Abtak Media Google News

સાત વર્ષમાં વિરાટ કોહલીના ૪૦૦૦ થી વધુ ફોટાનું કલેકશન, જેમાં ૧૩૫૦ યુનિક ફોટા જે એકપણ વખત રીપીટ થયા નથી

રતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના કરોડો ચાહકો છે સમગ્ર દેશ જ નહીં પરંતુ દુનિયાભરમાં વિરાટ કોહલીના ટીનેજર્સ ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે આવા જ એક કોહલીના ચાહકની જો વાત કરીએ તો એક ચાહક છે રાજકોટના વિદ્યાર્થીની હિરલ બરવાડીયા. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતી હિરલ નાનપણથી જ વિરાટ કોહલીના દ્રઢ નિર્ણય તેની વિચારશક્તિ અને તેની મેનેજમેન્ટ પદ્ધતિ થી ખૂબ જ પ્રભાવિત હતી. વર્ષ ૨૦૧૩થી વિરાટ કોહલીના ન્યુઝ પેપર્સ માં આવેલ ફોટો કલેક્શન કરવાનું હિરેન નક્કી કર્યું અને વર્ષ ૨૦૨૦ એટલે કે સાત વર્ષમાં ચાર હજારથી વધુ વિરાટ કોહલી ના ફોટો તેણે કલેકટ કર્યા. કુલ ૧૩૫૦ યુનિક ફોટો કે જે ફોટો એકવાર પણ રિપીટ નથી તેવા ફોટો પણ તેને કલેકટ કર્યા. પિતા શૈલેષભાઇ અને માતા નયનાબેને દિકરી ને ખુબ સાથ આપ્યો અને આજે ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં હિરલ ને સ્થાન મળ્યું.

Vlcsnap 2020 09 30 08H30M37S488

હિરલ એકવાર વિરાટ કોહલીને મળવા ઈચ્છે છે અને એક્ટિંગની દુનિયામાં તક મળે તો એ પણ કરવા તૈયાર છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિરાટ કોહલીના ૮૦.૫ મિલિયન એટલે કે ૮ કરોડથી વધુ ચાહકો છે. જે વિરાટ કોહલીની દરેક પોસ્ટને લાઇક, શેર અને કોમેન્ટ કરતા રહે છે. પરંતુ તેમના નામે વર્લ્ડ રેકોર્ડ બનાવનારી હિરલ એકમાત્ર છે. વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પરથી કમાણી કરતા ટોપ ૧૦ ક્રિકેટરોમાંથી એક ક્રિકેટર છે.ઉલ્લેખનીય છે કે, હાલ માં ઈંઙક સીઝન ૧૩ ચાલી રહી છે. જેમાં વિરાટ કોહલી ઈંઙક રમવા માટે હાલ દૂબઇ છે. આવામાં હિરલના આ શોખ વિશે તેઓ અજાણ છે. તેઓ પણ હિરલના શોખ વિશે જાણશે તો ખુશ થઈ જશે.

કોહલીને મળવાનું સ્વપ્ન પણ દિકરીનું સાકાર થઈ જશે: શૈલેષભાઈ (પિતા)

Vlcsnap 2020 09 30 08H29M34S189

હિરલના પિતા શૈલેષભાઇ બરવાડીયાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં ફોટો કલેક્ટ ત્યારે એમ લાગતું આ શું કાગડીયાના થપા કરે છે. પરંતુ જ્યારે અઢીસો ઉપર ફોટા ભેગા થઈ ગયા ત્યારબાદ મને પણ મારી દીકરીના સપોર્ટ કરવાનું મન થયું. મેં વિચાર્યું કે આપણે કાંઈ ન કરી શકે તો કંઈ નહિ પરંતુ દીકરી નું સ્વપ્ન જે છે તેમાં પુરતો સાથ-સહકાર આપીએ. આજે જ્યારે વર્લ્ડ બુક ઓફ ઇન્ડિયા રેકોર્ડ માં મારી દીકરીનું નામ સામેલ થયું ત્યારે ગર્વ થાય છે કે આ મારી દીકરી તેં ધાર્યું સ્વપ્ન પૂરું કર્યું. હજુ પણ મારી દીકરીની ઈચ્છા છે વિરાટ કોહલીને મળવું એ સ્વપ્ન પણ જરૂરથી સાકાર થઈ જશે.

ખુશી ના આંસુથી આંખ ભરાઈ આવી, મારી દિકરી પર ગર્વ છે – નયનાબેન ( માતા )

Vlcsnap 2020 09 30 08H29M40S924

હિરલના માતા નયનાબેન બરવાડીયા એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં ખુશીના આંસુ સાથે જણાવ્યું હતું કે આજે આ સર્ટિફિકેટ અને દીકરીના એવોર્ડ્સ જોઈ આંખ ભરાઈ આવી છે દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય કે પોતાનું સ્થાન સફળતાના અનેક શિખરો સર કરે ત્યારે વર્ષ ૨૦૧૩થી જ્યારે વિરાટ કોહલી ના ફોટો સંગ્રહ કરવાનું તેને શરૂ કર્યું ત્યારથી જ મેં તેને તેના સ્વપ્નને સાકાર કરવામાં સાથ આપ્યો.

વિરાટ કોહલીને મળી તેની સાથે એડવર્ટાઇઝ શૂટ કરવાની ઈચ્છા છે – હિરલ બરવાડીયા

Vlcsnap 2020 09 30 08H32M29S910

ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ  માં  વિરાટ કોહલીના સૌથી વધુ ન્યુઝ ફોટો  કલેક્ટ કરી રેકોર્ડ સ્થાપનાર રાજકોટ ની હિરલ બરવાડીયા એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધોરણ નવ થી વિરાટ કોહલીના જીવન ચરિત્ર તેના વિચારો અને મેનેજમેન્ટ પદ્ધતિ થી પ્રેરાઈને મેં એક ચાહક તરીકે તેના જુદા ન્યૂઝપેપરમાં આવતા ફોટો નું કલેક્શન શરૂ કર્યું શરૂ શરૂમાં મમ્મી-પપ્પા બન્ને ને વિચાર આવતો કે આ ન્યૂઝપેપરમાં આવતાં ફોટો કાલે કરવાથી શું થશે પરંતુ જેમ-જેમ મારું કલેક્શન વધતું ગયું તેમ તેમ મમ્મી પપ્પા બનેલો સાથ સહકાર મળતો રહ્યો આજે મને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું એ બદલ ખૂબ ખુશ છું. રાજકોટ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જ્યારે પણ ઇન્ડિયન ટીમ નો મેચ મેચ હોય મારા પપ્પા મને મેચની ટિકિટ અપાવે અને અમે મેચ જોવા અને ખાસ તો વિરાટ કોહલીને જોવા જતા મેં અનેક વખત પ્રયત્ન કર્યો છતાં પણ વિરાટ કોહલીને ન મળી શકી. આજે જ્યારે ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ નોંધાયુ છે ત્યારે મારી ઈચ્છા છે મારે કોહલીને મળવું છે તેને મળી મારે તેના ફોટો નું કલેક્શન બતાવવું છે જો શક્ય હોય તો તેની સાથે એક એડ પણ શૂટ કરવી છે મારું સ્વપ્ન હવે સાકાર થયું છે તો આપણ સ્વપ્ન સાકાર થશે તેવું મને લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.