Abtak Media Google News

Table of Contents

નાડીના ધબકારાનો અનુભવ શરીરનાં જુદા જુદા અંગોમાં ધમની ઉપરની સપાટી પરથી થાય છે, જો કે સૌથી સરળ સ્થાન કાંડાનો ભાગ છે: અંગુઠાના મૂળ પાસે તમે બે આંગળી મુકશો તો ધબકારાનો સ્પષ્ટ અનુભવ થશે

ડોકટરને તેના ધબકારાના સુક્ષ્મ અભ્યાસ દ્વારા દર્દીના રોગની ઘણી ઉપયોગી માહિતી મળે છે: અત્યારે મોટાભાગના લોકોને ચિંતા રહે છે કે, મારા ધબકારા નોર્મલ હશે કે ઓછા  – વધતા ?: લોહીના ધબકારાથી હ્રદય કેવુંક કામ કરી રહ્યું છે, તેની ખબર પડે છે.

ઇસીજી મશીનમાં એક મિનિટમાં કેટલા ધબકારા થયા તેની નોંધ પટ્ટી ઉપર ઊંચી નીચી જતી લીટી સ્વરૂપે અંકિત થાય છે: જુના જમાનામા વૈદ્યો હકિમો નાડી પકડીને ધબકારા જાણતા હતા: સામાન્ય રીતે પોલી અને ધબકતી નસને નાડી કહે છે, પેલા નાડી વૈદ્યોનું નિદાન ખુબ જ સચોટ હતું.

‘દિલ ધક ધક કરને લગા’ આ ફિલ્મ ગીતમાં ‘ધક ધક’ એટલે આપણાં હ્રદયના ધબકારા, અંગ્રેજીમાં તેને પલ્સ કહે છે. આપણા હાર્ટને યુવા ધન ‘દિલ’ હાર્ટ સાથે સિમ્બોલિક રીતે જોડે છે. હ્રદયનો આકાર પ્રેમના પ્રતિક ‘દિલ’ જેવો નથી પણ વર્ષોથી ચલણમાં છે. માનવ શરીરના મહત્વનાં અંગોમાં હ્રદયનું મોખરાનું સ્થાન છે. એ જયાં સુધી ‘ધક ધક’ થાય ત્યાં સુધી માનવી જીવી છે એમ સૌ કોઇ કહે છે. ડોકટર પણ સ્ટેથોસ્કોપ દર્દીની છાતી અને તેની આજુબાજુના ભાગમાં મૂકીને ધબકારા ચેક કરે છે. નાડીના ધબકારાની ભાષા ડોકટર માટે અતિ મહતવની હોય છે.

માનવ શરીરમાં ધમની દ્વારા રકતપ્રવાહ સતત વહે તો રહે છે. હ્રદયના ધબકારાથી ડોકટરને દર્દીના રોગ વિશે ઘણી ઉપયોગી માહિતી મળે છે. જો કે સામાન્ય રીતે નાડીના ધબકારાનો અવાજ શરીરનાં જાુદા જાુદા અંગોમાં કે ધમનીની ઉપલી સપાટી કે અંગુઠાના મૂળ પાસે આંગળી રાખવાથી આપણન પણ સ્પષ્ટ અનુભવ થાય છે. માંદી વ્યકિતનું હ્રદય બરાબર કામ કરે છે કે કેમ, તેના શરીરનાં જાુદા જાુદા ભાગમાં લોહી યોગ્ય રીતે પહોંચે છે કે નહીં તે દર્દીના ધકબારા પરથી ખબર પડે છે. હ્રદય ધબકે ને લોહી ધમનીમાંથી આગળ વધે છે. એટલે કે પંપીંગ કરે છે.

આખા શરીરમાં ફેલાયેલી ધમની દ્વારા, મસ્તક, આંખ, કાન, નાક, હાથ, પગ વિગેરે તમામ જગ્યાએ રકત વહે છે. હ્રદયના કે નાડીના ધબકારામાં ગબડબ લાગે તો ડોકટરને ખબર પડે અને તે પ્રમાણેની સારવાર કરે છે. શરીર વિજ્ઞાન સમજવાની જરુર છે. તેનું જતન કરો, પોષ્ટિક આહાર લો એ જરુરી છે. હાર્ટના એક એક ધબકારે રકત પ્રવાહ ધમનીની દિવાલોમાં આગળ ધપે છે, આ દિવાલો સ્થિતિ સ્થાપક હોવાથી લોહી તેમાં આસાનીથી પ્રરિભ્રમણ કરે છે. તમે ઘણીવાર નબળી બ્લોક છે. એવું સાંભળ્યું હશે. જો આમ થાય તો રકત પ્રવાહ સરળતાથી આગળ વધતો નથી, કે મંદ પડી જાય છે. આવે વખતે મુશ્કેલી ઉભી થાય છે. અનિયમિત ધબકારાને કારણે હ્રદય બંધ પડે કે, દર્દી બેહોશ થઇ જાય છે. કેટલાંકને તો ફિટ અથવા ઝટકા પણ લાગે છે.

ચીની પરંપરાગત તબિબ શાસ્ત્રમાં દર્દીનું સામાન્ય પરિક્ષણ, હ્રદયનાં ધબકારા કે ફેફસાનું હલનચલન સાંભળવું, આંખ, કાન, નાકની ક્ષમતા તપાસવી એ છે. નાડી નિદાન પ્રક્રિયા ચિન, જાપાનમાં વર્ષોથી ઉપયોગમાં લેવાય છે. ધબકારાના વિવિધ પ્રકારોમાં છૂટાછવાયા, તૂટક તૂટક, ઝડપી ખોખલા, હળવા, હિડનપલ્સ, તાણયુકત, ઉતાવળીયા, લાંબા,, ટૂંકા, ઝીણા, અચોકકસ સ્લિપરીપલ્સ, રિલેકસ્ડ પલ્સ,  સાધારણ, તંગ, સ્ટ્રીંગી, પરિપૂર્ણ નબળા, અશકત, વેગીલા, ધીમા ઉતરતા જેવા હોય છે. જેના પરથી ડોકટર અલગ અલગ નિદાનને બાદમાં તેની સારવાર કરે છે.

આપણાં શરીરનું રૂઘિરા ભિસરણ તંત્ર અતિ મહત્વનું છે. તે એક ઇન્દ્રિય તંત્ર છે જે (એમિનો એસીડ, ઇલેકટ્રોલાઇટસ) જેવા પોષક તત્વો, વાયુઓ, અંત:સ્ત્રોવો, રકત કોશિકાઓ વિગેરેનું કોશિકાની અંદર તેમજ કોષની બહાર પરિવહન કરે છે, અને રોગ સામે લડવામાં અને હોમિયો સ્ટેસિસ જાળવી રાખવા માટે શરીરનું તાપમાન અને પી.એચ. ને સ્થિર રાખવામાં મદદ કરે છે. આ તંત્રનું સૌથી મહત્વનું અંગ હ્રદય છે. તેથી જ આ તંત્રને રકત વિતરણ નેટવર્ક તરીકે જોવાય છે.રૂધિરા ભિસરણ તંત્રની 16મી સદીમાં પ્રાચિન ઇજિપ્તમાં થઇ હોવાનું જાણવા મળે છે. ત્યારે પણ ધમનીઓા હ્રદયના જોડાણને પૃષ્ટિ અપાય હતી. પ્રાચિન ભારતમાં આયુવેદિક વૈદ્ય સુશ્રુતે શરીરના મહત્વના પ્રવાહીનું જ્ઞાન આપ્યું હતું. હ્રદયના વાલની શોધ તો ચોથી સદિમાં ડોકટર હિપ્પોક્રેટીયને કરી હતી.

અપણાં હ્રદયને આપણે સંભાળીને રાખવું કારણ કે તે અતિ મહત્વનું અંગ છે. આખા જીવન દરમ્યાન 16 કરોડ લીટર લોહી પંપ કરે છે. ચાર અઠવાડીયાની ગર્ભ ધારણ  અવસ્થા બાદ જ શિશુનું હ્રદય ધબકવા લાગે છે. અત્યાર સુધીમાં માણસના સૌથી ઓછા ર6ને વધુ 480 પ્રતિ મીનીટે નોંધવામાં આવ્યા છે. તાજા જન્મેલા બાળકના 70 થી 160  ને વૃઘ્ધના સૌથી ધીમા 30 થી 40 ધબકારા હોય છે.

તમારૂ હ્રદય એક મિનીટમાં 7ર વખત અને આખા દિવસમાં 1 લાખ વખતને જીવનમાં લગભગ અઢી અબજ વાર ધબકે છે. આજથી લગભગ ત્રણ હજાર વર્ષો પહેલાના સંગ્રહ કરેલા મૃત શરીરમાં (મમ્મી) પણ હાર્ટની બિમારી જોવા મળી હતી. બહુ જાુજ કેસોમાં હાર્ટનું કેન્સર જોવા મળે છે. દુનિયામાં સૌથી હ્રદય રોગીઓ તુર્ક મેનીસ્તાન દેશમાં મૃત્યુ પામે છે, ઇતિહાસમાં 1893માં પ્રથમ હાર્ટ સર્જરી થઇ 1950 માં પહેલી સફળ કૃત્રિમ વાલ્વ નાખવામાં આવ્યો. અને 1967 માં પહેલી વાર હાર્ટ ટ્રાન્સ પ્લાન્ટ કરવામાં આવેલ જો કે એમાં દર્દી ફકત 18 દિવસ જ જીવ્યો હતો. જનાવરમાં ઓકટોપસને 3 હાર્ટ હોય છે. હાર્ટના ઇ.સી.જી. મશીનની શોધ 1903 માં કરાઇ હતી.

હ્રદયની એક અચંબા ભરી વાતમાં મલેશીયા અને બીજા દેશોમાં ઊંદરની એક પ્રજાતિમાં હ્રદયના ધબકારા 1પ11 પ્રતિ મીનીટે તો નોર્થ અમેરિકાની ખિસકોલીમાં સૌથી ઓછા ફકત પાંચ ધબકારા પ્રતિ મીનીટે નોંધવામાં આવ્યા છે. તમારું જમણું ફેસફુ ડાબા કરતા આકારમાં નાનું હોય છે કારણ કે તેને હાર્ટને જગ્યા આપવાની હોય છે. આપણા હ્રદયનું વજન રપ0 થી 300 ગ્રામ જ હોય છે. તમે ગમતાં ગીતો સાંભળો તો પણ તમારા હ્રદયના ધબકારામાં બદલાવ આવે છે. એક વિચિત્ર વાત જોઇએ તો પુરૂષ કરતાં સ્ત્રીના ધબકારા દર મીનીટે 8 વધુ હોય છે.આપતાં હ્રદયમાં સૌથી મોટી ધમની ‘અરોટા’ છે જે ગાર્ડનમાં પાણી પાવા માટે રાખેલ પાઇપને મળતી આવે છે. ધારો કે આપણુ હ્રદય શરીરની બહાર લોહી ફેકે તો તે 30 ફુટ ઉંચે જઇ શકે છે. હાર્ટમાં આવેલા 4 વાલ્વ ખોલ બંધ થવાથી ધબકારાનો અવાજ આવે છે. પુરૂષ- સ્ત્રીમાં હાર્ટ એટેકના લક્ષણો અલગ અલગ જોવા મળે છે. આપણાં શરીરમાં 65 ટકા પાણી છે. અને પાચન, રૂધિરાભિસરણ, ઉત્સર્ગ, શ્ર્વસન અને પ્રજનન એમ પાંચ શરીરની મુખ્ય ક્રિયા છે.

ઇલેકટ્રોફિઝિયોલોજી: હ્રદયના ધબકારાને લયમાં રાખતી તબીબી સારવાર

આપણાં શરીરમાં ધબકારાની લયબઘ્ધ જળવાઇ રહે તો હ્રદયની તંદુરસ્તી સારી છે. તેવું કહી શકાય છે. તંદુરસ્ત માણસનું હ્રદય એક મીનીટમાં 70 વખતે ધબકે છે. આ રૂટીન પ્રક્રિયામાં અસામાન્ય ઘટાડો કે વધારો થાય ત્યારે ચિંતાજનક સ્થિતિ કહી શકાય. આવે વખતે પેસમેકર કે અન્ય ડિવાઇસ મુકીને હ્રદયના ધબકારાની ગતિ-નિયમિત કરાય છે. હ્રદયના આ લય જાળવવાની તબીબી સારવારને ઇલેકટ્રોફિઝિયોલોજી કહેવાય છે. બ્રેડીકાર્ડિયા જેવી સ્થિતિમાં હાર્ટના ધબકારા મંદ પડીને 30 થી 40 થઇ જાય છે. ઘણી વાર હ્રદયનું સંકોચન ઝડપી કે નિયમિત ના હોય તો ર00 થી રપ0 ધબકારા પણ દર મિનિટે જોવા મળે છે. જેને ટેકી કાર્ડિયા કહે છે. ઘણીવાર નલીકાઓમાં ગુંચવાડાને કારણે પણ આવી સ્થિતિ પેદા થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.