Abtak Media Google News

જીટીયુ દ્વારા સેમેસ્ટર પાંચમાંના પરિણામને રેન્કવાઈઝ જાહેર કરાતા વીવીપી એન્જીનીયરીંગ કોલેજનો સૌરાષ્ટ્ર ઝોનની કોલેજોમાં પરિણામોમાં નંબર વનમાં દબદબો જાળવી રાખતી વીવીપી તેમજ સમગ્ર ગુજરાતમાં ૧ થી ૧૦માં સૌરાષ્ટ્રની વીવીપી એન્જીનીયરીંગ કોલેજ પાંચમાં ક્રમે આવી છે.

Advertisement

આમ પ્રવેશ, પ્લેસમેન્ટ અને રિઝલ્ટમાં દબદબો જાળવી રાખતી વીવીપી સેમેસ્ટર પાંચમાંની પરીક્ષામાં ૮૧.૨૭% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પરિણામ જાહેર થતાં વીવીપીએ પોતાનું નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે.

પાંચમાં સેમેસ્ટરના પરિણામમાં સમગ્ર ગુજરાતમાં જીટીયુ ટોપ-૧૦માં બધી જ બ્રાંચમાં વીવીપીના વિદ્યાર્થીઓ મોરડીયા મીત નેનો ટેકનોલોજી એસ.પી.આઈ મુજબ પ્રથમ, સીજીપીએ મુજબ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી વીવીપીનો દબદબો જાળવી રાખ્યો છે.

Picture 004સમગ્ર ગુજરાતમાં જીટીયુ ટોપ ૧૦માં બ્રાંચ વાઈઝ વીવીપીના બાયોટેકનોલોજી વિભાગ-૧૦ના વિદ્યાર્થીઓ, નેનો ટેકનોલોજી વિભાગના-૧૦ વિદ્યાર્થી, ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના-૦૫ વિદ્યાર્થીઓ, કેમીકલ વિભાગના-૦૨ વિદ્યાર્થી, મિકેનીકલ વિભાગના-૦૨ વિદ્યાર્થી, ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી વિભાગના-૦૨ વિદ્યાર્થી આમ કુલ ૩૨ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

તે બદલ મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર તથા પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકરે વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોને અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.