Abtak Media Google News

150 ફુટ રીંગ રોડ અને ગાયકવાડીમાં રહેતી કિશોરીઓને મોરબી અને રાજકોટના શખ્સ ભગાડી ગયાં

અબતક, રાજકોટ

રાજકોટમાઁ 1પ0 ફુટ રીંગ રોડ નજીકના વિસ્તારમાં રહેતી 16 વર્ષની કિશોરી અને ગાયકવાડીમાં રહેતી 14 વર્ષની કિશોરીને રાજકોટ અને મોરબી ના શખ્સ ભગાડી ગયાની જાણ પોલીસમાં થતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહીતી મુજબ 150 ફુટ રીંગ રોડ નજીકના વિસ્તારમાં રહેતી 16 વર્ષની કિશોરી ગઇ તા.ર0ના રોજ સ્વામીનારાયણ ચોક નજીક હતી. ત્યારે ગોપાી રસીક સોલંકી નામનો શખ્સ લગ્નની લાલચે ફોસલાવી ભગાડી ગયાની જાણ તેના પિતાને થતા તેમણે માલવીયાનગર માં ફરીયાદ નોંધાવતા પોલીસે  તેના વિરુઘ્ધ અપહરણનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

જયારે બીજી ફરીયાદમા ગાયકવાડીમાં રહેતી 14 વર્ષની કિશોરીને ગત તા.રપ ના તેના ઘર નજીકથી સુજલ અશોકભાઇ મરાઠા નામનો શખ્સ અપહરણ કર્યાની જાણ પોલીસમાં થતાં પોલીસે તેનાં વિરૂઘ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.