંટ કરી તે ગુનામાં નાસ્તા ફરતાં અલીરાજપુરનો ભાયાભાઇ ખરુભાઇ અજનારને પેરોલ ફલો સ્કોર્ડ દાહોડના ગરબાડા પાસેથી પકડી પાડી પડધરી પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે. જયારે આરોપી ભાયા અજનાર વિરુઘ્ધ એસ.પી.માં અનેક ગુના નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.