Abtak Media Google News

વીવીપી એન્જીનીયરીંગ કોલેજના કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગ દ્વારા રેગ્યુલર સીલેબસમાં આવતા વિષયો સિવાય પણ વિઘાર્થીઓને તથા ફેકલ્ટીને હંમેશા કંઇક નવું મળતું રહે તે માટે સમયાંતરે કાંઇકને કાંઇક વિશેષ આયોજન કરતું હતું હોય છે.

વીવીપી એન્જીનીયરીંગ કોલેજના કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગમાં આઇ.એસ.ટી.ઇ. જી.ટી.યુ.ના સહયોગથી ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન થયું છે.

આ પ્રોગ્રામ ખુબ જ એડવાન્સ એવા એનએસ-૩ અને નેટ સીમ વિષયને લઇને તા. રપ થી ૩૦ સમયગાળા દરમિયાન યોજવા જઇ રહ્યો છે. જેમાં ગુજરાતભરની વિવિધ ખ્યાતનામ કોલેજ જેવી કે એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજ-અમદાવાદ, એસવીઆરઇટી-વાસદ, શાંતિલાલ શાહ ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ-ભાવનગર, જીઇસી-રાજકોટ તથા આવી અનેક કોલેજોમાંથી વિઘાર્થીઓ તથા ફેકલ્ટીઓ ભાગ લેવા જઇ રહ્યા છે. જેમાં એનએસ-૩ ની વાત કરીએ તો જે એક નેટવર્ક સિમ્પ્યુલેટર અને તેના સિમ્યુલેશન હેન્ડઓન એકસરસાઇઝ મારફત શીખવવામાં આવશે. આ ઉપરાંત હાલમાં રોજબરોજ દરેક માણસને ઉપયોગી એવી વોટસઅપ, ફેસબુક, ટીવટર જેવી એપ્લીકેશન ઉપરાંત સ્માર્ટસીટી પ્રોજેકટને લગતી ટેકનીકલ અને યુઝર બન્ને વચ્ચેની સાંકળ તરીકે ઉપયોગી છે. જેના થકી સામાન્ય માણસ નવી નવી લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરતા સમર્થ બને છે.

આ પ્રોગ્રામમાં ભારતભરમાં તથા ઇન્ટરનેશનલ લેવલે નેટવર્ક વિષયમાં જેમનું મુખ્ય પ્રદાન છે એવા ડો. મોહિતભાઇ તાહીલીયાની કે જેઓ હાલમાં એન.આઇ.ટી.કે. સુરથકલ (કર્ણાટક) માં પ્રોફેસર છે. જેઓએ ૭ર થી વધુ ગીટ હબ ક્ધટ્રીબ્યુશન એનએસ-૩, માટેના ફકત એક જ વર્ષમાં આપેલ છે. જેઓ ગુગલ કોર્ડના ઓર્ગેનાઇઝશેન એડમીનીસ્ટ્રેટ છે. આઇ.ઇ.ઇ.ઇ. જેવી પ્રખ્યાત જર્નલના રીવ્યુ છે. તેમજ એન.એસ-૩ નાં ઓફીશીયલ વર્કશોપ કમીટીના મેમ્બર છે. તેનો લાભ મેળવવાનો છે. આ ઉ૫રાંત ડો. મયુરભાઇ વેગડ બી.વી.એમ. કોલેજ ડો. રીતેશભાઇ પટેલ ચારુસેટ યુનિવર્સિટી ડો. જીગ્જ્ઞેશભાઇ પાટોલીયા ચારુસેટ યુનિવસિટી જેાવ તજજ્ઞો નો પણ લાભ મળવાનો છે.

આ પ્રોગ્રામમાં મુખ્ય કોર્ડીનેટર તરીકે કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગના વડા ડો. તેજસ પાટલીયા તથા પ્રાઘ્યાપક ડો. કમલ સુતરીયા ફરજ બજાવી રહ્યા છે.

આ પ્રોગ્રામની સફળતા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરે શુભેચ્છાઓ પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.