Abtak Media Google News

અરજદારોમાં નારાજગી: ચૂંટણી પંચમાં અધિકારી વિરૂધ્ધ ફરિયાદ કરવાની ચીમકી

 

અબતક, ગીજુભાઈ વિકમા, વિસાવદર

વિસાવદર તા.તાલુકા પંચાયતના ઍક કર્મચારીએ ગુજરાત સરકારના ચૂંટણી અંગેના નિયમોનો ઉલાલિયો કરતા નજરે પડેલ હતા અને આ અધિકારીએ તેમને પરાણે ચૂંટણીનો ચાર્જ અપાતા અરજદારોને હેરાન કરવાનું ચાલુ કરેલ હોય તેમની સામે ચૂંટણી પંચ માં ફરિયાદ કરવાનું પણ અરજદારો વિચારી રહિયા છે સરકારી ગાઈડ લાઈન મુજબ માત્રને માત્ર એકરારનામાં રજૂ કરવાના હોય એમ છતાં પણ દરેક ઉમેદવાર પાસે ફરજિયાત તમામ દસ્તાવેજ ટ્રુકોપી કરાવવવાનો આગ્રહ કરવામાં આવતો હતો અને જો કોઈ ઉમેદવાર ટ્રુકોપી કર્યા વગર ફોર્મ રજૂ કરવા જાય તો તેઓનું ફોર્મ સ્વીકારવાની ના પાડવામાં આવતી હતી આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને ફોન ઉપર સંપર્ક કરતા તેઓનું પણ આ કર્મચારી માનેલ નહિ અને પોતાની મનમાની ચાલુ રાખેલ તા.3/12/21ના રોજ અમુક અરજદારોના ફોર્મ પૂરતા હોવા છતાં પણ સ્વીકારવાનો ઇનકાર કરેલ અને અમુક ફોન બપોરના ત્રણ વાગ્યા પછી સ્વીકારેલ આ અંગેના કુટેજની પણ ખરાઈ કરવા ચૂંટણી પંચ માં ફરિયાદ કરેલ હોવાનું પણ જાણવા મળી રહીયું છે ઉમેદવારને ટેકો આપનારના ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ ફરજિયાત ન હોવા છતાં આવા દરખાસ્ત કરનારના ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ નથી તેવું માની ઇલેક્શન ફોર્મ રાજકીય ઈશારે રદ કર્યા હોવાનું પણ જાણવા મળેલ છે

આ ઉપરાંત ચૂંટણીના ઉમેદવારી ફોર્મમાં તથા તમામ રજુ કરેલ દસ્તાવેજોમાં અને મતદાર યાદીમાં એક જ નામ હોવા છતાં અને મંત્રીના દાખલામાં પણ એક જ નામ હોવા છતાં નામમાં જાણી જોઈને પિતાના નામ ફેરવી ઓનલાઇન યાદી મુકવામાં આવેલ છે આ બાબતે પણ ચુંટણી અધિકારીનું ધ્યાન દોરી નામમાં પિતાના નામનો સુધારો કરવા જણાવતા તેઓએ કહેલ કે વિસાવદર તાલુકા પંચાયતમાં સ્ટાફ નથી એ ભૂલ ઓપરેટરે કરેલ છે મારી કોઈ જવાબદારી થતી નથી તેથી અરજદારે કહેલ કે સાહેબ તમે ફોર્મ તો જોઈલો મારા પિતાનું નામ તમે બદલી નાંખેલ છે છતાં બદલી આપેલ નથી તેમજ નિશાન ફળવણીની નોટિસમાં પણ પોતે સહી કર્યા વગર ઇસ્યુ કરેલ હોય રદ કરેલ ફોર્મની નકલો મેળવી ચૂંટણી અધિકારી જિલ્લા ચૂંટણી અધિકારી તથા સરકારને જોડીને ટુક સમયમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે સમક્ષ રીત પિટિશન દાખલ કરવાનું પણ અરજદાર વિચારી રહિયા છે અને આ અંગે કાનૂની માર્ગદર્શન પણ મેળવાઇ રહીયું છે ઉપરાંત એકરારનામાં એક જ કરવાના હોવા છતાં બાળક અને શૌચાલય અંગે બે બે એકરારનામાં કરાવેલ હોવાનું પણ રેકર્ડ ઉપર આવેલ છે આ ઉપરાંત આ જ બાબત ના મંત્રીના દાખલા પણ ફરજીયાત લીધેલ હોય આમ કરી ગુસ્સો પ્રજા ઉપર ઠાલવેલ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહીયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.