Abtak Media Google News

રસ્તાનો કેસ કોર્ટમાં ચાલુ હોય જેમાં પથ્થર નાખતા મામલો બિચકયો: બંને પક્ષે સામસામે નોંધાતો ગુનો

વાંકાનેરમાં એક જ પરિવારના બે જૂથો આમને સામને આવ્યા હતા. અને બંને પક્ષે સામસામે મારામારી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી છે.

પ્રથમ ફરિયાદ અનુસાર, વાંકાનેરનાં જોધપર બોલ વિસ્તારમાં રહેતી જરીનાબેન સલીમભાઇ શેરશીયા નામની પરણિતના સસરાના  જમીન જોધપર ગામની સીમમા આવેલ હોય જે બાબતે  કોર્ટમા ચાલવાના રસ્તા બાબતનો કેશ ચાલુ હોય જે રસ્તા પર મુમતાજબેન, આરીફભાઇ તથા મામદભાઇ પત્થરો નાખતા હોય જે બાબતે મહિલાએ ના પાડતા ઈસમોએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને તથા તેમના પરિવારજનોને ગાળો આપી ઝપાઝપી કરી મુંઢ ઇજા પહોચાડી બોલાચાલી કરી સીનાબેન મામદભાઇ, મામદહુશેન રહેમાનભાઇ, સૈફુદિન અબ્દુલભાઇ તથા અબ્દુઅલભાઇ નુરમામદભાઇને બોલાવી ફરિયાદી તથા તેના પરિવાજન સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરતા મહિલાએ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

બીજી ફરિયાદ અનુસાર, વાંકાનેરનાં જોધપર જુના ગામમા રહેતી મુમતાજબેન આરીફભાઇ શેરશીયાની જમીન જોધપર ગામની સીમમા આવેલ હોય જે બાબતે નામદાર કોર્ટમા ચાલવાના રસ્તા બાબતનો કેશ ચાલુ હોય જેનો ખાર રાખી ઝરીનાબેન શેરશીયાએ ફરિયાદીના સસરાને વાસની લાકડી વડે માર મારી રીમતબેન શેરશીયાએ ફરિયાદીને શરીરે મુંઢ માર મારી મુંઢ ઇજા પહોચાડી ગાળો આપી તેમજ લીમભાઇ આહમદભાઇ શેરશીયા, અબ્દુલભાઇના દિકરા, રફીકભાઇ આહમદભાઇ શેરશીયા તથા રફીકભાઇના દિકરાએ ફરિયાદી તથા તેના પરિવારજનોને ગાળો આપી ઝપાઝપી કરી મુંઢ ઇજા પહોચાડી બોલાચાલી કરી અન્ય એક શખ્સે જીજે 03 કે 7817 નંબરનું ટ્રેકટર લઇ આવી ટ્રેકટર વડે ફરિયાદીએ રસ્તો કરવા માટે વંડી પત્થર ગોઠવેલા હતા. તે તોડી નાખી નુકશાન પહોચાડી ગાળો આપતા સમગ્ર મામલે મુમતાજબેન આરીફભાઇ શેરશીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.