Abtak Media Google News

ઇન્ડિયન ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલી ફેસબુક, ટ્વીટર થી લઇને દરેક સોશિયલ મિડિયા તેમજ લોકોના દિલો પર રાઝ કરી રહ્યા છે. ક્રિકેટર હોવા છતા તેણે દરેક બોલિવુડ સ્ટારને પાછા પાડ્યા છે. તો તેને તેની સફળતાનો શ્રેય તેમના લેડી લક અનુષ્કાને શીરે કર્યો છે. તેઓએ પોતાના પ્રેમને પુરવાર લગ્ન તો કર્યા પ

રંતુ બંને બિઝનેસ પર્સન છે. માટે તેમની જવાબદારીઓ ભુલતા નથી પ્રેમની સાથે સાથે કમમાં પણ કાર્યરત રહે છે. તો વિરાટે બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનને પણ પાછળ છોડી દીધા છે.

રાઇઝ ઓફ ધ મિલેનીયલ્સ : ઇન્ડિયાઝ મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટી બ્રાન્ડસે તેના રિપોર્ટમાં  આ માહિતી આપી હતી. તો વિરાટ કોહલીની સાથે બોલિવુડની રોમેન્ટીક જોડી દીપીકા-રણબીરે પણ આ યાદીમાં ટોપ રેન્કિંગ મેળવી છે.

પ્રમુખ આંતરાષ્ટ્રીય મુલ્યાંકન એન્ડ કોર્પોરેટ ફાઇનાન્સ સલાહકાર ડેફ અને ફેલ્પ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ભારત, જાપાન, અને દક્ષિણ પૂર્વ એશિયા પ્રાદેશિક હેટ વરુણ ગુપ્તાએ જણાવ્યું હતું કે જ્યારથી અમે પોતાની ટોપ રેકિંગ પ્રકાશિત કરવાનું શરુ કર્યુ છે. ત્યારથી જ શાહરુખ ખાન જ ટોપમાં રહ્યા છે તો આ વખતે તે ટોપ રેકિંગમાં આઉટ થઇ ગયા હતા અને વિરાટે તેની જગ્યા લઇ લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.