Abtak Media Google News

રોહિત શર્માનો વિશ્વભરમાં શાનદાર રેકોર્ડ: કુલટર નાઈલ

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે શરૂ થનારી ટી-૨૦ સીરીઝમાં ઓસ્ટ્રેલીયન ક્રિકેટરો માટે માત્ર વિરાટ જ નહીં રોહિત શર્મા પણ માથાનો દુ:ખાવો બનશે. કોહલીની સાથે સાથે રોહિત શર્માને લઈને પણ ઓસ્ટ્રેલીયાની ટીમ રણનીતિ બનાવી રહી છે. રોહિત શર્માનું આ વખતે ખૂબજ દમદાર પરર્ફોમન્સ રહ્યું હતું તેણે ટી-૨૦માં વેસ્ટ ઈન્ડિઝ સામે સેન્ચ્યુરી પણ ફટકારી હતી.

રોહિત શર્મા માટે ઓસ્ટ્રેલીયા તેને ઈનસ્વીગરના સ્ટમ્પ સામે એલબીડબલ્યુ આઉટ કરવાની રણનીતિ અપનાવી શકે છે. અથવા તો શોર્ટ પીચમાં બોલીંગ કરી તેની પરીક્ષા લઈ શકે છે જે વાતનો ખુલાસો ઓસ્ટ્રેલીયાના ફાસ્ટ બોલર નાથન કુલટર નાઈલે કર્યો હતો.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્મા એવા બેટ્સમેન છે જે બુધવારે શરૂ થનારી ઓસ્ટ્રેલીયા સીરીઝમાં ઓસ્ટ્રેલીયન ખેલાડીઓની ઉંઘ ઉડાવી રહ્યો છે. કુલટર નાઈલે સોમવારે કહ્યું કે, રોહિત શર્મા અવિશ્વસનીય ખેલાડી છે. તેનો રેકોર્ડ સાક્ષી છે કે વિશ્વભરમાં તે પોતાનો જબ્બરદસ્ત પ્રદર્શનથી દરેક ક્રિકેટરો પર ભારે પડયો છે પરંતુ નવા બોલને કારણે અમને તેની સામે લડવામાં સફળતા મળશે તેવી આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.