Abtak Media Google News

મહિલાઓને આર્થિકરૂપે સશકત કરતી

આજે હેડ પોસ્ટ ઓફીસ ખાતે મહિલા સન્માન બચત પત્ર યોજનાના કેમ્પમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ખાતા ખોલ્યા

બજેટ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમને મહિલા રોકાણકારો માટે ખાસ ડિઝાઇન કરેલ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC) ની જાહેરાત કરી હતી. આ યોજના સરકારના ગેઝેટ નોટીફીકેશન બહાર પાડતાની સાથે અમલમાં આવી છે. આ યોજના હેઠળ મહિલાઓ પોસ્ટ ઓફીસ અથવા અધિકૃત

Screenshot 5 5

બેંકોમાં ખાતુ ખોલાવી શકે છે. કોઇપણ મહિલા પોતાના નામે મહિલા સન્માન બચત ખાતુ ખોલાવી શકે છે. જયારે વાલી મહિલા સન્માન સેવિગ એકાઉન્ટ સગીર છોકરીના નામે ખોલાવી શકે છે.

ત્યારે આજે હેડ પોસ્ટ ઓફીસ ખાતે મહિલા સન્માન બચત પત્ર યોજના હેઠળ ખાતું ખોલાવવાનો કેમ્પ યોજાયો હતો. જે બહોળી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો.

મહિલા સન્માન બચત યોજનાની વિશેષતાઓ

  1. માત્ર મહિલાઓ માટે:-  આ યોજના માત્ર મહિલાઓ માટે જ ઉપલબ્ધ છે.
  2. રોકાણનો સમયગાળો:- મહિલાઓ ર વર્ષ માટે ર લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે.
  3. વ્યાજ દર:- સરકાર રોકાણ પર વાર્ષિક 7.5 ટકા ના સ્પર્ધાત્મક વ્યાજ દર ઓફર કરે છે.
  4. કરમુકિત:- મહિલાઓને યોજનામાં જમા કરાયેલા નાણાં પર કરમાંથી મુકિત મળશે
  5. નાણાંકિય સ્વતંત્રતા:- આ યોજનાનો હેતુ મહિલાને સશકત બનાવવા અને તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાનો છે.
  6. નાણાકીય સુરક્ષા:- આ યોજનામાં રોકાણ કરીને, મહિલાઓ અન્ય પર આધાર રાખ્યા વિના નાણાકીય સ્થિરતા અને સુરક્ષા પ્રાપ્ત કરી શકે છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ મહિલા સન્માન બચત પત્રમાં ખાતુ ખોલાવ્યું

મહિલાઓને આર્થિક રુપે સશકત કરતી આકર્ષક વ્યાજ દરની યોજના એટલે મહિલા સન્માન બચત પત્ર યોજન ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ પોસ્ટ ઓફિસમાં  M.S.S.C. ખાતુ ખોલાવ્યું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ દિલ્હીમાં પાર્લામેન્ટ સ્ટ્રીટ પરની પોસ્ટ ઓફીસમાં લાઇનમાં ઉભા રહીને ખાતુ ખોલાવ્યુ. અને મહિલાઓને ખાતુ ખોલાવવા અનુરોધ કર્યો હતો.

Screenshot 6 2

ઉપાડના નિયમો શું છે?

આ યોજના બે વર્ષમાં મેચ્ચોર થાય છે બે વર્ષ પછી ડિપોઝીટ વ્યાજ સાથે પાછી મળે છે. પરંતુ જો તમને વચ્ચે પૈસાની જરુરત હોય તો 1 વર્ષ પૂર્ણ થયા પછી જમા કરેલા નાણાના 40 ટકા સુધી ઉપાડી શકો છો. એટલે કે જો તમે ર લાખ રૂપિયા જમા કરાવ્યા છે તો એક વર્ષ પછી તમે 80 હજાર ઉપાડી શકો છો.

ખાતું કેવી રીતે ખોલાવી શકાય?

M.S.S..C. ખાતું ખોલાવવા માટે મહિલા -યુવતિએ નજીકની પોસ્ટ ઓફીસ શાખાની મુલાકાત લેવી. ત્યા એકાઉન્ટ ઓપનીંગ ફોર્મ-1 ભરવાનું રહેશે. આ સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ, બે પાસપોર્ટ સાઇઝ ફોટો તેમજ બાળકીનું ખાતુ ખોલાવવા માટે જન્મ તારીખના દાખલાની કોપી તથા તેના બે ફોટા આપવાના રહેશે.

અકારે બંધ થવાના નિયમો શું છે?

જો ખાતાધારક ગંભીર રીતે બીમાર પડે અથવા મૃત્યુ પામે તો મહિલા સન્માન બચત પત્ર યોજનાનું ખાતુ ખોલ્યાના છ મહિનામાં વ્યાજ દરમાં ર ટકા ઘટાડો કરીને પૈસાપરત કરવામાં આવે છે. આ કિસ્સામાં 5.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.