Abtak Media Google News

‘અબતક’ ચેનલના ‘કલાકુંભ’ એપીસોડમાં

લોક સંસ્કૃતિ, લોક સંગીતની જાળવણી પ્રચાર અને પ્રસાર માટે ‘અબતક’ ચેનલના અખુટ પ્રયાસો રહ્યા છેે  કોઇપણ કલા જાણતા કલાકારોને પ્લેટ ફોર્મ પુરૂ પાડવા ‘અબતક’ ચેનલના હમેંશા પ્રયાસો રહ્યા છે.લોકસંગીત ક્ષેત્રે, ભજન, લોકગીત, ગરબા રાસ, લગ્નગીત, હાલરડા, બાળગીત, ભવાઇ લોકસાહિત્ય, હાસ્ય રસ વગેરે જેવી કલાના સાધકોને ‘અબતક’ ચેનલના ‘કલા કુંભ’ એપીસોડમાં રાજકોટના જાણીતા લોકગાયકી ડો.વર્ષા મહેતાના કંઠે ગવાયેલા લોકગીતો વા વાયાને વાદળ ઉમટયાથી, રમવાને ગ્યાતા અને સૈયરના ચોકમાં મથુરામાં વાગી મોરલી,  ખમ્મા મારા નંદજીના લાલ, વાદલડી વરસી રે, માથે મહુકડી મહીની મેલી જેવા લોકગીતો ‘અબતક’ ચેનલ પર આવતીકાલ તા. ર5ને ગુરૂવારે સવારે 8 તેમજ પુન: પ્રસારણ રાત્રે 9 કલાકે નિહાળી શકાશે.વાજીંત્ર વાદોકમાં વિજય પઢીયાર, બેંન્જો વાદક જીગર ઉસ્તાદ, ઢોલક વાદક તેમજ કિર્તિસિંહ જાડેજાના મંજીરાના રણકાર  સાથે મોજીલો કાર્યક્રમ માણવા થઇ જાવ તૈયાર ભૂલાય નહી હો…. આવતીકાલે ‘અબતક’ ચેનલ પર

Advertisement

કલાકાર:- ડો. વર્ષા મહેતા

લોક ગાયકી

વિજય પઢીયાર – બેન્જો વાદક

જીગર ઉસ્તાદ – ઢોલક વાદક

કિર્તિસિંહ જાડેજા – મંજીરા વાદક

કોમર્સના વિદ્યાર્થીઓને ભણતા ભણતા જ વેપાર ઉદ્યોગમાં પારંગત બનાવવાની નેમ સાથે

ધોળકિયા સ્કૂલના ચાર દિવસીય બિઝનેસ ફેરનો કાલથી પ્રારંભ

‘અબતક’ની મુલાકાતમાં કેળવણીકાર અને ધોળકિયા સ્કૂલના સંચાલક જીતુભાઈ ધોળકિયા,અને વિદ્યાર્થીઓએ આપી બિઝનેસ ફેરની વિગતો

ર0ર3 માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં બિગેસ્ટ બિઝનેસ ફેર નો કિતાબ મેળવનાર

ધોળકિયા સ્કૂલના બિઝનેસ ફેરની હવે એશિયા બુક ઓફ રેકોર્ડ તરફ કુચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ગુજરાત ભરના શિક્ષણ ક્ષેત્રે બાળ કેળવણી અને શિક્ષણની સાથે સાથે જીવનના ગણતર ના પાઠ ભણાવી વિદ્યાર્થીઓને ભણતા ભણતા જ વ્યવહારુ જીવન અંગે તાલીમબધ કરતી રાજકોટની ધોળકિયા સ્કૂલ દ્વારા આવતીકાલથી ચાર દિવસથી બિઝનેસ ફેર નું આયોજન કરવામાં આવ્યું છે, અબ તકની મુલાકાતે આવેલા સ્કૂલના સંચાલક જીતુભાઈ ધોળકિયા રાહુલભાઈ રાવલ અને 11 કોમર્સના ધોળકિયા સ્કૂલના બિઝનેસ ફેર માં સહભાગી થયેલા વિદ્યાર્થીઓ આગેવાનોમાં ધ્રુવીબેન ગોહેલ, મહેકબેનધક્કલ,  હિરવાબેન ભવાની અને રુદ્ર રૂગૈયાએ બિઝનેસ ફેર ર0ર4 ની વિગતો આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને યુવા સાહસિક બનાવવા માટે અને વેપાર વાણિજ્યનું વ્યવહાર જ્ઞાન બાળપણથી જ વિદ્યાર્થીને મળે તે માટે ધોળકિયા સ્કૂલ દ્વારા ચાર દિવસ બિઝનેસ ફેર નું આયોજન કરવામાં આવ્યું છે ગયા વર્ષે ર0ર3 માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં બિગેસ્ટ બિઝનેસ ફેર તરીકેની નોંધ મેળવનાર બિઝનેસ ફેરમાં આ વર્ષે એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોમિનેશન ના સંજોગો ઊભા થયા છે

શાળાના વિદ્યાર્થીઓને વેપાર-વાણિજ્ય અંગે પ્રેકટીકલ જ્ઞાન પ્રાપ્ત થાય – બજારની પિરસ્થિતિનો ખ્યાલ આવે-ખરીદ-વેંચાણનો અનુભવ મળે અને પોતાના સ્વબળે કેવી રીતે ધંધો કરી શકાય તે શીખવા મળે એ હેતુથી આવતીકાલથી ધોળક્યિા સ્કૂલ્સ દ્વારા તારીખ ર5, ર6, ર7, ર8 જાન્યુઆરી એમ , દિવસના બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ ર005 થી શરૂ થયેલા ધોળક્યિા સ્કૂલ્સ આયોજીત આ બિઝનેસ ફેર દ્વાારા ગયા વર્ષે ર0ર3માં ઈન્ડિયા બુક ઓફ રેકોડર્સ ઝવય ઇશલલયતિં ઇીતશક્ષયતત ઋફશિ ખિતાબ એનાયત કરવામાં આવ્યો. આ જ રેકોર્ડને આગળ વધારતા અને એક નવો કીર્તિમાન બનાવવા ધોળક્યિા સ્કૂલ્સ આયોજીત બિઝનેસ ફેર ર0ર4, માં રૂ. 1.ર5 કરોડથી વધુ રકમના રોકાણ સાથે 1600થીવધુ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલીત આ બિઝનેસ ફેરમાં 370 થી વધુ સ્ટોલના માઘ્યમથી જીવન જરૂરી અને ઘર વપરાશની વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. ચાર દિવસના આ બિઝનેસ ફેરમાં આશરે 1 લાખથી વધારે લોકો મુલાકાત લઇ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારે.

આ બિઝનેસ ફેરના 370 થી વધારે સ્ટોલ્સમાંથી આવનાર મુલાકાતીઓ પોતે ઘર-વપરાશની ચીજવસ્તુઓ, કપડા, ફૂટવેર, સ્ટેશનરી આઈટમ્સ, મોબાઈલ એસેસરીઝ, ઘર સજાવટની વસ્તુઓ, હેન્ડી ક્રાફટ, હેલ્થકેર પ્રોડક્ટસ, ઓર્ગેનિક ફ્રૂટસ અને વેજીટેબલ્સ  વગેરેની ખરીદી કરી શકશે.

ગેમઝોનમાં વિવિધ પ્રકારની રાઈડ્સ, ચક્કરડી, જમ્પીંગ વગેરે બાળકોના આનંદ-પ્રમોદના સાધનો ગોઠવેલા છે.  જ્યાં બાળકો નિદોર્ષ આનંદ માણી શકશે.  આઈસ્ક્રીમ,  લાઈવ ચોકલેટ, ચા-કોફી, અવનવા સ્નેક્સ અને ક્રન્ચી બાઈટ્સ  પણ ઉપલબ્ધ થશે.

આ બિઝનેસ ફેર દરમ્યાન બાળકો ારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ શ્રેષ્ઠ આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાની કલાનું નિદર્શન કરી શકશે.

બિઝનેસ ફેરનું સમગ્ર સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવશે. આ બિઝનેસ ફેર થકી વેપાર કેવી રીતે કરી શકાય તેની તાલીમ વિદ્યાર્થીઓ પોતે જ વસ્તુઓની લે-વેચ ારા પ્રાપ્ત કરશે. વિદ્યાર્થીઓને પ્રવર્તમાન બજારના પ્રવાહોથી વાકેફ કરાવવા માટે ધોળક્યિા સ્કૂલ્સ્ ારા તેઓને આ તક આપવામાં આવી છે.

ગુજરાત એટલે બિઝનેસ પીપલ સ્ટેટ અને ગુજરાતીઓ એટલે બિઝનેસના પાયોનિયર એ સનાતન સત્યને આ નવી પેઢી આગળ ધપાવે તેવો શુભ આશય આ બિઝનેસ ફેરના આયોજનના પાયામાં છે.

જેમ એક સમયે ટાટા-બિરલાનું ઈન્ડિયા કહેવાતું હતું તેમાં અત્યારે અદાણી-અંબાણીનું ભારત એ વિચાર વેપાર ઉદ્યોગમાં પ્રબળ બન્યો છે ત્યારે મુકેશ અંબાણી-કે-ગૌતમ અદાણી એ તેમના બિઝનેસને વિક્સાવવા આકાશ અંબાણી-ઈશા અંબાણી-અનંત અંબાણી-કે- કરન અદાણી-જીત અદાણી ને જવાબદારીઓ સોંપી રહ્યા છે તેમ ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓના પિતા પણ તેમના બિઝનેસને વિક્સાવવા માટેની જવાબદારીઓ સોંપી શકે તે માટે તેઓને સક્ષ્ામ બનાવવા-કેળવવા-ઘડતર કરવા-ધોળક્યિા સ્કૂલ્સે સામાજીક જવાબદારીના ભાગરૂપે આ બિઝનેસ ફેરનું આયોજન કરેલ છે.

ધોળક્યિા સ્કૂલ્સ્ પોતાના જ રેકોર્ડને બ્રેક નવો વર્લ્ડ રેકોર્ડ સર્જશે

દુનિયાભરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે ખૂબ જ ખ્યાતનામ સંસ્થાઓમાંની એક સંસ્થા  એશિયા બુક ઓફ રેકોર્ડસ  દ્વારા ધોળક્યિા સ્કૂલ્સ્ દ્વારા આયોજિત બિઝનેસ ફેર – ર0ર4 ને વિશ્વના સૌથી મોટા સ્કૂલ  આયોજીત બિઝનેસ ફેર તરીકેનું અપ્રુવલ મળેલ છે. આ 4 (ચાર) દિવસના આયોજનની વિશાળતા એટલી મોટી છે કે આજ દિવસ સુધી વિશ્વભરમાં આટલા મોટા પ્રમાણમાં સ્કૂલ બિઝનેસ ફેરનું આયોજન ક્યારે પણ થયેલ નથી.

આવું અનોખું અને વિશ્વમાં સૌથી મોટું આયોજન જ્યારે ધોળક્યિા સ્કૂલ્સ્ ારા આપણા રાજકોટના આંગણે થઈ રહ્યું છે ત્યારે આ નવા વર્લ્ડ રેકોર્ડનો ભાગ બનવા માટે રાજકોટવાસીઓ તથા સમગ્ર ગુજરાતવાસીઓને ધોળકીયા પરિવારે નિમંત્રણ કર્યા છે.

બિઝનેસ ફેરમાં નાની ઉંમરે મોટું કામ કરવાનો આત્મવિશ્વાસ મળે છે: ધ્યેય વ્યાસ

ધોળકિયા સ્કૂલના ચાર દિવસના બિઝનેસ ફેર માં ફેશન એસે સિરીઝનો સ્ટોલ કરનાર ધ્યેય ભાઈ વ્યાસે જણાવ્યું હતું કે બિઝનેસ ફેરમાં નાની ઉંમરે વેપાર ને નજીકથી જોવાની તક મળે છે અને આત્મવિશ્વાસ મળે છે

બિઝનેસ ફેરમાં વેપાર વખતે ત્વરિત નિર્ણય લેવાની કોઠાસૂઝનો વિકાસ થાય છે: ધ્રુવી ગોહિલ

બિઝનેસ ફેરમાં પ્રથમ વખત સ્ટોલ બનાવનાર ધ્રુવી બેન ગોહિલે જણાવ્યું હતું કે અમે ભજીયાનો સ્ટોર કર્યો છે બધી ગોઠવણ અમારા હાથે જ કરવામાં આવી છે નિર્ણય લીધો ત્યારે પરિવાર સહિતના સભ્યોને ક્ધવીન્સ કરવાની પડકાર જનક પરિસ્થિતિ પાર કર્યા બાદ રિસ્પોન્સર શોધવા માટે માર્કેટિંગ ના કૌશલ્યની કસોટી થઈ ગઈ હવે બધું ગોઠવાઈ ગયું છે બિઝનેસ ફેરમાં વેપાર વખતે ત્વરિત નિર્ણય લેવાની કોઠાસૂદ નો વિકાસ થાય છે

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.