Abtak Media Google News

વીરપ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ

સવા કરોડના ખર્ચે નવનિર્મિત જિનાલયને દિવ્યમાન રોશનીનો શણગાર

રાજકોટ જૈન તપગચ્છ સંઘ (દાદાવાડી) સંચાલિત મહાવીર સ્વામી જિનાલય (જાગના જિનાલય)માં તા.૯ને રવિવારે વીર પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ નિમિત્તે મહાપુજા-દિવ્યમાન આંગી દર્શનનો લાભ ભાવિકોને મળશે.

લગભગ સવા કરોડના ખર્ચે નવનિર્મિત જાગના જિનાલયે-દિવ્યમાન રોશનીનો શણગાર શે. દેવ વિમાનની અનુમતિ કરાવતું જાજરમાન-મનમોહક સુશોભન કરશે. જિનાલયના રંગમંડપને સુગંધી પુષ્પો દ્વારા-અદભૂત રીતે ડેકોરેટ કરવામાં આવશે. જિનાલયના રંગમંડપમાં વીરપ્રભુના દ્રશ્યની રજૂઆત ભવ્ય રંગોળી દ્વારા કરવામાં આવશે. લગભગ ૩૦ ી ૩૫ લાખના ખર્ચે મૂળનાયક મહાવીર સ્વામી ભગવાનને જડતરની ભવ્ય રંગરચનાના દર્શન કરાવવામાં આવશે. સંધ્યાકાળે-સંગીતના સવારે-ભક્તિમય વાતાવરણમાં વીરપ્રભુને તા આદેશ્ર્વર દાદા તા મણિભદ્રવીરની આરતીનું આયોજન યું છે. રાજકોટના જૈન ભક્તિકારો- નિધિબેન ધોળકીયા, દિનેશભાઈ પારેખ, શૈલેષભાઈ વ્યાસ તા ધર્મેશભાઈ દોશી દ્વારા-જૈન સ્તવનોની રમઝટમાં ભાવિકોને ભક્તિરસમાં તરબોળ કરશે. સાંજના ૭ ી રાત્રીના ૧૧ ભક્તિ સંગીતનો કાર્યક્રમ રહેશે.

નવ નિર્મિત જિનાલયની ભવ્યાતિભવ્ય મહાપુજાને પોતાના આર્શિવર્ચન માંગલીક દ્વારા અપાશે. પ.પૂ.આચાર્ય ભગવંત યશોવિજયજી મ.સા. આ પ્રસંગે રાજકોટમાં બિરાજમાન સર્વે સાધુ-સાધ્વીજી ભગવંતો દર્શર્નો પધારશે. પ.પૂ.આ ભગવંત જગવલ્લભ મ.સા.ખાસ પધારશે. આ ભક્તિની મહાપુજામાં જૈન શ્રેષ્ઠીઓ, દરેક સંઘોના ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્તિ રહી પ્રભુભક્તિ દર્શનનો લાભ લેશે.

મહાપુજાના મુખ્ય લાર્ભાી સ્વ.ભારતીબેન ભૂપતલાલ લાઠીયા હા.લાઠીયા પરિવાર રહેશે. લગભગ ૧ વર્ષી પણ વધારે સમયી ચાલતું જિનાલયના નવનિર્માણનું કાર્ય પુર્ણતાને આરે છે. નવા-સાજી જિનાલયનો અનેરો ઓપ આવેલ છે. જિનાલયમાં બિરાજમાન મહાવીર સ્વામી આદેશ્ર્વર ભગવાન તેમજ અન્ય જિનબિંલોને પણ આંગી રચના કરવામાં આવશે.

મહાપુજાના અનેરા દર્શનનો લાભ ભાવિકોને મળે તેના માટેની તડામાર તૈયારીઓ રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ જિતુભાઈ ચાવાળા તેમજ તેમના સર્વે ટ્રસ્ટીગણારે તા જાગના જિનાલયના ક્ધવીનર એડવોકેટ તરુણભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ-જિનાલય કમિટીના સભ્યો કરી રહ્યાં છે.

મહાપુજાના જાગના જિનાલયના સહક્ધવીનર શિતલભાઈ જયંતભાઈ મહેતા, ટ્રસ્ટી મુકેશભાઈ દોશી, ટ્રસ્ટી જયેશભાઈ દોશી, શશીકાંતભાઈ વાઘર, કારોબારી સભ્યો, કમલેશભાઈ લાઠીયા, રાજુભાઈ લોદરીયા, દિલીપભાઈ પારેખ, ભરતભાઈ મહેતા તૈયારીઓ કરી રહ્યાં છે.

આ મહાપુજા તા આંગી દર્શન ચૈત્ર સુદ ૧૩ તા.૯-૪-૧૭ રવિવાર મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ જાગના જિનાલયમાં સાંજના ૬ ી રાત્રીના ૧૨ સુધી યોજવામાં આવેલ છે.

હૈયે હોઠે એક જ નામ-ચાલો સૌ જાગના જિનાલયે દર્શન કાજે… આજરોજ ‘અબતક’ને મહાપુજા તેમજ આંગીનો દિવ્યમાન પ્રસંગની માહિતી આપવા દાદાવાડી સંઘ પ્રમુખ જીતુભાઈ ચાવાલા, ઉપપ્રમુખ પંકજભાઈ કોઠારી, જાગના જિનાલયના ક્ધવીનર તરુણભાઈ કોઠારી, સહક્ધવીનર શિતલભાઈ દોશી તા ટ્રસ્ટી જયંતભાઈ મહેતા આવેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.