Abtak Media Google News

આર.આર.સેલની કામગીરી : પોલીસે રૂ.૨૪ લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી

વાંકાનેર નજીકથી આર.આર સેલે રૂ.૧૪.૪૦ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક અને દારૂ સહિત રૂ.૨૪.૪૦ લાખનો મુદામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Img 20180521 Wa0096પ્રાપ્ત થતી વિગત મુજબ આર.આર.સેલે વાંકાનેર નજીકથી રૂ.૧૪.૪૦ લાખની કિંમતનો ૪૫૬૦ દારૂની બોટલનો જથ્થો ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. આ દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને પણ પકડી પાડ્યો છે.

પોલીસે રૂ.૧૪.૪૦ લાખનો દારૂ અને રૂ.૧૦ લાખનો ટ્રક મળી કુલ ૨૪.૪૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. બનાવ અંગે વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.