Abtak Media Google News

રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતમાં પધારશે. રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તેઓ પાર્ટીના કાર્યકરો સાથે બેઠક પણ કરશે.

Advertisement

રાહુલ ગાંધી યુનિવર્સિટિ કન્વેશન હોલમાં રાહુલ ગાંધી કાર્યકરો સાથે સંબોધન કરશે. વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો સાથે પણ રાહુલ ગાંધી બેઠક કરશે.

રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના વિજેતા ઉમેદવાર સાથે બેઠક કરીને ચર્ચા કરશે. ત્યાર બાદ 12.30 વાગે મધ્ય ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત કરશે.

2 વાગે સૌરાષ્ટ્રના નેતાઓ સાથે ચર્ચા કરશે. 3 વાગે દક્ષિણ ગુજરાતના નેતાઓ સાથે બેઠક યોજાશે. ત્યાર બાદ 4 વાગે રાહુલ ગાંધી કાર્યકરોને સંબોધન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.