Abtak Media Google News

ગાંજાના વાવેતર અને વેંચાણનું  એ.પી.સેન્ટર ગણાતા ઠાંગા વિસ્તારમાંપોલીસ દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક હાથધરવામાંઆવી છે. જેમાં વિંછીયા તાલુકાના  નાનામાત્રા ગામની સીમમાંરૂરલ એસ.ઓ.જી.ની. ટીમ ત્રાટકીને  ખેતરમાં ઉભા પાકમાં વાવેતરકરેલું રૂ. 12.70 લાખની કિમંતનો  127 કિલો લીલો ગાંજાના છોડસાથે  ખેડુતની  ધરપકડ કરી  લીલા ગાંજાના  36 છોડ અને મોબાઈલ મળી  રૂ. 12.75 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

એસ.ઓ.જી.એ દરોડો પાડી રૂ. 12.70 લાખની કિંમતનો 1277 કિલો લીલો ગાંજો કબ્જે કર્યો

કપાસ, મરચી અને તુવેરના પાકની આડમાં  ગાંજાનું  વાવેતર  કરનાર ખેડુતની ધરપકડ

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાને નશીલા પદાર્થના વેંચાણ અને નશામુકત  કરવાએસ.પી.જયપાલસિંંહ  રાઠૌરે આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી. ના ઈન્ચાર્જ  પી.આઈ.  બી.સી.મિયાત્રા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ  હાથ ધર્યું હતુ.

વિંછીયા તાલુકાના  નાનામાત્રા ગામે રહેતો વિનુ  ઉર્ફે વિના  મશરૂ ગાંજીડીયા નામનો  શખ્સે પોતાની  વાડીમાં   ઉભા પાકમાં  ગાંજાનું  વાવેતરકર્યાની હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા,  ભગીરથસિંહ જાડેજા અને અરવિંદભાઈ  દાફડાને મળેલી,  બાતમીનાંઆધારે એએસઆઈ અતુલભાઈ ડાભી, સ્ટાફ  હિતેશભાઈ અગ્રાવત અને  અમીતભાઈ કનેરીયા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

કપાસ, તુવેર અને મરચીના  વાવેતરમાં રૂ.12.70 લાખની કિંમતનો 127 કિલો  ગ્રામ ગાંજાનો જથ્થોસાથે ખેડુત વિનુ ઉર્ફે  વિના મશરૂ  ગ્રાભડીયાની ધરપકડકરી છે. એસ.ઓ.જી.એ.36 કિલોગાંજો અને મોબાઈલ મળીરૂ. 12.75 લાખનો  મુદામાલ કબ્જે કરી વધુ તપાસ  શાપર વેરાવળપોલીસ મથકના પીએસઆઈ રાજદીપસિંહ ગોહિલ દ્વારા ઝડપાયેલા  શખ્સની રિમાન્ડ મેળવી ગાંજાનું કેટલા સમયથી વાવેતર કરેછે. અન  કોણે વેચાણ કરે છે.તે મુદે તપાસનો  ધમધમાટ આદર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.