Abtak Media Google News

મંદિર પાસે ઉભેલા વૃદ્ધને પર કાકા ભત્રીજા ધોકાથી તૂટી પડ્યા

વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા વૃદ્ધને કાકા અને ભત્રીજાએ માર માર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં પુત્રીની છેડતી બાબતે ટપારવા જતા પિતાને માર માર્યાની ઘટના સામે આવી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અદેપર ગામમાં રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ગોરધનભાઈ નરશીભાઈ ખખરવા નામના 60 વર્ષના વૃદ્ધને તેના જ ગામના સાગર અને તેના ભત્રીજા મૂળાએ ધોકાથી માર મારતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ગોરધનભાઇની પુત્રીની છેડતી કરતા તેને ટપારતા કાકા અને ભત્રીજાએ હુમલો કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.