Abtak Media Google News

‘માં’ તે ‘માં’ બીજા બધા વગડાના વા

દરેક માતા-બહેનો પરંપરાગત સાડી – પટ્ટાઓ પહેરીને વોકાથોનમૉ જોડાવવા અપીલ

સામાજીક – શિક્ષણીક સંસ્થા, એઇમ્સ, સિવીલ હોસ્પિટલ, આઇએમઓ, રાજવી પરિવાર અને સ્કુલો ભાગ લેશે: રજીસ્ટ્રેશન કરાવવું

‘માં’ તે ‘માં’ બીજા બધા વગડાના વાં માને કોઇ ભાષાના બંધન ના હોય સમગ્ર વિશ્ર્વમાં દર વર્ષે ‘મે’ મહિનાના બીજા રવિવારે આંતરરાષ્ટ્રૅીય માતૃ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત શહેર પોલીસ દ્વારા ‘વોકાથોન’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે વિગતવાર પત્રકારો ને જણાવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ શહેરની અગ્રણ્ય સામાજીક શિક્ષણ સંસ્થાના હોદેદારો ઉ5સ્થિત રહ્યા હતા.

સમગ્ર વિશ્વમાં દર વર્ષે  મે  મહિનાના બીજા રવિવારે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસની ઉજવણી કરવામા આવે છે.  જેમને આપણને આંગળી પકડી ચાલતા શીખવાડયુ તેમની આંગળી પકડી એમના પ્રેમનુ ઋણ ચુકવવાનો દિવસ છે.  કહેવાય છે કે માતાના પ્રેમનું ઋણ ન ચુકવી શકાય. માંનો પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલામાં આપણે ગમે તે કરીએ પણ તે ઓછુ છે. આપણે આ દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર એ માતા પ્રત્યે સમ્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી.પરંતુ માતૃ દિવસના દિવસે આપણે આપણી લાગણીઓને રજુ કરવાનું બહાનું ચોક્કસ મળી જાય છે.

આ વખતે માતૃ દિવસ 14 મે ના રોજ છે. માતાને સમ્માન આપનાર આ દિવસને કેટલાક દેશોમાં જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ભારત સહીત મોટાભાગના દેશોમાં મેં મહિનાના બીજા રવિવારને જ માતૃ દિવસ તરીકે ઉજવાય છે. માતૃ દિવસના દિવસે લોકો પોતાના માતા પ્રત્યે અલગ-અલગ રીતે લાગણીઓ રજુ કરતા હોય છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાગર્વના માર્ગદર્શન હેઠળ  શહેર પોલીસ  મહિલાઓ સંબંધી ગુન્હાઓ તથા મહિલાઓ સબંધી અન્ય બાબતોમાં સંવેદનશીલ છે. જેથી આંતરરાષ્ટ્રીય માતૃ દિવસની ઉજવણી કરી મહિલાઓમાં  જાગૃતી સંદેશ પ્રશરે તેવા  હેતુથી  શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃ દિવસની ઉજવણી કરવા  વોકાથોન  નુ આયોજન તા.14 ને રવિવાર ના રોજ સવારે 6/30 કલાકે કરવામાં આવનાર છે. આ  વોકાથોન ’ નો રૂટ પોલીસ હેડ કવાર્ટર-એન.સી.સી. ચોક-કિશાનપરા ચોક-પોલીસ કમિશ્નર ની કચેરી જીલ્લા પંચાયત ચોક-બહુમાળી ભવન-પોલીસ હેડ કવાર્ટર સુધીનો રાખેલો છે. પરંપરાગત પટોળા બાંધણી સાડીમાં  વોકાથોન  નુ . આયોજન કરવામાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય માતૃ દિવસની ઉજવણી કરવા રાજકોટ શહેરના વિવિધ સંગઠન ઈંખઅ, સેલ્ફ ફાયનાન્સ સ્કુલ, સરગમ ક્લબ,રાજકોટ રાજવી પરિવાર,

રાજકોટ રનર્સ ક્લબ, રાજકોટ સાયકલ ક્લબ, પીંકાથોન ગ્રુપ, રોટરી ક્લબ, ફીજીયોથેરાપી એસોસીએશન, ખોડલધામ ટ્રસ્ટ, ઉમીયાધામ ટ્રસ્ટ, યુવી ક્લબ, બ્રહ્માકુમારી સંસ્થા, આર્ટ ઓફ લીવીંગ સંસ્થા, ઇઅઙજ સંસ્થા, લાયન્સ ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ બીલ્ડર્સ એસોસીએશન, એન.સી.સી., એઇમ્સ, રાજકોટ સીવીલ હોસ્પિટલ ના સંયુકત ઉપક્રમે  વોકાથોન  નુ આયોજન કરવામાં આવેલું છે.સમગ્ર આંતરરાષ્ટ્રીય માતૃ દિવસની ઉજવણીના દિવસે  વોકાથોન માં ભાગ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.