Abtak Media Google News

આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ

ભારતમાં ત્યાગ અને સેવાથી જ નવજીવન પ્રગટ શે

યુવા શકિત એ દેશની અમોધ સંપદા છે. નિરંતર શકિતનોોત એટલે યુવાન. કોઇપણ સમયે પડકારોને ઝીલી લે એ જ સાચો યુવાન છે એટલે જ કહેવાયુ છે કે જો તુફાનો સે ટકરાતે હૈ ઉસે યુવાન કહતે હૈ. આ જ યુવાનમાં અદભુત ધૈર્ય શકિત અને સ્થિત પ્રજ્ઞતા હોવી જોઇએ. ખંત અને અદમ્ય  ઉત્સા હનો સમન્વંય એટલે યુવાન. આવા યુવાનો પાસે રાષ્ટ્રમ ઘણી અપેક્ષાઓ રાખે છે.

સ્વામિ વિવેકાનંદે કહયું હતું કે “આજે જરૂર છે તાકાત અને આત્મ  વિશ્વાસની….. આપણામાં હોવી જોઇએ પોલાદની તાકાત અને મનોબળ એમની એ સિંહ ગર્જનાએ કાશ્મીકરી ક્ધયા કુમારી સુધીના યુવકોમાં નવો જોશ અને ઉત્સાહ ભરી દીધો હતો. યુગ દૃષ્ટાર સ્વામિી વિવેકાનંદે આપણા રાષ્ટ્રય જીવનના પ્રત્યે્ક પાસાંઓનો સૂક્ષ્મ વિચાર કર્યો હતો. એ ઉમદા વિચારોને જીવનમાં ઉતારીને દરેક માનવ-ભારતવાસી સ્વયં કલ્યાાણ, સમાજ કલ્યાણ, રાષ્ટ્ર  કલ્યાણ અને વિશ્વ કલ્યાણ કરીને પોતાને અને દેશને ઉજ્જવળ કીર્તિ અપાવી શકે છે.

સ્વામી વિવેકાનંદનો જન્મ ઇ.સ. ૧૮૬૩ના જાન્યુઆરીની ૧૨મી તારીખે, સંવત ૧૯૧૯માં પોષ મહિનાની સાતમને સોમવારે મકરસંક્રાંતિના શુભ દિવસે યો હતો. મહાદેવની કૃપાી પ્રાપ્ત યેલાં પુત્રનું નામ માતાએ વીરેશ્વર રાખ્યું હતું. અને ત્યારબાદ એનુ નામ નરેન્દ્રના રાખવામાં આવ્યું હતું. તેમના પિતા વિશ્વનાજી વકીલ હતા અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. શ્રી નરેદ્રના દાદા પણ નાની વયે સંન્યાસી બન્યા હતા.

નરેન્દ્રને સાધુ સંતો પ્રત્યે નાનપણી જ ખૂબ આદરભાવ હતો. માતા એ ઉત્તમ શિક્ષિકા છે. નરેન્દ્રને બાળપણમાં માતા પાસેી જીવનની ઉપયોગી તાલીમ મળી હતી. માતાના ખોળામાં બેસીને તેણે રામાયણ, મહાભારત અને બીજી અનેક પૌરાણિક કાઓ સાંભળી હતી. એ રીતે પ્રમ ધાર્મિક શિક્ષણના બીજ માતાએ જ રોપેલા. બંગાળના સુપ્રસિધ્ધ પંડિત ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મેટ્રોપોલિટન ઇન્ટીટયુશન નામની શાળામાં નરેન્દ્રએ શિક્ષણ લીધું હતું. અને  ત્યા રબાદ પ્રેસિડન્સી કોલેજમાં જોડાયા હતા. તેમની અસાધારણ બુધ્ધિન પ્રતિભાી શિક્ષકો અને સહાધ્યામીયો આકર્ષાયા હતા.તેમજ તેમનું ભરાવદાર, સ્નાયુબધ્ધ સુડોળ શરીર પ્રભાવશાળી ચહેરો અને વિશાળ આંખો જોઇને સૌ કોઇ એમના ઉપર મુગ્ધવ બનતા. નરેન્દ્ર  દૃઢ પણે માનતા કે, ચારિત્ર્ય એ જ માનવ જીવનનો પાયો છે. બ્રહ્મચર્ય વિના આધ્યાત્મિક અનુભવ અશક્યે છે તેમ તેમને લાગતું. થોડો સમય તેઓ બ્રહ્મોસમાજના વાતાવરણમાં રહ્યા હતા. સને ૧૮૮૧માં નરેન્દ્રના શ્રી રામકૃષ્ણ પરમહંસને પ્રમવાર તેમના પાડોશમાં સુરેન્દ્રના મિત્રને ત્યા મળ્યા હતા. અને દક્ષિણેશ્વર આવવા કહ્યું હતું. આ પ્રસંગ પછી તેમણે ઘરમાં લગ્ન કરવાની અસંમતિ દર્શાવી હતી. એક દિવસ તેઓ દક્ષિણેશ્વર ગયા અને ત્યાં તેમના ગાયેલા ભજનો શ્રી રામકૃષ્ણ એ પ્રશંસા કરી હતી. એક મહિના બાદ ફરી તેઓ રામકૃષ્ણાને ત્યાં પહોંચી ગયા હતા. ત્યારે રામકૃષ્ણર તેમને નજીકના મદુમલ્લિકના બાગમાં લઇ ગયા થોડું ફરી ઘરે આવ્યા  અને નરેન્દ્રને ધ્યાનમાં બેસાડયાં. નરેન્દ્રને સારું ધ્યાન લાગી ગયું. આ પ્રસંગ પછી શ્રી રામકૃષ્ણ અને નરેન્દ્રના વચ્ચે પ્રેમનું આકર્ષણ વધવા લાગ્યું. શ્રી રામકૃષ્ણના ત્યાગ, પવિત્રતા, સતત ઇશ્વર ભક્તિકી નરેન્દ્રના એમના પ્રત્યે આકર્ષાયા હતા.જ્યારે શ્રી રામકૃષ્ણે નરેન્દ્રનાના નિડરતા, સ્વા્શ્રયવૃત્તિ, સત્યનિષ્ઠાએ વગેરે ગુણોી આકર્ષાયા હતા. હવે બંને ગુરુ શિષ્ય બની ગયા હતા. શ્રી રામકૃષ્ણ સ્વયધામ પધાર્યા પછી બધાં શિષ્યોમાં વિવેકી જુદા પડી આવતા નરેન્દ્ર  વિવેકાનંદજી કહેવાયા. ગુરુભાઇઓ સો સન્યાસનો સંકલ્પ લઇને વરાહનગરમાં મઠ સપ્યો. કેટલાંક ગુરુભાઇઓ પરિવ્રાજક બન્યા.

વિવેકાનંદજીએ વિચાયું હવે હું સંસારમાં મહાન કાર્યો કરીશ ગુરુજીના વિચારો વિશ્વમાં ફેલાવી. સ્વામી વિવેકાનંદે ઉત્તરભારત, રાજસન, ગુજરાત, મહારાષ્ટ્રક, કર્ણાટક, ક્ધયાર કુમારી વગેરે સ્ળે પર્યટન કર્યું. ગુજરાતમાં તેઓ વડોદરા, ખેડા, અમદાવાદ, લીંબડી, ભાવનગર, શિહોર, જૂનાગઢ, સોમના, દ્વારકા, ભૂજ, પાલીતાણા, પોરબંદર સહિતના સ્ળે ફર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વામી વિવેકાનંદના ર્તિાટન દરમિયાન જૂનાગઢમાં દિવાનજી હરિદાસ વિહારીદાસે સ્વામીજીને પોતાના મહેમાન બનાવ્યા હતા. અહીં તેમણે ગિરનારની ગુફાઓ અને પવહારી બાબાએ જ્યાં  તપર્યા કરી હતી તે સયન જોયું હતું. સ્વાગમીજી પોરબંદરમાં સૌી વધુ અગીયાર માસ રોકાયા હતા. અહીં તેમણે પતંજલીના યોગશાષાનો અભ્યાસ અને ફ્રેન્ચ ભાષા પણ શીખ્યા . સ્વામી વિવેકાનંદજીએ ર્તિાટન દરમિયાન રાષ્ટ્ર જીવનને નજીકી નિહાળ્યું હતું. દેશમાં વ્યાપેલા અજ્ઞાન, ગરીબાઇ અને હૃદય દુર્બળતાને દૂર કરવા સ્વામીજીનો આત્મા  પોકારતા હતા અને ઇલાજ શોધી કાઢયો હતો. ત્યાગ અને સેવાના આદર્શી જ ભારતવર્ષ જગદગુરુ તરીકે વિરાજતો હતો. એ ત્યાગ અને સેવાી જ ભારતમાં નવજીવન પ્રગટ શે. દુ:ખી દેશ બાંધવોના દુ:ખ નિવારણ કાજે તેમણે દેશભક્તિામાં સંન્યાસ જોયો અને સન્યાસમાં દેશભક્તિેનું દર્શન કર્યું.

તા. ૩૧ મે ૧૮૯૩ના રોજ મુંબઇ ખાતેી અમેરીકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપવા સ્ટીમર માર્ગે સ્વામીજી ગયા હતા. ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીએ બહેનો અને ભાઇઓ એવું સંબોધન કરીને વ્યાખ્યાન આપ્યું . તેમનુ વ્યાખ્યાન સર્વોત્તમ હતું અને સર્વર્સ્પશી સચ્ચાઇ અને તૃષ્ટિબિંદુની વિશાળતા તરી આવી હતી. તેી સભા મુગ્ધ ઇ ગઇ હતી. અમેરીકાના ઘણાં  શહેરોમાં સ્વામીજીના અનેક વ્યાખ્યામનો ગોઠવાતા અને લોકો એમના અદ્ભૂત વાકછટા, તેજસ્વી  વ્યક્તિત્ત્વ અને  અને વિરલ જ્ઞાન વૈભવી અંજાઇ જતા. સ્વામીજીએ શ્રીલંકા, ઇંગ્લેન્ડ  અને યુરોપનો પણ પ્રવાસ કર્યો હતો.

સને ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદજીએ તેમના શિષ્યો્ સો શ્રી રામકૃષ્ણ મિશનની સપના કોલકત્તામાં કરી ૧૮૯૮ની તા. ૯મી ડિસેમ્બરે શ્રી રામકૃષ્ણ મઠની અને ૧૮૯૯ બેલૂર મઠની સપના કરી. સને ૧૯૦૨ની તા. ૪ જુલાઇએ સ્વામી વિવેકાનંદજીએ એક સાચા યોગીને શોભે એ રીતે તેમણે મહાપ્રયાણ કર્યું તેઓશ્રીએ ૩૯ વર્ષ, પ માસ અને ૨૪ દિવસનું આયુષ્ય ભોગવ્યું હતું. શ્રી રામકૃષ્ણ   પરમહંસ અને સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ સત્યો અને આદર્શો મુજબ તેમની સપેલ સંસઓ ભારતના તેમજ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વિવિધ રીતે કાર્યો કરી  રહી છે. વિવિધ કાર્યો માનવમાં રહેલા ઇશ્વરની પૂજા કરવાના ભાવી કરે છે.

સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી ઉદ્ગારો

– જે મનુષ્યાને પોતાની જાતમાં શ્રધ્ધા ની તે નાસ્તિક છે.

–  ઉઠો ! જાગો અને ધ્યેતય પ્રાપ્તી ાય ત્યાંન સુધી કાર્યરત રહો.

– નિ:સ્વાથેતા વધુ લાભદાયક છે, પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું ની.

– જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે.

– ઇશ્વરની શોધ બીજે ક્યાંત કરવા જશો? શું બધાં દિન દુ:ખી અને દુર્બળ લોકો ઇશ્વરરૂપ ની ? તો એમની પુજા પ્રમ શા માટે ન કરવી ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.